Site icon News Gujarat

શાંતિનો માહોલ અને જાહેર રસ્તા પર વિશાળકાય ગેંડો ઘુસી આવ્યો, વીડિયો જોઈ લોકોને વિશ્વાસ નથી આવતો

પ્રાણીઓના વીડિયો ઘણીવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતાં રહે છે. ઘણી વાર એવા કેટલાક વીડિયોઝ આવે છે જે આપણને ખૂબ ગમતા હોય છે અને કેટલાક એવા હોય છે કે જોયા પછી, આપણે આપણી આંખો પર વિશ્વાસ કરી શકતા નથી. તાજેતરમાં એક હાથીનો વીડિયો વાયરલ થયો હતો, જેમાં તે રેલ્વે સ્ટેશનના પાટા પર દોડતો જોવા મળ્યો હતો. તે જ સમયે, હવે આવો જ એક અન્ય વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક મહાકાય ગેંડો અચાનક રસ્તા પર લોકોની વચ્ચે આવી ગયો હતો અને હાહાકાર મચી ગયો હતો.

image source

આ વીડિયો ઇન્ટરનેટ પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. રસ્તા પર ચાલતા આ ગેંડાને જોઈને લોકો તેમની આંખો પર વિશ્વાસ કરી શકતા નથી. આ વીડિયો આઈએફએસ અધિકારી સુશાંત નંદાએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. વીડિયોના કેપ્શનમાં તેણે લખ્યું છે કે, “શેરીઓમાં ગેંડા કે ગેંડાના ઘરમાં શેરી?” પડકાર કાયમી સહઅસ્તિત્વનો છે આપણે રાષ્ટ્રીય ધોરીમાર્ગો, રિસોર્ટમાં સિંહો, રેલ્વે સ્ટેશનમાં હાથીઓ અને શહેરના દિપડાઓ જોઇ રહ્યા છીએ. તેમની પ્રાઈવર્સીનો આદર કરો.

image source

આ વીડિયો અત્યાર સુધીમાં 9 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. હાલ આ વીડિયો ક્યાંનો છે, તે જાણી શકાયું નથી. લોકોને આ 26 સેકંડની વીડિયો ક્લિપ ખૂબ પસંદ છે. લોકો તેને શેર કરી રહ્યાં છે, પરંતુ તેના પર ઘણી ટિપ્પણીઓ અને પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. જો ગેંડા વિશે વાત કરીએ તો ભયંકર અને ભયાનક દેખાતો ગેંડો તેના વિશાળ શરીર ટુંકા પગ અને કઠણ ચામડી સાથે તીક્ષણ શીંગડાથી શિકારનો ખાત્મો બોલાવી દે છે. એકવાર તેમની દ્રષ્ટિમાં તમો આવી જાય પછી ત્યાંથી નિકળવું મુશ્કેલ છે. તે ખૂબ પ્રચંડ ઝડપી અને નોંધપાત્ર યોઘ્ધો છે. તે એકવાર દોડે પછી સામે ગમે તે હોય તેને મારી જ નાખે છે વાહનો પણ ઊંઘા વાળી દે છે. તેમના શિંગડાઓ તેમનું મુખ્ય શસ્ત્ર છે.

ગેંડો એક સ્તનધારી જીવ છે. તે હાથી પછીનું સૌથી મોટું અને વજનદાર પ્રાણી છે. વૈજ્ઞાનિક તારણ મુજબ ગેંડાનું અસ્તિત્વ છેલ્લાં પાંચ કરોડ વર્ષથી ધરતી પર છે. દુનિયામાં ગેંડાની પાંચ પ્રજાતિ રહેલી છે. તેમાં ત્રણ પ્રજાતિ એશિયામાં અને બે પ્રજાતિ આફ્રિકામાં જોવા મળી રહે છે. ગેંડાની પાંચ પ્રજાતિનાં નામ આ મુજબ છે, કાળો ગેંડો, ભારતીય ગેંડો, સફેદ ગેંડો, સુમાત્રન ગેંડો અને જાવન ગેંડો. તેમાં સફેદ ગેંડો આફ્રિકામાં જોવા મળે છે, જોકે તે આખા સફેદ રંગના બદલે ભૂખરા રંગના હોય છે. ભારતીય ગેંડા આસામના કાજીરંગા નેશનલ પાર્કમાં જોવા મળી રહે છે. આ ઉપરાંત તેઓ પિૃમ બંગાળ, ઓડીસા, યુપી અને હિમાલયમાં હોય છે. આ ભારતીય ગેંડા ભારત ઉપરાંત બર્મા, નેપાળ, પાકિસ્તાન જેવા દેશોમાં પણ રહે છે. જાવન ગેંડા ઈન્ડોનેશિયા દેશના જાવા ટાપુ પર વસવાટ કરે છે. જોકે આ ગેંડાનું અસ્તિત્વ ધીરેધીરે નાશ પામી રહ્યું છે. સુમાત્રન ગેંડા ઈન્ડોનેશિયાના સુમાત્રા ટાપુ પર જોવા મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version