અમિતાભ, અક્ષય, શાહરુખથી લઇને સલમાન સુધીના આ સ્ટાર્સ પાસે પહેલી કાર હતી સાવ આટલી સસ્તી, જે જાણીને ચોંકી ઉઠશો તમે પણ

બોલીવુડ સ્ટાર્સ ખૂબ જ લકઝરી લાઈફ જીવે છે. શાનદાર બંગલો, એપાર્ટમેન્ટ, પેન્ટ હાઉસ અને લકઝરી કાર…આજે
બીએમડબલ્યુથી મર્શિડીઝ, ફરારીથી લેંબોરગીની, ઓડીથી રેન્જ રોવર અને બેનટલેથી રોલ્સ રોયસ સુધી લગભગ બધી કિંમતી કાર સેલિબ્રિટી પાસે છે. પણ એક સમય હતો જ્યારે એમની પાસે સસ્તી કે સેકન્ડ હેન્ડ કાર હતી. ખાસ કરીને એમના દ્વારા લેવામાં આવેલી પહેલી કાર. તો ચાલો જાણી લઈએ બોલિવુડના સ્ટાર્સની પહેલી કાર વિશે.

અમિતાભ બચ્ચન.

image source

બિગ બી અમિતાભ બચ્ચન પાસે ભલે આજે દુનિયાની સૌથી મોંઘી કાર હોય પણ એમની પહેલી કાર ફિયાટ હતી જેને એમને એક્ટિંગમાંથી મળેલા પૈસામાંથી સૌથી પહેલા ખરીદી હતી. આ સેકંડ હેન્ડ ફિયાટ કાર અમિતાભે મુંબઈમાંથી નહિ પણ કોલકાતામાંથી ખરીદી હતી કારણ કે કોલકાતામાં એ મુંબઈ કરતા સસ્તી મળી રહી હતી.

શાહરુખ ખાન.

image source

બોલિવુડના કિંગખાન એટલે કે શાહરૂખના કાર કલેક્શનમાં આજવા બીએમડબલ્યુથી લઈને ઓડી જેવી મોંઘી બ્રાન્ડ્સની કાર સામેલ છે. એ એકમાત્ર એવા સેલેબ છે જેમની પાસે બુગાતી વેરોન ગાડી છે. પણ શાહરુખની પહેલી ગાડી હતી ઑમ્ની જે એમને એમની માતાને ગિફ્ટ કરી હતી.

અક્ષય કુમાર.

image source

આજે અક્ષય કુમાર ભલે ઘણી લકઝરી ગાડીઓના મલિક હોય પણ એમની પહેલી ગાડી ફિયાટ હતી. આ કારને અક્ષય કુમારે ઘણા વર્ષો સુધી યુઝ કરી અને આજે પણ એને સાંચવીને રાખી છે. જ્યારે અક્ષયે ફિયાટ ખરીદી હતી તો સૌથી પહેલા પોતાની આ ગાડીમાં શિરડી ગયા હતા.

સલમાન ખાન

image source

બોલિવુડના દબંગ ખાન પાસે બીએમડબલ્યુ X6, લેન્ડ રોવર, રેન્જ રોવર ઇવોક, ઓડી R8 લગભગ બધી મોંઘી ગાડી ચેમ પણ એમની પહેલી ગાડી હતી એક સેકન્ડ હેન્ડ હેરાલ્ડ. આ કાર ઋષિ કપૂરની ફિલ્મ જમાનમાં ઉપયોગમાં લેવાઈ હતી જેની વાર્તા સલીમ ખાને લખી હતી. ફિલ્મ પુરી થયા બાદ આ ગાડી સલમાન ખાનને આપી દેવામાં આવી હતી.

દીપિકા પાદુકોણ

image source

દીપિકા પાસે પણ આજે ભલે ગમે તેટલી લકઝરી ગાડીઓ છે પણ એમની પહેલી કાર હતી ઓડી Q7. દીપિકા વર્ષો સુધી રોજ આ ગાડીનો ઉપયોગ કરતી રહી હતી.

કાજોલ

image source

કાજોલે જે સૌથી પહેલી કાર લીધી હતી એ મારુતિ સુઝુકી 1000 હતી. કાજોલે પોતાની ગાડી સાથે સોશિયલ મીડિયા પર ફોટો પણ મુક્યો હતો અને એને પોતાનો પહેલો પ્રેમ કહ્યો હતો.

કેટરીના કેફ.

image source

કેટરીનાએ સૌથી પહેલા ઓડી Q7 ગાડી ખરીદી હતી અને વર્ષો સુધી એનો ઉપયોગ કર્યો હતો. આજે કેટરીના પાસે બીજી પણ ઘણી લકઝરી કાર છે જેમાં લેન્ડ રોવર, રેન્જ રોવર વોગ LWD અને મર્શિડીઝ ML 350 સામેલ છે.

આલિયા ભટ્ટ

image source

આલિયાએ સૌથી પહેલા 2015માં ગ્રે કલરની ઓડી A6 ખરીદી હતી અને આ ન્યૂઝ એમને જાતે જ પોતાના ફેન્સ સાથે શેર કર્યા હતા. એ વાત અલગ છે કે આજે આલિયા પાસે બીએમડબલ્યુ 7 સિરીઝ , ઓડી Q7 અને લેન્ડ રોવર રેન્જ રોવર વોગ જેવી મોંઘી ગાડીઓ છે.

સારા અલી ખાન

image source

સારાએ જે સૌથી પહેલી કાર લીધી હતી એ હતી હોન્ડા CR- V. એનો ઉપયોગ એ રોજ કરતી હતી. હવે એમને જીપ કંપાસ લીધી છે અને હાલના દિવસોમાં એનો જ ઉપયોગ કરી રહી છે.

કંગના રનૌત

image source

પંગા ગર્લ કંગના રનૌતની પહેલી ગાડી હતી બીએમડબલ્યુ 7 સિરીઝ sedan જેને કંગનાએ લાંબા સમય સુધી વાપરી. આજે કંગના પાસે ઘણી મોંઘી ગાડીઓ છે અને એ ઘણી લકઝરીયસ લાઈફ જીવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત