પૃથ્વી પર રહેનાર આ એકમાત્ર જીવને મળ્યું છે અમરત્વનું વરદાન, ક્યારેય નથી થતું તેનું મૃત્યુ, શું તમે જાણો છો આ જીવ વિશે?

મિત્રો, આપણે એક એવી ધરા પર વસવાટ કરીએ છીએ જે એક ઐતીહાસિક વારસો ધરાવે છે. અહીની સંસ્કૃતિ એટલી ભવ્ય અને અમુલ્ય છે કે, તેનુ વર્ણન શબ્દોમા કરી શકાય તેમ નથી. આપણી આસપાસ ઘણીવાર એવી અનેકવિધ વિચિત્ર ઘટનાઓ બનતી હોય છે કે, જેને આપણે સમજી શકતા નથી પરંતુ, તે વાસ્તવિક હોય છે. આજે આપણે આવી જ એક ઘટના વિશે વાત કરીશુ તો ચાલો જાણીએ.

image source

એવુ કહેવામા આવે છે કે, જે જન્મે છે તેનુ મૃત્યુ પણ નિશ્ચિત હોય છે પરંતુ, આ એક જીવ છે જે ક્યારેય મૃત્યુ પામતો નથી. આ જીવની વિશેષતા એ છે કે, જે સેક્સુઅલી મેચ્યોર થયા પછી બાળકના સ્ટેજમા આવી જાય છે. આ જીવનુ નામ તુરીતોપ્સીસ ડોહની છે.

image source

આ એક પ્રકારની જેલીફિશની પ્રજાતિ છે. સામાન્ય લોકો તેને અમર જેલીફિશ તરીકે પણ ઓળખે છે. તેનો આકાર ખુબ જ નાનો હોય છે. જ્યારે તે સંપૂર્ણપણે વિકસીત થઇ જાય છે ત્યારે તેના શરીરનો વ્યાસ ૪.૫ મિલિમીટર હોય છે. તેની લંબાઇ અને પહોળાઇ એકસમાન હોય છે.

image source

યુવા તુરીતોપ્સીસ ડોહનીના આઠ ટેંટિકલ એટલે કે સૂંઢ હોય છે. જ્યારે સેક્સુઅલી મેચ્યોર જેલીફિશના ૮૦-૯૦ ટેંટિકલ હોય છે. સામાન્ય રીતે સમુદ્રની તળેટીમા આ પ્રકારની ફિશ જોવા મળે છે. આના બે પ્રકાર હોય છે. જે સમગ્ર વિશ્વના વિભિન્ન સાગરોમા જોવા મળે છે.

image source

તુરીતોપ્સીસ ડોહનીનો જન્મ એ પ્રશાંત સાગરમાં થયો હતો. હવે તે લગભગ બધા જ મહાસાગરોમાં જોવા મળે છે. ટ્રાંસ આક્રટિકની યાત્રા કરીને તે સમગ્ર વિશ્વના સમુદ્રોમા ફેલાઇ ચુકી હતી. આ પ્રજાતિ સમગ્ર વિશ્વમા ફેલાઇ તેની જાણ કોઇને થઇ જ ના હતી કારણકે, તે આકારમા ખુબ જ નાના અને પારદર્શી હોય છે.

તે સામાન્ય રીતે સમુદ્રમા કેટલા દિવસ સુધી જીવે છે, તે જણાવવામાં આવ્યુ છે પરંતુ, તેનુ મૃત્યુ ક્યારે થશે? તે નથી જણાવવામા આવ્યું. જો સમુદ્રનુ તાપમાન ૨૦-૨૨ ડિગ્રી છે તો તે ૨૫-૩૦ દિવસમાં વયસ્ક થઇને ફરી બાળક બની જાય છે. જો સમુદ્રનુ તાપમાન ૧૪-૨૫ ડિગ્રી છે તો ૧૮-૨૨ દિવસમાં તે બાળક બની જાય છે.

મોટેભાગે જેલીફીશની ઉંમર નિશ્ચિત હોય છે. તે અમુક મહિના સુધી જીવે છે અને ત્યારબાદ મૃત્યુ પામે છે. આ એકમાત્ર પ્રજાતિ એવી છે કે, જેને અમરત્વ પ્રાપ્ત છે. તે વયસ્ક થયા બાદ ફરીથી બાળક બની જાય છે. આ પ્રક્રિયા માટે તેના શરીરમા વિશેષ પ્રકારની કોશિકાઓ હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!