સરકાર સ્વીકારે કે ના સ્વીકારે, સ્મશાન બોલે છે કે લોકોના ઢગ મોઢે મોત થઈ રહ્યા છે, ત્રણથી ચાર કલાકનું વેઈટિંગ

હાલમાં માહોલ એવો છે કે ગુજરાતમાં કોરોનાનો અજગરી ભરડો જોવા મળી રહ્યો છે. અને આ વખતે કોરોના હવે વધારે જીવલેણ સાબિત થઈ રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 35 દર્દીઓનાં મોત નિપજતાં દહેશત ફેલાઈ ગઈ છે. જ્યારે આજે કોરોનાનાં નવા 4021 કેસો નોંધાયા છે. જેની સામે 2197 દર્દીઓ સાજા થયા છે. અમદાવાદમાં કેસો 900ને પાર થઈ ગયા છે. જ્યારે સુરત શહેરમાં 14 દર્દીઓનાં મોત નિપજ્યા છે. સુરતમાં સતત મૃત્યુઆંક કોરોના સંક્રમણને કારણે વધી રહ્યો છે. કોરોના સંક્રમણ એટલી હદે વધી ગયું છે કે તમામ હોસ્પિટલો અને સ્મશાનગૃહ હાઉસફૂલ થઈ ગયા હોવાના પણ સમાચાર મળી રહ્યા છે. બધી જ બાજુ હાઉસફૂલના પાટિયા લાગી ગયા છે છતાં વહીવટીતંત્ર સ્વીકારવા તૈયાર નથી કે કોરોનાના કારણે મોતનો આંકડો ખૂબ મોટો થઈ રહ્યો છે.

સુરતના અશ્વિનીકુમાર, કુરુક્ષેત્ર અને ઉમરા સ્મશાન ગૃહમાં ખૂબ ભયાવહ દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
image source

આપણા સરકારની આ રમત કંઈક એવી થઈ ગઈ છે કે મોતના આંકડા સંતાડવા માટે વહીવટી તંત્ર ભલે ગમે તેટલા ખેલ કરે પરંતુ વાસ્તવિક સ્થિતિ આપણી સમક્ષ આવી રહી છે. આજે ઉમરા સ્મશાન ગૃહમાં લાશોનો ઢગલો જોવા મળ્યો હતો. સવારથી બપોર સુધીમાં 40 કરતાં વધુ મૃતદેહો ઉમરા સ્મશાન ગૃહમાં પહોંચતા તમામ લોકો આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા.

40 કરતાં વધુ મૃતદેહો ઉમરા સ્મશાન ગૃહમાં પહોંચતા તમામ લોકો આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા.
image source

મૃતદેહના અંતિમસંસ્કાર માટે ત્રણથી ચાર કલાકનું વેઈટિંગ ચાલી રહ્યું છે. વહીવટીતંત્ર સવારથી સાંજના કોરોના સંક્રમિત વ્યક્તિઓના અને દિવસ દરમિયાન થયેલા કોરોના સંક્રમણને કારણે મોતના આંકડા ખૂબ ઓછા બતાવીને બધાને ગેરમાર્ગે દોરતી હોય તેવી વાતો પણ કરવામાં આવી રહી છે.

સ્મશાનમાં સાઈડમાં પણ મૃતદેહો નજરે પડી રહ્યા છે.
image source

હાલમાં માહોલ એવો થઈ ગયો છે કે સરાકર પોતાની નિષ્ફળતા છુપાવવા માટે આંકડાની રમત રમી રહી છે. પરંતુ સામાન્ય દિવસોમાં જે સ્મશાનગૃહમાં મૃતદેહો પહોંચતા હતા તેના કરતાં પાંચ ગણા વધારે મૃતદેહો એકાએક કેવી રીતે પહોંચી રહ્યા એ જીવતો અને સળગતો સવાલ છે. જો વહીવટીતંત્ર સાચા આંકડા આપણી સમક્ષ મૂકી રહ્યો છે તો સ્મશાનગૃહમાં આ પ્રકારે લાશના ઢગલા કેમ દેખાઈ રહ્યાં છે તેની સ્પષ્ટતા કરવી અનિવાર્ય છે.

મૃતદેહના અંતિમસંસ્કાર માટે ત્રણથી ચાર કલાકનું વેઈટિંગ ચાલી રહ્યું છે.
image source

એ જ રીતે બીજા સ્મશાનગૃહની વાત કરીએ તો સુરતના અશ્વિનીકુમાર કુરુક્ષેત્ર અને ઉમરા સ્મશાન ગૃહમાં ખૂબ ભયાવહ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. થોડા દિવસ પહેલાં મૃતદેહ લઈને જતી શબવાહિનીઓની લાઈનો જોવા મળતી હતી. ટૂંકમા વાત કરીએ તો સુરત શહેર સંપૂર્ણપણે કોરોના સંક્રમણ અજગરી ભરડામાં આવી ગયું છે. વહીવટી તંત્ર ભલે ન સ્વીકારે પરંતુ સુરત શહેરમાં કોરોના બેકાબૂ થઇ રહ્યો છે અને લોકોનો ભોગ લઈ રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : દિવ્યભાસ્કર )

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!