ફક્ત એક ચપટી જેટલી હિંગ કરી શકે છે આવા ચમત્કાર, જાણો કેવી રીતે?

મિત્રો, આપણા રસોઈઘરમા અનેકવિધ એવી વસ્તુઓ આવેલી છે કે, જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે પરંતુ, તેના વિશે આપણને ખ્યાલ જ હોતો નથી. આજે આપણે આ લેખમા એક એવા મસાલા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે, જેનો આપણા દેશમા ખુબ જ સારો એવો વપરાશ થાય છે. આ મસાલો છે હીંગ.

image source

તે આપણા સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી અનેકવિધ બીમારીઓ દૂર કરે છે. વૈદ્ય કહે છે કે, હીંગનો ઉપયોગ કરતા પહેલા તેને શેકવુ જોઈએ. આપણે ભોજન બનાવતી વખતે આ મસાલાનો ઉપયોગ અવશ્યપણે કરીએ છીએ, તે આપણા ખોરાકને ખુબ જ સ્વાદિષ્ટ બનાવે છે. તો ચાલો આજે અમે તમને હીંગના પાણી વિશે માહિતી આપીએ અને જાણીએ તેના સેવનથી ક્યા-ક્યા લાભ થાય છે તેના વિશે માહિતી મેળવીએ.

image source

જો તમે એક ગ્રામ શેકેલી હીંગને થોડા ગરમ પાણીમાં મિક્સ કરો અને ધીમે-ધીમે આ વસ્તુઓનુ સેવન કરો તો તમને કમરદર્દ, ગળા સાથે સંકળાયેલ સમસ્યા, ઉધરસ અને શરદીની સમસ્યા વગેરેમા રાહત મળે છે. આ સિવાય જો તમે ભોજનમા હીંગ ઉમેરો અથવા તેને પાણીમા મિક્સ કરીને તેનુ સેવન કરો તો તે બંને તમારા શરીર માટે ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. આ સિવાય હીંગનુ પાણી શરીરમા બ્લડપ્રેશરને નિયંત્રિત કરવા માટે પણ ખુબ જ લાભદાયી સાબિત થાય છે.

image source

જો તમને ભૂખ ઓછી લાગતી હોય તો ભોજનનુ સેવન કરતા પહેલા માખણ સાથે ઘીમા શેકેલી હિંગ અને આદુનો ટુકડો લો, આનાથી તમારી ભૂખ વધશે. આ સિવાય અથાણુ બનાવતા સમયે પણ હિંગનો ઉપયોગ કરવો જોઈએ જેથી, તેના સ્વાદમા વધારો થાય અને તમને પેટ સાથે સંકળાયેલ સમસ્યાઓમા પણ રાહત મળે છે.

image source

આપણે લોકોને ઘણીવાર પેટ સાથે સંકળાયેલ સમસ્યા સાથે સંઘર્ષ કરતા જોયા છે. એક ગ્લાસ પાણીમા ચપટી હીંગ ઉમેરી અને તેનુ સેવન કરવામા આવે તો તમે તમારા પેટ સાથે સંકળાયેલ સમસ્યાઓમાંથી સરળતાથી મુક્તિ મેળવી શકો. હીંગના પાણીમા પુષ્કળ માત્રામા એન્ટી-ઇન્ફ્લેમેટરી અને એન્ટી-ઓક્સિડન્ટ તત્વો સમાવિષ્ટ હોય છે, જે ખરાબ પેટ અને એસિડિટી ઉપરાંત અનેક રોગોથી રાહત આપે છે.

image source

જો તમે હીંગને ગરમ પાણી સાથે મિક્સ કરો અને ત્યારબાદ તેનુ સેવન કરો તો તમને સાંધા સાથે સંકળાયેલ અનેકવિધ સમસ્યાઓ સામે પણ રાહત મળે છે. આ સિવાય હીંગનુ પાણી એ પેટની બળતરામા પણ રાહત આપે છે અને તમારા હાડકાંને મજબૂત બનાવે છે. આ સિવાય હિંગનુ પાણી એ દાંતના દુઃખાવાને દૂર કરવા માટે પણ લાભદાયી સાબિત થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત