Site icon News Gujarat

કામની વાત: ડ્રાઇવિંગ કરતી વખતે ખાસ આ રીતે જ કરજો ગૂગલ મેપનો ઉપયોગ, નહીંતર થશે 5000 સુધીનો દંડ

હાલના સમયમાં ડ્રાઇવિંગ કરતી વખતે ગૂગલ મેપ સૌથી સારું અને લોકપ્રિય નેવિગેટર છે. તે કેટલું લોકપ્રિય છે તેનો અંદાજ તમે એ વાત પરથી જ લગાવી શકો છો કે એપ બેઝડ કેબ એગ્રીગેટર ઇન્ડસ્ટ્રી સંપૂર્ણ રીતે ગૂગલ મેપ પર ક ટકેલી છે. આજના સમયમાં ગૂગલ મેપના સથવારે કોઈપણ અજાણ્યા સ્થળે ઓછા સમયમાં પહોંચી શકાય છે. કોઈના ઘરના દરવાજા સુધી પહોંચવું હોય તો ફક્ત તેની પાસેથી લાઈવ મોબાઈલ લોકેશન મંગાવી લો એટલે સમય વેડફાય તે પહેલાં જ જે તે સ્થળે પહોંચી શકાય છે. પરંતુ ડ્રાઇવિંગ કરતા કરતા ગૂગલ મેપનો ઉપયોગ કરવા બદલ તમારે દંડ ભરવાનો પણ વખત આવી શકે છે.

નેવિગેશનના ફાયદા

image source

સામાન્ય રીતે લોકો ડ્રાઇવિંગ દરમિયાન ગૂગલ મેપનું નેવિગેશન ઓન કરી લે છે અને તેનો ફાયદો એ થાય છે કે તમને યોગ્ય રૂટ વિશે જાણકારી મળી જાય છે અને જો એ રૂટમાં ટ્રાફિક જામ હોય તો તમને પહેલાથીનજ ખબર પડી જાય છે અને યોગ્ય સમયે તમે રૂટ બદલાવી પણ શકો છો. પરંતુ તમે જો તમારી ગાડીના ડેશબોર્ડ પર મોબાઈલ હોલ્ડર નથી લગાવ્યું તો તરત જ લગાવડાવી લેવું હિતાવહ રહેશે કારણ કે આ કારણે ટ્રાફિક પોલીસ તમને દંડ ફટકારી શકે છે.

ડ્રાઇવિંગ કરતા સમયે મોબાઈલનો ઉપયોગ કરવો ગેરકાયદેસર

image source

તાજેતરમાં જ દેશની રાજધાની દિલ્હીમાં એક વ્યક્તિ ગૂગલ મેપ જોતા જોતા ડ્રાઇવિંગ કરી રહ્યો હતો. અને તેની ભૂલ એ હતી કે તેની ગાડીના ડેશબોર્ડ પર મોબાઈલ હોલ્ડર નહોતું અને તે હાથમાં મોબાઈલ ફોન લઈ ડ્રાઇવિંગ કરી રહ્યો હતો. દિલ્હી પોલીસે એ વ્યક્તિને દંડ ફટકાર્યો. દિલ્હી પોલીસના કહેવા મુજબ તે વ્યક્તિ ડ્રાઇવિંગ કરતા સમયે મોબાઈલ વાપરી રહ્યો હતો જે ગેરકાયદેસર છે. જો કે ઉપરોક્ત વ્યક્તિનો એવો તર્ક હતો કે તે મોબાઈલમાં કોઈની સાથે વાતચીત નહોતો કરી રહ્યો પરંતુ તેના ફોનમાં તેણે ગૂગલ મેપ ઓન કરી રાખ્યું હતું અને તે લોકેશન પર પહોંચવા માટે જ તે ફોનનો ઉપયોગ કરી રહ્યો હતો જેથી વારંવાર ગાડી ઉભી રાખી કોઈને પૂછવું ન પડે. પરંતુ તેના આ તર્કને દિલ્હી પોલીસે માન્ય ન રાખ્યો.

મોટર વ્હિકલ એકટમાં દંડની જોગવાઈ

image source

દિલ્હી પોલીસે દંડની પાવતીમાં ગુન્હાના પ્રકારની કોલમમાં લખ્યું હતું કે ” use of handheld communication device while driving ” એટલે કે ગાડી ચલાવતા સમયે હાથમાં ફોન લઈને તેનો ઉપયોગ કરવો. ઉપરોક્ત આરોપી વ્યક્તિએ પોતાની કારમાં મોબાઈલ હોલ્ડર નહોતું લગાવ્યું અને હાથમાં ફોન લઈ ગુગલ મેપનો ઉપયોગ કરી રહ્યો હતો. દિલ્હી પોલીસના કહેવા મુજબ મોટર વ્હિકલ એકટમાં ગાડી ચલાવતા સમયે ફોન પર વાત કરવી તેમજ ફોનનો ઉપયોગ કરવો ગેરકાયદેસર છે.

image source

જ્યારે હાથમાં ફોન પકડવાથી દુર્ઘટના થવાનો ભય રહે છે એટલા માટે આ કેસમાં પણ ઉપરોક્ત ગુન્હા સંબંધિત જોગવાઈનો અમલ કરી દંડ કરાયો છે. પોલીસના કહેવા મુજબ લોકો ગાડી ચલાવતા સમયે ફોનનું સ્પીકર ઓન કરી અથવા હેન્ડ્સ ફ્રી લગાવી વાત કરતા હોય છે તેમાં પણ ઉપરોક્ત જોગવાઈ મુજબ દંડ ફટકારી શકાય. પોલીસના કહેવા મુજબ વાહન ચલાવતા સમયે એવું કોઈ કાર્ય જેનાથી ધ્યાનભંગ થઈ શકે તે અપરાધની શ્રેણીમાં જ આવે છે. અને મોટર વ્હિકલ એકટ અનુસાર આ શ્રેણીના અપરાધ માટે 1000 થી 5000 રૂપિયા સુધીનો દંડ કરી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version