Site icon News Gujarat

દિવસ દરમિયાન આ એક કામ કરવાથી કોરોના થવાનું જોખમ 31 ટકા સુધી ઘટી જશે

કોરોના વાયરસના કેસ જ્યારે ઘટવા લાગ્યા ત્યારે લાગ્યું હતું કે વર્ષ 2020 ભલે લોકડાઉનમાં પસાર થયું પરંતુ વર્ષ 2021 રાહત અને શાંતિ સાથે પસાર થશે. પરંતુ વર્ષ 2021માં તો કોરોના વાયરસે જે કહેર વર્તાવ્યો છે તેને જોઈ લાગે છે કે આ વર્ષ પૂર્ણ થતાં સુધીમાં આ વાયરસ 2020 કરતાં પણ મોટી તબાહી મચાવી દેશે. આ વાયરસની ગતિ જોઈ આ વખતે લોકો ખુદ જ બહાર નીકળવાનું ટાળી રહ્યા છે અને ઘરે બેસી કોરોનાથી બચવાના ઉપાય શોધી રહ્યા છે.

image source

તેવામાં સ્કોટલેન્ડના ગ્લાસગો કેલેડોનિયન યુનિવર્સીટીમાં થયેલી એક રીસર્ચ બાદ નિષ્ણાંતોએ કોરોનાથી બચાવનો એક સરળ ઉપાય દર્શાવાયો છે. આ રીસર્જમાં જણાવવામાં આવ્યું છે કે રોજ એક સરળ કામ કરવાથી કોરોના થવાનું જોખમ 31 ટકા ઘટી જાય છે. આ સરળ કામ શું છે જાણો છો તમે ? આ સરળ કામ છે એક્સરસાઈઝ.

image source

દુનિયામાં આ પહેલીવાર રીસર્ચ થયું છે જેમાં કસરત, રોગપ્રતિકારક શક્તિ અને કોરોના વાયરસને જોડીને કરવામાં આવ્યું છે. આ રીસર્ચ અનુસાર રોજ વર્કઆઉટ કરવાથી શરીર ફીટ રહે છે અને તેનાથી શરીરની ઈમ્યૂન સિસ્ટમ પણ મજબૂત રહે છે. આ રીતે શરીર કોરોના સામે લડવામાં વધુ સક્ષમ રહે છે. આ રીસર્ચમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે રોજ માત્ર 30 મિનિટ કસરત કરવાથી શ્વાનતંત્ર સંબંધિત સમસ્યા દૂર રહે છે. રીસર્ચમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે 5 દિવસ રોજ 30 મિનિટ એટલે કે કુલ 150 મિનિટ કસરત કરવાથી શ્વાસ લેવામાં થતી સમસ્યા દૂર થાય છે.

image source

નિષ્ણાંતોના જણાવ્યાનુસાર આ 30 મિનિટની કસરતમાં તમે રનિંગ, વોક, સાયકલિંગનો પણ સમાવેશ કરી શકો છો. આ રીસર્ચમાં રસી અંગે પણ સંશોધન કરાયું છે. તે અનુસાર રોજ 30 મિનિટ કસરત કરતાં વ્યક્તિને કોરોનાની રસી આપવામાં આવે છે ત્યારે તે અન્યની સરખામણીમાં 40 ટકા વધુ અસરદાર બને છે. આ સાથે જ સંક્રમણ થવાનું જોખમ 31 ટકા ઘટે છે અને મૃત્યુ થવાનું જોખમ 37 ટકા સુધી ઘટી જાય છે.

image source

આ રીસર્ચ કરનાર પ્રોફેસરનું એમ પણ કહેવું છે કે રસી લેતા પહેલા 12 અઠવાડીયા સુધી વ્યક્તિએ નિયમિત એક્સરસાઈઝ કરવી જોઈએ. તેનાથી રસી વધુ અસરકારક બને છે. જણાવી દઈએ કે કોરોના સતત તેના સ્વરૂપ અને લક્ષણો બદલી રહ્યો છે. પહેલા કોરોનાના લક્ષણોમાં તાવ, શરદી, ઉધરસ, સ્વાદ અને સુગંધ લેવાની ક્ષમતા જતી રહેવી તે હતા પરંતુ હવે કોરોનાના લક્ષણો પણ બદલી ગયા છે. કોરોનાના નવા લક્ષણોમાં મોઢું સુકાવું, મોઢામાંથી વાસ આવવી, બેચેની થવી, ઝાડા થવા, નબળાઈ સહિતના લક્ષણોનો સમાવેશ થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version