અસલી ખુદ્દાર: પૈસાના કારણે ધો. 10 પછી ભણાવનું છુટી ગયું, ઓફિસ બોયની નોકરી પણ કરી, હવે લાખો કમાય છે

આજે એક એવા શખ્સની વાત કરવી છે કે જેણે આકરી મહેનત કરી અને પછી સફળતા મળી. તેનો સંઘર્ષ એ કોઈ પથ્થરમાંથી ચીરીને પાણી કાઢવા કરતા સહેલો નહોતો. કારણ કે વિચારો કે પરિવાર મોટો અને આવકનુ સાધન નાનું હોય તો કઈ રીતે પુરુ કરવું. ભણીને એમને નોકરી કરી બિઝનેસ પણ કરવો હતો. પણ પૈસા જ ન હતા. છતાં તેણે નાનામાં નાનું કામ કર્યું અને હવે લાખો કમાઈ રહ્યા છે. તો આવો વિગતે વાત કરીએ આ શખ્સની ખુદ્દારીની અને ખમીરીની. આ વાત છે મહારાષ્ટ્રના પૂણે જિલ્લાના મુલ્સી તાલુકાના રહેવાસી જ્ઞાનેશ્વર બોડકેની કે જેમનું બાળપણ અભાવમાં પસાર થયું. પરિવાર મોટો હતો પરંતુ આવકનું સાધન નહીવત્ હતું. થોડીઘણી જમીન હતી, જેનાથી આજીવિકા જેમતેમ મળી રહેતી હતી.

image source

જો વાત કરીએ નાનકડા જ્ઞાનેશ્વરનું કે જેની ઈચ્છા હતી કે ભણીગણીને કંઈક બનવું છે પણ ઘરમાં કમાનાર કોઈ નહોતું. તેથી ધો. 10 પછી અભ્યાસને પડતો મૂકવો પડ્યો હતો તેના પછી એક પરિચિતની મદદથી પૂણેમાં તેમને ઓફિસ બોયની નોકરી મળી ગઈ. ઘર-પરિવારનો ખર્ચ નીકળવા લાગ્યો, પરંતુ તેમને વારંવાર થતું કે તેઓ જેટલી મહેનત કરી રહ્યા છે, એ પ્રમાણે પૈસા નથી મળતાથી. 10 વર્ષ પછી જ્ઞાનેશઅવરે નોકરી છોડી દીધી અને ગામમાં પરત આવી ગયા. પણ એમની પાસે પૈસા તો હતા નહીં એટલે ત્યાં આવીને તેમણે બેંકથી લોન લીધી અને ફૂલોની ખેતી શરૂ કરી.

image source

આ ખેતી શરૂ થઈ ત્યારે જે હોય એ પણ આજે આલમ એ છે કે તેમની કમાણી લાખોમાં છે. તેઓ સાથે સાથે સેંકડો ખેડૂતોને રોજગારી પણ આપી રહ્યા છે. આ સફર એટલી સહેલી પણ નહોતી કે જેટલી સામાન્ય લોકોની હોય છે. આ વિશે વાત કરતાં ખુદ જ્ઞાનેશ્વર કહે છે કે હું સવારે 6 વાગ્યાથી રાતે 11 વાગ્યા સુધી ઓફિસમાં કામ કરતો હતો. આ દરમિયાન કંઈક નવું કરવા અંગે પણ પ્લાન કરતો રહેતો હતો. એમાં બરાબર એક દિવસ ન્યૂઝ પેપરમાં મને એક ખેડૂત વિશે વાંચવા મળ્યું, જે પોલીહાઉસ પદ્ધતિથી ખેતી કરીને વર્ષે 12 લાખ રૂપિયા કમાઈ રહ્યો હતો. મને લાગ્યું કે જ્યારે તે આટલી કમાણી કરી શકે છે તો હું કેમ નહીં.

બસ આ જ ખેડૂત વિશે જ્ઞાનેશ્વરને મગજમાં ભમવા લાગ્યું અને એ વિચારીને જ 1999માં નોકરી છોડી દીધી. જ્યારે હું ગામમાં આવ્યો તો ઘરના લોકોએ વિરોધ પણ કર્યો. તેમણે કહ્યું કે થોડા ઘણા પૈસા ઘરમાં આવતા એ પણ પણ બંધ થઈ ગયા તો કમાણી ક્યાંથી કરશું અને ઘર કેમ ચાલશે. ખેતીમાં નફો હોત તો લોકો બહાર કમાવા શા માટે જતા હોત? પણ જ્ઞાનેશ્વર જંપીને ન બેઠો અને ગામમાં આવ્યા પછી જ્ઞાનેશ્વરે ખેતી અંગે જાણકારી મેળવવાનું શરૂ કર્યુ. નવી ટેકનીકથી ખેતી કરનારા ખેડૂતોની પાસે તેઓ જવા લાગ્યા. એ દરમિયાન પૂણેમાં હોર્ટિકલ્ચર અને પોલીહાઉસને લઈને આયોજિત એક વર્કશોપ વિશે જાણવા મળ્યું અને તેનું કામ થઈ ગયું.

image source

જ્ઞાનેશ્વર ત્યાં પણ પહોંચી ગયા પણ એક લોચો થઈ ગયો કે બે દિવસના વર્કશોપમાં તેમને થિયરી તો જણાવાઈ પણ પ્રેક્ટિકલ લેવલ પર કોઈ જાણકારી ન મળી. જ્ઞાનેશ્વર કહે છે કે હું વધુ ભણ્યો નહોતો. જે કંઈ મને ત્યાં જણાવાયું એ બધુ મારા માથા પરથી જતું રહ્યું. નોકરી છોડી ચૂક્યો હતો અને નવી ખેતી વિશે બરાબર કોઈ સમજાવતું નહોતું. તેમ છતાં મે હાર ન માની. પછી મેં વિચાર્યુ કે જે લોકો આ ફિલ્ડમાં કામ કરી રહ્યા છે, શા માટે તેમની સાથે રહીને જ કામ ન શીખું. તેના પછી મેં એક પોલીહાઉસ જવાનું શરૂ કર્યુ. હું સાયકલ લઈને 17 કિમીની સફર કરીને ત્યાં જતો હતો. મને તેનો ફાયદો પણ થયો અને ટૂંક સમયમાં નવી ટેકનીક વિશે મને ઘણાખરા અંશે જાણકારી મળી ગઈ. ખેતી કરવા માટે તેમણે બેંકમાં લોન માટે અરજી કરી. થોડીઘણી ભાગદોડ પછી લોન મળી ગઈ.

લોન મળ્યા બાદની પ્રોસેસ વિશે વાત કરવામાં આવે તો પછી જ્ઞાનેશ્વરે એક પોલીહાઉસ તૈયાર કર્યુ. તેના પછી ગુલનાર અને ગુલાબ જેવા સજાવટી ફૂલોની ખેતી શરૂ કરી. થોડા મહિનાઓમાં તો ફૂલ તૈયાર થઈ ગયા અને પાક આવતા જ તેમણે લોકલ મંડીમાં વેચવાનું શરૂ કર્યુ. લોકોનો રિસ્પોન્સ સરસ મળ્યો. એટલે પછી હોટેલવાળાઓનો પણ સંપર્ક કર્યો. તેના પછી પૂણેની બહાર પણ પોતાની પ્રોડક્ટ સપ્લાઈ કરવા લાગ્યા.

image source

આ રીતે ધીરે ધીરે કામનો વ્યાપ વધતો ગયો અને જ્ઞાનેશ્વર કહે છે કે મેં એક વર્ષની અંદર બેંકને 10 લાખ રૂપિયાની લોન ચૂકવી દીધી. આ જોઈને બેંક મેનેજરે મારી પ્રશંસા પણ કરી હતી. જ્ઞાનેશ્વર કહે છે કે થોડા વર્ષ પછી ફૂલોની ખેતીમાં કમાણી ઘટવા લાગી. દેશમાં મોટાભાગે લોકો નર્સરી લગાવવા લાગ્યા, તેથી ભાવ ઘટી ગયા. એવામાં તેમની સામે નવો પડકાર આવ્યો કે હવે શું કરવું. તેના પછી ખ્યાલ આવ્યો કે ઈન્ટિગ્રેટેડ ફાર્મિંગ વધુ સારો કન્સેપ્ટ છે. તેના દ્વારા સારો નફો મેળવી શકાય છે. તેમણે એ જ પોલીહાઉસમાં શાકભાજી અને ફળોની ખેતી શરૂ કરી. એમાં પણ એવી જ ખંતથી મહેનત કરી અને ત્રણથી ચાર મહિના પછી શાકભાજી આવવા લાગી અને ફરીથી તેમનું કામ પાટા પર આવી ગયું.

હાલની પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો અત્યારે તેઓ દેશી કેળા, સંતરા, કેરી, દેશી પપૈયા, સ્વીટ લાઈમ, અંજીર અને કસ્ટર્ડ સફરજન, તમામ સિઝનલ અને ઓફ સિઝન શાકભાજી સારી રીતે ઉગાડી રહ્યાં છે અને વેચી પણ રહ્યા છે. આ સાથે જ હવે તેમણે દૂધની સપ્લાઈ પણ શરૂ કરી છે. તેમની પાસે ચાર-પાંચ ગાયો છે. તેઓ પેકેટ્સમાં દૂધ ભરીને લોકોનાં ઘરે ડિલિવરી કરે છે અને એ રીતે એ પણ આવકનો એક સારો સોર્સ છે. પાક આવ્યા પછી જ્ઞાનેશ્વર સામે મોટી સમસ્યા હતી ગ્રાહકો પાસે પોતાની પ્રોડક્ટ મોકલવાની.

આ સમસ્યા મગજમાં ચાલતી હતી એ જ દરમિયાન તેમની મુલાકાત નાબાર્ડના કેટલાક અધિકારીઓ સાથે થઈ. જ્ઞાનેશ્વરે તેમને કહ્યું કે આપ લોકો જે પ્રોડક્ટ માર્કેટથી ખરીદો છો, જો એ જ પ્રોડક્ટ અમે તમારા ઘરે પહોંચાડીએ તો શું તમે ખરીદશો? જ્ઞાનેશ્વર કહે છે કે અધિકારીઓએ અમારી પાસેથી પ્રોડક્ટને ખરીદવામાં રસ દાખવ્યો અને ટ્રાયલ તરીકે કેટલીક પ્રોડક્ટ માગી,. પહેલી જ વખતમાં તેમને પસંદ પણ પડી ગઈ અને પછી તેઓ અમારા નિયમિત ગ્રાહક બની ગયા. હાલમાં જ જ્ઞાનેશ્વરે એક એપ પણ લોન્ચ કરી લીધી છે. તેના માધ્યમથી લોકો ઓર્ડર કરે છે અને તેમના ઘર સુધી ચીજો પહોંચી જાય છે. તેના માટે તેમણે સ્પેશિયલ ઓટો અને કેટલીક લક્ઝરી બસ રાખી છે, જેના દ્વારા તેઓ પૂણે, મુંબઈ, ગોવા, નાગપુર, દિલ્હી અને કોલકાતા પોતાની પ્રોડક્ટની સપ્લાઈ કરે છે.

image source

આ સિવાય જ્ઞાનેશ્વર વિશે વાત કરીએ તો તેમણે ગામના કેટલાક ખેડૂતોની સાથે મળીને અભિનવ ફાર્મિંગ ક્લબ નામથી એક ગ્રૂપ બનાવ્યું. અત્યારે આ ગ્રૂપમાં 300થી વધુ ખેડૂતો જોડાયેલા છે. અને જોવા જેવી વાત એ છે કે તેઓ કહે છે કે આ ગ્રૂપમાં સામેલ દરેક ખેડૂત 8થી 10 લાખ રૂપિયા વર્ષે કમાય છે. ઈન્ટીગ્રેટેડ ફાર્મિંગ એટલે એક સમયમાં એક જ ખેતરમાં અનેક પાક ઉગાડવા. તેમાં એક ઘટકને બીજા ઘટકના ઉપયોગમાં લાવી શકાય છે. જેમકે જો તમે ફળો અને શાકભાજીની ખેતી કરો છો તો તમે ગાય અને ભેંસ પણ પાળી શકો છો. તમને ઘાસચારાની અછત નહીં થાય. બીજી તરફ આ પશુઓના છાણનો ઉપયોગ ઓર્ગેનિક ખાતર તરીકે કરી શકાય છે. તેનાથી ઓછા ખર્ચમાં વધુ કમાણી થાય છે. આ સાથે સમયની પણ બચત થાય છે.

જમીનનો ઉપયોગ કઈ રીતે કર્યો એના વિશે માહિતગાર કરતાં જ્ઞાનેશ્વર જણાવે છે કે તેણે પોતાની એક એકર જમીનને ચાર સબ-પ્લોટમાં વહેંચી દીધી છે. એક ભાગમાં ફળો, બીજામાં વિદેશી શાકભાજી, ત્રીજામાં અનાજ અને ચોથા હિસ્સામાં પાનવાળી શાકભાજી ઉગાડે છે. પોલીહાઉસ ખેતીમાં એક એવી ટેકનીક છે જેના માધ્યમથી ઓફ સિઝનમાં પણ શાકભાજી અને ફળોની ખેતી આસાનીથી કરી શકાય છે. તેનું સ્ટ્રક્ચર સ્ટીલથી બનાવવામાં આવે છે અને પ્લાસ્ટિકની સીટથી ઉપરનો હિસ્સો ઢાંકી દેવામાં આવે છે.

image source

લોકોને વિચાર આવતો હશે કે આવું કરવાથી વળી શું ફાયદો થતો હશે તો તેનાથી મોટો ફાયદો એ છે કે વરસાદ, કરા પડવાથી કે ગરમીથી તેના પર કોઈ અસર થતી નથી. આ સાથે પાણીની પણ ઓછી જરૂર પડે છે. જ્ઞાનેશ્વર કહે છે કે જે લોકો પોલીહાઉસ લગાવવા ઈચ્છે છે, તેઓ બેંકમાંથી લોન લઈ શકે છે. તેની સાથે 50 ટકા રાજ્ય સબસિડી સરકાર પણ આપે છે. એક નોર્મલ પોલીહાઉસ લગાવવામાં 5-6 લાખ રૂપિયાનો ખર્ચ આવે છે, ઓછામાં ઓછી 10 વર્ષ તેનું આયુષ્ય હોય છે. જ્યારે તેનાથી 3-4 લાખ રૂપિયા વર્ષે કમાણી કરી શકાય છે. તો હવે જ્ઞાનેશ્વરની કહાની ઘરે ઘરે વાયરલ થઈ રહી છે અને લોકો તેમાથી પ્રેરણા લઈને કંઈક નવું શીખી રહ્યાં છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!