Site icon News Gujarat

ડો. ગુલેરિયાની દર્દીઓને ચેતવણી, કોરોનાના સામાન્ય લક્ષણોમાં CT સ્કેન ન કરાવો, નહીંતર કેન્સરનું સંકટ આવશે

હાલમાં માહોલ એવો છે કે કોરોના કેસમાં દિવસે ને દિવસે વધી રહ્યા છે, જો કે છેલ્લા 3 દિવસમાં કેસમાં અને મોતમાં નોધપાત્ર ઘટાડો પણ આવ્યો છે જે ભારતવાસીઓ માટે એક ખુબ મહત્વના સમાચાર ગણી શકાય. ત્યારે લોકોમાં અમુક વાતોને લઈ ગેર સમજણ પણ થતી હોય અને ઝડપ ઝડપમાં ખોટા નિર્ણય પણ લઈ લેતા હોય છે. તો હવે એવી જ એક માહિતી બહાર આવી છે જે ખુબ જ ઓછા લોકો જાણતા હશે. તો હવે ઓલ ઈન્ડિયા મેડિકલ એસોસિએશનના વડા ડો. રણદીપ ગુલેરિયાએ જણાવ્યું છે કે જે પણ દર્દી વારંવાર CT સ્કેન કરાવી રહ્યા છે તેઓ સારુ નથી કરી રહ્યા.

image source

ગુલેરિયાએ કહ્યું કે લોકોએ એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે વારંવાર સિટી સ્કેન કરવું એ એક મોટું જોખમ છે. કારણ કે તેનાથી કેન્સરનું જોખમ રહે છે. સરકારે પણ સ્પષ્ટતા કરી છે કે એક CT સ્કેન છાતીના 300-400 એક્સ-રે સમાન છે, યુવાન અવસ્થામાં સતત CT સ્કેન કરાવવાના સંજોગોમાં કેન્સરનું જોખમ વધી જાય છે જેનું લોકોએ ધ્યાન રાખવું જોઈએ અને આ બાબતને મજાકમાં લેવી ન જોઈએ. આ વિશે વિગતે વાત કરતાં ડો.ગુલેરિયાએ કહ્યું કે રેડિએશનના એક ડેટાનું વિશ્લેષણ કરતા જાણવા મળ્યું છે કે લોકો ત્રણ-ત્રણ દિવસે CT સ્કેન કરાવી રહ્યા છે જે ખરેખર જોખમ ઉભુ કરી શકે છે.

image source

આ સિવાય ડોક્ટરે વાત કરી કે બીજી પણ એક વાત સામે આવી છે કે જો કોઈ વ્યક્તિ પોઝિટિવ છે અને દર્દીને સામાન્ય લક્ષણ છે તો CT સ્કેન કરાવવાની કોઈ જ જરૂર નથી. કારણ કે CT સ્કેન કરાવવાથી જે રિપોર્ટ સામે આવે છે તેમાં થોડી ઘણી અમુક સ્થિતિ આવે જ છે. કોરોના પોઝિટિવ છે, પણ શ્વાસ લેવામાં કોઈ જ તકલીફ પડી રહી નથી.

image source

તમારું ઓક્સિજન લેવલ સામાન્ય છે અને તાવ પણ આવી રહ્યો નથી તો બિલકુલ ગભરાવાની જરૂર નથી. આ પ્રકારના દર્દીને વધારે દવા લેવાની પણ જરૂર નથી. આ પ્રકારની દવાઓ વિપરીત અસર સર્જી શકે છ અને દર્દીનું આરોગ્ય બગડી શકે છે. જો આ વાતને પણ લોકોએ મજાકમાં લીધી તો વધારે મુશ્કેલી પડી શકે છે.

image source

એઈમ્સના ડોક્ટરે બીજી એક મહત્વની વાત કરી કે લોકો વારંવાર લોહીની તપાસ કરાવે છે, જ્યાં સુધી ડોક્ટર ન કરે ત્યાં સુધી જાતે જ આ પ્રકારની તપાસ કરાવશો નહીં. તેમજ જે લોકો હોમ આઈસોલેશનમાં જે લોકો રહેલા છે તેમણે પોતાના ડોક્ટરના સંપર્કમાં સતત રહેવું જોઈએ. સેચ્યુરેશન 93 અથવા ઓછું છે, બેભાન જેવી સ્થિતિ છે, છાતીમાં દુખાવો થઈ રહ્યો છે તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરો અને સારવાર વધારે લો. આજ-કાલ લોકો સતત CT સ્કેન કરાવી રહ્યા છે. અલબત જ્યારે CT સ્કેનની જરૂર ન હોય તો તે કરાવીને લોકો પોતાને મુશ્કેલીમાં નાંખી રહ્યા છે. કારણ કે તેનાથી કેન્સર થવાનું જોખમ ઘણું વધી જાય છે. તો હવે આ વાત આખા દેશમાં વાયરલ થઈ રહી છે અને લોકોને પણ સાવચેત કરવામાં આવી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version