Site icon News Gujarat

અક્ષય તૃતિયાના દિવસે શુભ મૂહૂર્તમાં ખરીદો સોનું અને સાથે કરો આ ખાસ વસ્તુઓનું દાન

અક્ષય તૃતિયાએ પૂજાની સાથે સાથે સોનું ખરીદવાનું પણ શુભ માનવામાં આવ્યું છે. આ દિવસે દાન અને પુણ્યનો વિશેષ મહત્વ છે. આમ કરવાથી ફળની પ્રાપ્તિ થાય છે. કોઈ પણ વ્યક્તિ જેને મદદની જરૂર છે અને દેવતા અને પિતૃઓના નામથી જળ, કુંભ, ખાંડ, સત્તુ, પંખા અને છત્રી તથા ફળફળાદિનું દાન કરવું શુભ છે. જળથી ભરેલો ઘડો, ખાંડ, ગોળ, બરફી, સફેદ વસ્ત્ર, મીઠું, શરબત, ચોખા અને ચાંદીનું દાન પણ કરાય છે.

image source

અક્ષય પુણ્ય લાભની મજા હોય છે અને મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે. આ સાથે 10 મહાવિદ્યામાં નવમી મહાવિદ્યા માતંગી દેવીનું પ્રાર્દુભાવ થયો હતો. આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પ્રતિમા પર ચોખા ચઢાવવા જોઈએ. પિતૃદોષ નિવારણને માટે પિતૃઓને તર્પણ કરવું લાભદાયી હોય છે.

Akshaya Tritiya 2021ના રોજ જાણો પૂજાનું શુભ મૂહૂર્ત

image source

સવારે 5.35 મિનિટથી લઈને 12.18 મિનિટ સુધી

કોરોના વાયરસ મહામારીના કારણે આ ઘરમાં પૂજા કરો અને સાથે મહાલક્ષ્મીનું ધ્યાન કરો. મહામારીના આ સમયમાં આ દિવસે કોઈ મદદ લેનારી વ્યક્તિને દાન કરવાનું વધારે પુણ્ય ફળદાયી રહેશે.

ખૂબ જ ખાસ હોય છે તિથિ

અક્ષય તૃતિયાના પાવન દિવસે ઉત્તરાખંડમાં સ્થિત યમુનોત્રી અને ગંગોત્રી ધામના કપાટ ખુલે છે.

image source

ધાર્મિક માન્યતાને અનુસાર આ પાવન દિવસે ગંગા સ્નાન કરીને દરેક પ્રકારના પાપથી મુક્તિ મળે છે.

અક્ષય તૃતિયાના દિવસે કોઈ પણ શુભ કાર્ય કરી શકાય છે.

આ દિવસે પિતૃ સંબંધિત કાર્ય કરવાથી પિતૃઓના આર્શિવાદ મળે છે.

આ દિવસે સોનાની ખરીદી શુભ માનવામાં આવે છે.

માન્યતાઓ અનુસાર અક્ષય તૃતિયાના દિવસે કોઈ પણ શુભ કામની શરૂઆત કરાય છે તો તે કામમાં સફળતા અવશ્ય મળે છે.

એવું પણ માનવામાં આવે છે કે આ દિવસે સોનું ખરીદાય તો પેઢીઓ સુધી સાથે રહે છે.

જાણો અક્ષય તૃતિયાએ કયા શુભ મૂહૂર્તમાં સોનું ખરીદવામાં આવે તો શુભ રહેશે.

બ્રહ્મ મૂહૂર્ત – 03:57 સવારે, મે 15થી 04:40 સવારે, મે 15 સુધી

વહેલી સવારે – 04:18 સવારે, મે 15 થી 05:22 સવારે મે 15 સુધી

અભિજિત મૂહૂર્ત – 11:38 થી 12:32 બપોર સુધી

વિજય મૂહૂર્ત – 02:19 થી 03:13 સુધી

image source

ગોધૂલિ મૂહૂર્ત – 06:34 સવારના થી 06:58 સાંજ સુધી

અણૃત કાળ – 10:47 રાતથી 12:35 સવારે મે 15 સુધી

અક્ષય તૃતિયાએ કયા શુભ મૂહૂર્ત છે તે પણ જાણો

રાહુકાળ- 10:24 – 12:05 સુધી

યમ ગંડ- 03:27 – 05:07 સુધી

ગુલિક કાળ- સવારે 07:03 -08:44 સુધી

દુમૂહૂર્ત – સવારે 08:03 -08:57 સુધી

વર્જ્ય – 12:02- 01:49 અને 12:32 – 01:26 સુધી

Exit mobile version