આ છે એક એવુ પ્રાકૃતિક હેર કંડીશનર જે બનાવશે તમારા વાળને ડેમેજ ફ્રી, તો આજે જ અજમાવો…

મિત્રો, ઠંડીની ઋતુ શરુ થાય એટલે આપણું સ્વાસ્થ્ય અવારનવાર કથળ્યા રાખે છે અને તેમા પણ વધારે પડતી કોઈ સમસ્યા ઉદ્ભવતી હોય તો તે છે વાળ સાથે સંકળાયેલ સમસ્યા. જ્યારે પણ ઠંડીની મૌસમ શરુ થાય ત્યારે વાળ ખરવા, વાળ શુષ્ક બની જવા વગેરે જેવી અનેકવિધ સમસ્યાઓ ઉદ્ભવે છે. આમ, વાળ ડેમેજ થવા પાછળ અને નબળા થવા પાછળ અનેકવિધ કારણો જવાબદાર છે.

image source

હાલ, પ્રવર્તમાન સમયમા મોટાભાગના લોકો વાળ સાથે સંકળાયેલી સમસ્યાઓથી પીડાતા હોય છે. ખાસ કરીને, શિયાળાની ઋતુમા વાળ સાથે સંકળાયેલી સમસ્યાઓ થવાનુ પ્રમાણ વધતુ જતુ હોય છે. આ ઋતુમા વાળ એકદમ શુષ્ક બની જતા જાય છે, જેના કારણે વાળ વધુ ડેમેજ થવા લાગે છે એટલે કે ખરવા લાગે છે.

image source

આ ઉપરાંત ઠંડીની ઋતુમા લોકો હેર ડ્રાયરનો વધારે પડતો ઉપયોગ કરતા હોય છે. તેના કારણે વાળનુ ઉપરનુ પડ પણ ડેમેજ થઇ જાય છે અને વાળનુ પ્રાકૃતિક ઓઈલ પણ ખતમ થઈ જાય છે. આ સાથે જ કેમિકલયુક્ત શેમ્પૂ એ વાળને અનેકવિધ પ્રકારની નુકશાની પહોંચાડે છે. આ તમામ કારણો વાળને અનેકવિધ ખરાબ અસર પહોંચાડે છે. જો તમે આ વાળ સાથે સંકળાયેલ સમસ્યાઓ સામે રક્ષણ મેળવવા ઈચ્છતા હોવ તો તમારે વાળમા નેચરલ કંડીશનર બનાવીને લગાવવુ જોઈએ.

image source

ઘરેબેઠા જ પ્રાકૃતિક કંડીશનર તૈયાર કરવા માટે એક કેળુ, અડધુ એવોકાડો અને બે ચમચી ઓલિવ ઓઈલની આવશ્યકતા પડે છે. સૌથી પહેલા તો કેળાને છોલીને મેશ કરી લો. ત્યારબાદ એવોકાડોને પણ પીસીને તેની પેસ્ટ તૈયાર કરી લો. ત્યારબાદ હવે આ બંનેને એકસાથે મિક્સ કરીને તેમા ઓલિવ ઓઈલ મિક્સ કરો. બસ તૈયાર થઇ ચુક્યુ છે કંડીશનર.

સામાન્ય રીતે કંડીશનર એ ભીના વાળમા લગાવવામાં આવે છે પરંતુ, આ કંડીશનરનો ઉપયોગ કોરા વાળમા જ કરવામા આવે છે. તમારા વાળમા બધી જ જગ્યાએ આ કંડીશનર લગાવી દો અને ત્યારબાદ ૧૦ મિનીટ પછી વાળમા આ શેમ્પૂ લગાવો. આનાથી તમારા વાળ એકદમ મુલાયમ બની જશે. આ ઉપાય અજમાવવાથી વાળની ચમક વધશે અને વાળનુ ડેમેજ નિયંત્રિત કરવામા સહાયરૂપ સાબિત થશે. આ કંડીશનર અઠવાડિયામા બે-ત્રણ વાર તમારા વાળમા લગાવો.

image source

તમારા વાળમાં આ પ્રાકૃતિક કંડીશનર લગાવશો તો તે જોરદાર અસર કરશે. કેળા એ તમારા વાળને પોષણ આપશે અને જડમૂળથી મજબૂત બનાવશે. આ સાથે જ તે વાળની પ્રાકૃતિક ચમક પણ વધારશે અને એવોકાડો તમારા વાળને પણ મોઈશ્ચરાઈઝ કરશે. આ સિવાય તે તમારા વાળની ઉપરી લેયરને તડકા અને પ્રદુષણથી રક્ષણ આપશે. આ સાથે જ ઓલિવ ઓઈલ એ વાળને પોષણ આપશે અને જડમૂળમા મોઈશ્ચર લોક કરશે, જેનાથી વાળ ડેમેજ નહીં થાય.