સસ્તા સેનિટાઈઝરનો લોભ ફંગસને આપી શકે છે આમંત્રણ

કોરોના સંક્રમણથી બચવા માટે જો તમે રસ્તા પર મળતા સસ્તા સેનિટાઈઝર ખરીદી તેનાથી હાથ સાફ કરો છો તો સાવધાન થઈ જાઓ. આવા હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરવાથી શરીરને નુકસાન થાય છે. સાથે જ હવે સામે આવ્યું છે કે તેનાથી બ્લેક ફંગસ પણ થઈ શકે છે.

image source

એક રિસર્ચમાં સામે આવ્યું છે કે બ્લેક ફંગસ માટે સ્ટીરોયડ સિવાય ધૂળના કણ અને બજારમાં મળતા નકલી અને હલકી ગુણવત્તાના સેનિટાઈઝર પણ જવાબદાર છે. આ સસ્તા સેનિટાઈઝરમાં મેથેનોલની માત્રા જરૂર કરતાં ખૂબ વધારે હોય છે. જે આંખ અને નાકમાં જાય તો કોશિકાઓને મૃત કરે છે અને ફંગસને વધવા માટે સારું વાતાવરણ આપવા તૈયાર કરે છે.

image source

આઈઆઈટી-બીએચયૂમાં સિરામિક ઈંજીનિયર વિભાગના વૈજ્ઞાનિક ડો પ્રિતમ સિંહએ જણાવ્યાનુસાર આ સ્પ્રે સેનિટાઈઝરનો સ્પ્રે ચહેરાની નજીક કરવામાં આવે તો તેમાથી થોડું સેનિટાઈઝર આંખ અને નાકમાં પણ જાય છે. તેનાથી રેટિના સહિત નાકની કોશિકા મૃત થઈ જાય છે. આ સેનિટાઈઝરમાં 5 ટકા આસપાસ મિથેનોલ હોય છે જે ફંગસને વધવા માટે વાતાવરણ આપે છે. તેનાથી આંખનો રેટિના પણ ખરાબ થાય છે. તેનાથી આંખની રોશની ધીરે ધીરે ઘટે છે. જ્યારે વ્યક્તિ આંધળી પણ થઈ શકે છે.

image source

આમ થવાથી પ્રોટીલિસિસ પ્રક્રિયા શરુ થાય છે એટલે કે પ્રોટીનનું લિક્વિડ નીકળવા લાગે છે અને મૃત પ્રોટીન આસપાસ જામવા લાગે છે. ત્યારબાદ ફંગસ બનવાની પ્રક્રિયા શરુ થઈ જાય છે. તે શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ ઘટાડે છે અને ફંગસનો પ્રભાવ દેખાવા લાગે છે.

image source

જણાવી દઈએ કે બજારમાં મળતા નકલી સેનિટાઈઝરમાં પાંચ ટકા આસપાસ મેથેનોલ હોય છે જે ત્વચા અને સ્નાયુને નુકસાન પહોંચાડવા માટે પુરતા છે. એટલા માટે સેનિટાઈઝર એ જ વાપરવા જોઈએ કે યોગ્ય માપદંડ સાથેના હોય. કોઈપણ જગ્યાએથી સસ્તુ જોઈ સેનિટાઈઝર લેવું જોઈએ નહીં. આવા સેનિટાઈઝર વાપરવાથી શરીરને ભારે નુકસાન થાય છે.

image source

આ સિવાય નિષ્ણાંતો એમ પણ કહે છે કે સેનિટાઈઝર એ વાપરવા જોઈએ જેમાંથી ડ્રોપ પડતા હોય. સ્પ્રે થતો હોય તેવા સેનિટાઈઝર યોગ્ય નથી. તેનાથી તે આંખ અને નાકમાં જઈ શકે છે. આ સિવાય હાલના સમયમાં એવી જગ્યાઓએ જવાનું પણ ટાળવું જોઈએ જ્યાં બાંધકામ ચાલતું હોય.