FASTag વગર હવે થર્ડ પાર્ટી વીમો નહિં થાય, બીજી આ સુવિધાઓ પણ નહિં મળે, જાણી લો A TO Z માહિતી

પ્રાઈવેટ અને વ્યવસાયિક વાહનો માટે આરસી બુક, ઈન્સ્યોરન્સ, ફિટનેસ સર્ટીફીકેટ, પરમીટ જેવા મહત્વના ડોક્યુમેન્ટની લિસ્ટમાં જલ્દી જ ફાસ્ટેગને પણ સમાવેશ થવા જઈ રહ્યા છે. જુના વાહનોના ડોક્યુમેન્ટને રીન્યુ પર ફાસ્ટેગ વિના થઈ શકશે નહી. આ યોજના આવનાર તા. ૧ એપ્રિલ, ૨૦૨૧ના રોજથી લાગુ થવાની શક્યતા છે. સરકાર દ્વારા પહેલેથી જ ફાસ્ટેગ જરૂરી બનાવી દેવામાં આવ્યો છે. તા. ૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૧ના રોજથી આખા દેશમાં આવેલ ૭૭૦ ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ વિના ડબલ ટેક્સની વસુલાત કરવાની શરુઆત કરી દેવામાં આવી છે. પણ આ વ્યવસ્થામાં ટુ- વ્હીલર વાહનોને છૂટ આપવામાં આવી છે.

image source

માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલયના ઓફિસર્સ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આખા દેશમાં ૭૭૦ કરતા વધારે ટોલ પ્લાઝાને ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમ (ઈટીસી) ટેકનીકની મદદથી સજ્જ કરવામાં આવ્યા છે.

image source

એટલું જ નહી, વ્હીકલની વિંડસ્ક્રીન પર લગાવેલ ફાસ્ટેગ આરએફઆઈડીની મદદથી ટેક્સની ઓનલાઈન ચુકવણી કરવાની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સરકાર દ્વારા તા. ૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૧ના દિવસથી તમામ ટોલ પ્લાઝા પર ફાસ્ટેગને ફરજીયાત બનાવી દેવામાં આવ્યો છે.

તા. ૧ એપ્રિલ, ૨૦૨૧ના રોજથી નિયમો લાગુ કરવામાં આવશે.

image source

નવા ખરીદવામાં આવતા વાહનોની ફાસ્ટેગ વગર નોંધણી કરાવી શકાશે નહી. સરકાર દ્વારા હવે જુના વાહનોને પોતાના કાર્યક્ષેત્રની અંતર્ગત લાવવાની કાર્યવાહી શરુ કરી દેવામાં આવી છે. આની અંતર્ગત ફાસ્ટેગ વગર જુના વેહિકલ્સનું ફિટનેસ સર્ટીફીકેટ પણ આપવામાં આવશે નહી. ફાસ્ટેગ વિના વાહનના માલિકને થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ પણ લઈ શકશે નહી. એના માટે ફોર્મ ૫૧ (વિમા પ્રમાણપત્રો)માં બદલાવ કરવામાં આવી રહ્યા છે. એવી જ રીતે, જુના વાહનોના નોંધણીકરણ કરાવવા માટે પણ ફાસ્ટેગ હોવું જરૂરી હોય છે. આ નિયમ તા. ૧ એપ્રિલ, ૨૦૨૧ના દિવસથી લાગુ કરવામાં આવી શકે છે. માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા શેરધારકોના સૂચનો અને મુશ્કેલી માટે ગયા મહીને એક ડ્રાફ્ટ નોટીફીકેશન બહાર પાડવામાં આવ્યું છે. ત્યાં જ આ વખતે માર્ચ મહિનામાં જાહેરનામું બહાર પાડવામાં આવે તેવી શક્યતા જોવા મળી રહી છે.

દરેક વાહનને એક યુનિક આઈડી નંબરનો ફાસ્ટેગ.

image source

માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલય દ્વારા વાહન પોર્ટલમાં બધા જ વાહનોની માહિતી ફીડ કરવામાં આવી છે. દરેક વાહનને એક યુનિક આઈડી નંબર ધરાવતો ફાસ્ટેગ આપવામાં આવશે. આ ફાસ્ટેગમાં વાહનનો નોંધણી પ્રમાણપત્ર સહિત અન્ય માહિતી પણ ફીડ કરવામાં આવી હશે. ડોક્યુમેન્ટને રીન્યુ કરાવવા દરમિયાન વાહન પોર્ટલ પર ફાસ્ટેગ ફીડ કરવાથી વાહન સંબંધિત માહિતી આવી જશે. આ સાથે જ વાહનોની સાથે સંબંધિત ડોક્યુમેન્ટનું કાર્ય પૂરું કરવાનું શક્ય બનશે. ત્યાં જ બીજા રાજ્યોમાં પણ ખરીદી કરવાની સરળ રહેશે નહી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!