પરિક્ષાઓ આવી રહી છે નજીક, સારું પરિણામ મેળવવા માત્ર 5 સોમવાર કરો આ કામ, મળશે જોરદાર રિઝલ્ટ

કોઈપણ વિદ્યાર્થી હોય એમના માટે એમની પરીક્ષાનો સમય હંમેશા ચિંતાયુક્ત જ રહે છે. દરેક વિદ્યાર્થી પરીક્ષામાં પોતાના ગુણને લઈને તણાવમાં રહે છે કારણ કે આખા વર્ષની મહેનત આ પરીક્ષાના પરિણામ પર જ ટકેલી હોય છે. એ સાથે જ આજકાલના સમયમાં શિક્ષાના ક્ષેત્રમાં સ્પર્ધા ખૂબ જ વધી ગઈ છે. જેના કારણે પણ દરેક માતા પિતા અને વિદ્યાર્થી વધુમાં વધુ ગુણ લાવવા માટે તનતોડ મહેનત કરે છે.

image source

આકરી મહેનત જ સફળતાની ચાવી છે એ વાતને ક્યારેય નકારી નથી શકાતી પણ આ સ્થિતિ જ એવી હોય છે જેમાં સારા પ્રદર્શનને લઈને ચિંતા રહ્યા કરે છે. જ્યોતિષ અનુસાર જો ગ્રહોની સ્થિતિ કે પછી ભાગ્ય સારું ન હોય તો મહેનત કરવા છતાં આશા પ્રમાણે યોગ્ય ફળની પ્રાપ્તિ નથી થઈ શકતી એટલે જ્યોતિષ શાસ્ત્રમાં અમુક એવા કાર્ય જણાવવામાં આવ્યા છે જેને કરીને ન ફક્ત વિદ્યાર્થી વિદ્યાર્થીની ચિંતા દૂર થાય છે પણ પરીક્ષામાં પણ સારું પ્રદર્શન રહે છે. તો ચાલો જાણી લઈએ આ ઉપાય.

image source

દરેક વ્યક્તિના ઇષ્ટદેવ હોય છે જેમને પ્રાર્થના કરવાથી વ્યક્તિને માનસિક શાંતિનો અનુભવ થાય છે. સાચા હૃદય અને દ્રઢ વિશ્વાસ રાખીને પોતાની મનોકામના માટે સતત 5 સોમવાર સુધી પોતાના ઇષ્ટ દેવતા સમક્ષ દીવો પ્રગટાવીને એની સાથે એમની પાસે પરીક્ષામાં સફળતાની પ્રાપ્તિની પ્રાર્થના કરવી જોઈએ. એવી માન્યતા છે કે પ્રાર્થનામાં ખૂબ જ શક્તિ છે, એનાથી તમારી બધી મનોકામના પૂર્ણ થાય છે.

image source

જ્યોતિષશાસ્ત્ર અનુસાર પ્રત્યેક રાશિ પર ગ્રહોનો પ્રભાવ હંમેશા બન્યો રહે છે. જો કુંડળીમાં ગ્રહોની અનુકૂળતા ન હોય તો પરિસ્થિતિઓ તમારા પક્ષમાં નથી રહેતી. એટલે ગ્રહોની સ્થિતિને સારી બનાવી રાખવા માટે દેવ વૃક્ષ જેમ કે કેળાનું વૃક્ષ, વડ અને પીપળાનું ઝાડના નીચે દીવો પ્રગટાવવો જોઈએ. પૂજા કરવાથી સકારાત્મકતા આવે છે જે તમને તણાવમાંથી મુક્ત કરે છે.

image source

દેવ વૃક્ષની નીચે દીવો પ્રગટાવવાથી તમને ગ્રહોના શુભ પરિણામ પ્રાપ્ત થાય છે. જેનાથી તમે પરીક્ષામાં સારા ગુણ મેળવી શકો છો. એ સિવાય વિદ્યાર્થીઓ પૂર્વ દિશા તરફ મોઢું રાખીને વાંચવું જોઈએ અને રોજ સવારે જલ્દી ઉઠીને વાંચવાનું ચાલુ કરો. આ સમયે કરવામાં આવેલું અધ્યયન સ્મરણ રહે છે. જેનાથી તમને પરીક્ષામાં લખતી વખતે સમસ્યા નથી થતી.

image source

આ સિવાય તમે પરિક્ષામાં સારા નંબર લાવવા માંગો છો તો તમારે સારો ખોરાક પણ ખાવો પડશે. તમારી ડાયેટ એવી હોવી જોઈએ જેમા પ્રોટીનની માત્રા વધુ હોય ખાવામાં લીલી શાકભાજી તાજા ફળ ડેયરી પ્રોડક્ટ ઈંડા ફીશ અને મીટનો સમાવેશ કરો. સૂપ .. ગ્રીન ટી અને ફ્રેશ જ્યુસ તમારા ડાયેટ ચાર્ટમાં સામેલ કરો. અને હા જંક ફૂડથી દૂર રહો. કારણ કે જંક ફૂડ તમારા પેટમાં જલ્દી ઈંફેક્શન કરે છે અને તમે પરીક્ષા સમયે બીમાર પડી શકો છો.. તેથી આને ટાળો

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!