ભૂલથી પણ ના ઉઠાવતા આ ટાઇપનો વિડીયો કોલ, નહિં તો પાછળથી આવશે રોવાનો વારો

સાઈબર પોલીસએ જણાવ્યું છે કે, હાલના દિવસોમાં લોકોની પાસે અજાણ્યા નંબર પરથી વિડીયો કોલ આવી રહ્યા છે. જો કોઈ વ્યક્તિ આ કોલને ઉઠાવી લે છે તો તેમનો અશ્લીલ વિડીયો બનાવીને વાયરલ કરવાની ધમકી આપવામાં આવી રહી છે. પોલીસએ લોકોને સાવધાન રહેવાની અપીલ કરી છે.

image source

સોશિયલ મીડિયા પ્લેટફોર્મએ લોકોનું જીવન જેટલું સરળ બનાવી દીધું છે એટલા જ લોકો આ સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા બ્લેકમેલિંગ અને ઠગાઈના શિકાર થઈ રહ્યા છે. આ દિવસો દરમિયાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમ દ્વારા પહેલા મિત્રતા અને પછી બ્લેકમેલિંગના કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે લોકોની પાસે અજાણ્યા નંબર પરથી વિડીયો કોલ આવી રહ્યા છે. અને જો કોઈ વ્યક્તિ આ વિડીયો કોલને ઉઠાવી લે છે તો તેઓ જલ્દી જ બ્લેકમેલિંગનો શિકાર થવાના હોય છે.

ચાલો જાણીએ શું છે આ બાબત?

ખરેખરમાં એક સોફ્ટવેર કંપનીમાં નોકરી કરનાર ૨૮ વર્ષના અંકિત હની ટ્રેપનો શિકાર થઈ ગયા છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે, અંકિતની પાસે વીતેલ દિવસો દરમિયાન એક અજાણ્યા નંબર પરથી વિડીયો કોલ આવ્યો હતો જેને અંકિતએ ઉઠાવી લીધો. પ્રાપ્ત થયેલ જાણકારી મુજબ, અંકિતના વિડીયો કોલ ઉઠાવતા જ એના મોબાઈલ પર એક છોકરીની અશ્લીલ ફોટો સામે આવી જાય છે. અંકિતને આ બાબત થોડોક શંકાસ્પદ લાગ્યો ત્યાર બાદ અંકિતએ આ વિડીયો કોલને કાપી નાખ્યો.

image source

ગુગલ પે પર પૈસાની માંગ કરવામાં આવી.

ત્યાં જ બીજા દિવસે અંકિતના નંબર પર એક મેસેજ આવ્યો જેમાં તેની પાસે ગુગલ પે પર પૈસાની માંગ કરવામાં આવી. જણાવવામાં આવી રહ્યું છે કે, અંકિતના મનાઈ કરી દેવા પર તેનો અશ્લીલ વિડીયો વાયરલ કરવાની ધમકી આપવામાં આવી. યુપી પોલીસના સાઈબર યુનિટના જણાવ્યા મુજબ તેમની પાસે આ પ્રકારના કેસની ફરિયાદ વધારે પ્રમાણમાં આવી રહી છે.

અજાણ્યા નંબર પરથી આવેલ વિડીયો કોલને ના કરો એટેંડ- સાઈબર પોલીસ.

image source

સાઈબર ક્રાઈમ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ લોકો ફક્ત લોકોને ધમકી આપીને તેમને ડરાવીને પૈસા પડાવી લેતા હોય છે. આ લોકો ક્યારેય પણ કોઈના વિડીયોને વાયરલ નથી કરતા. એનું મુખ્ય કારણ એ છે કે, એમને ખબર છે કે, જેવા જ  કોઈના વિડીયોને વાયરલ કરશે તો પકડાઈ જશે.

image source

એટલા માટે આ લોકો ફક્ત લોકોને ડરાવી- ધમકાવીને પૈસા પડાવી લેતા હોય છે. સાઈબર ક્રાઈમ પોલીસ દ્વારા સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે, જો આપના મોબાઈલ નંબર પર કોઈ અજાણ્યા નંબર પરથી વિડીયો કોલ આવે છે તો ભૂલથી પણ તે વિડીયો કોલને ઉઠાવવો નહી. ત્યાં જ તેમણે જણાવ્યું છે કે, આ લોકોની વિરુદ્ધ પોલીસ તપાસમાં લાગી ગઈ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!