ફક્ત એકવાર ધારણ કરી લો આ રીંગ, ગુસ્સો થઇ જશે છુમંતર અને ચહેરા પર આવશે ખીલતી સ્માઈલ…

મિત્રો, તમે ઘણીવાર આ વસ્તુ અનુભવી હશે કે, તમારી આસપાસ રહેતા અમુક લોકો ૨૪ કલાક ગુસ્સામા જ ફર્યા રહેતા હોય છે. આ લોકો કોઈપણ નાની વાત પર પણ તુરંત ગુસ્સે થઇ જાય છે. આ લોકોની પ્રકૃતિ જ એ પ્રકારની ઘડાઈ ગઈ હોય છે કે, નાની એવી બાબત પણ તેમના ક્રોધને ચરમસીમા સુધી પહોંચાડી દે છે.

image source

જો તમે જ્યોતિષ શાસ્ત્રમા વિશ્વાસ ધરાવતા હોવ તો તમને જણાવી દઈએ કે, ક્રોધિત લોકોને શાંત કરવા માટે તેમના મંગળ અને સૂર્ય ગ્રહોને શાંત કરવા પડે છે અને આ માટે તેમણે તાંબુ ધારણ કરવુ પડે છે. આપણે સૌ જાણીએ જ છીએ કે, તાંબુ એ આપણા શરીર માટે અનેકવિધ રીતે ઉપયોગી છે.

image source

આયુર્વેદિક અને જ્યોતિષવિદ્યાના દૃષ્ટિકોણથી પણ તે આપણા માટે ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. તમને આ અંગે કદાચ ખ્યાલ નહી હોય પરંતુ, તમને જણાવી દઈએ કે, વીંટી, બ્રેસલેટ, ચેન અથવા ઇયરિંગ આમાંથી કોઈપણ વસ્તુ જો તમે તાંબાની ધારણ કરો છો તો તમને તેનાથી અનેકવિધ લાભ થઇ શકે છે.

જો તમે ક્યારેય ધ્યાન દીધુ હશે તો તમને ખ્યાલ જ હશે કે, ઘણા લોકો જુદા-જુદા પ્રકારની ધાતુઓ તેમના હાથની આંગળીઓમાં ધારણ કરે છે અને આપણા જ્યોતિષશાસ્ત્રમા પણ આ વાતનો ઉલ્લેખ કરવામા આવ્યો છે કે, દરેક ધાતુ એ કોઈ ને કોઈ ગ્રહ સાથે જોડાયેલ હોય છે. જો તમે જે-તે ગ્રહના દોષના નિવારણ ઈચ્છતા હોવ તો તેના માટે તમારે અમુક ધાતુઓ શરીરમા અવશ્યપણે ધારણ કરવી જોઈએ.

image source

ગ્રહોની ગતિવિધિઓમા થતા નિરંતર ફેરફાર વ્યક્તિના જીવન પર શુભ અને અશુભ પ્રભાવ પડાતા રહે છે. તાંબાને ધાતુઓમા શુદ્ધ અને ઠંડુ માનવામાં આવે છે અને તે મુખ્યત્વે મંગળ અને સૂર્ય સાથે સંબંધિત છે. એવુ માનવામાં આવે છે કે, જો તમે તાંબાની રીંગ હાથમા ધારણ કરશો તો તેનાથી તમારા જીવનમા અનેકવિધ પરિવર્તન આવી શકે છે.

image source

જો તમે તમારા હાથમા તાંબાની વીટી ધારણ કરો છો તો તમને સમાજમા વિશેષ માન-સન્માનની પ્રાપ્તિ થાય છે તથા તમારા કુંડળીના તમામ દોષો સામે પણ તમને રાહત મળે છે. આ સિવાય જો કોઈ વ્યક્તિ માનસિક વિકારથી પીડાય છે અથવા તો વધારે ગુસ્સે છે તો તેના માટે પણ તાંબુ ધારણ કરવુ શુભ મનાય છે કારણકે, તાંબુ એ વાસ્તુ ખામીની સાથે ગુસ્સો પણ દૂર કરે છે. તો જો તમે પણ વધારે પડતા ગુસ્સેલ સ્વભાવના હોવ તો એકવાર આ ઉપાય અવશ્ય અજમાવો અને અપચી જુઓ ફરક.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *