ઘરમાં નોકરાણી હતી એકલી, મોકો જોતા જ દરવાજો બંધ કરીને કર્યું કંઇક એવું કે…આ VIDEO જોઈને તમે પણ નોકરાણી રાખતા પહેલા સો વખત વિચારશો

બદલાતી લાઈફ સ્ટાઈલ અને ધંધો કે નોકરી કરતા મોટા ભાગના પરિવારોમાં તમને નોકરો કે નોકરાણી જોવા મળે છે. જે તમારા ઘરની સાફ સફાઈ, રસોઈ કે કપડા ધોવા જેવા વગેરે કામ કરતા હોય છે. પરંતુ ક્યારેક આપણે આપણી સુવિધા માટે રાખેલી નોકરો આપણુ ણુ નુકશાન પણ કરી નાખતા હોય છે.

image source

ખાસ કરીને મોટા શહેરમાં એવા ઘણા બનાવો સામે આવ્યા છે કે જ્યા મોટી ઉમરના લોકોએ રાખેલા નોકરો પૈસાની લાલચે વૃદ્ધો સાથે મારપિટ કે ક્યારેક હત્યા કરી પૈસા લૂંટીને જતા રહે છે. જો કે આવુ બધી જગ્યાએ નથી બનતું. પરંતુ લાલચમાં આવેલી નોકરો ઘણી જગ્યાએ ચોરીને અંજામ પણ આપતા હોય છે.

સોશિયલ મીડિયા પર વીડિયો વાઈરલ

image source

નોંધનિય છે કે જ્યારે તમે ઓફિસ જાવ કે કામથી બહાર જાવ ત્યારે તમારા ઘરે નોકર-ચાકર હોય છે. આવી સ્થિતિમાં ઘણી વાર તેમની દાનત બગડે છે અને તમારા ઘરમાં રહેલા કિંમતી સામાન કે પૈસાની ચોરી કરતા અચકાતા નથી. હાલમાં સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો સામે આવ્યો છે જેને જોઈએ તમને વિશ્વાસ નહી આવે, જે નોકરાણીને તમે તમારા ઘરની જવાબદારી સોંપીને જાવ છો તે તમારી ગેરહાજરીમાં કેવા કેવા કામ કરે છે.

માલિકના કપડામાંથી પૈસા ચોરી કરવા લાગી

image source

સામે આવેલી આ ઘટના અંગે વાત કરીએ તો, એક ઘરમાં નોકરાણી ઘરની સાફ સફાઈ કરી રહી હતી આ દરમિયાન ઘરમાં કોઈ ન હોવાનો લાભ ઉઠાવી તેમના માલિકના કપડામાંથી પૈસા ચોરી કરવા લાગી હતી. તેમણે વોશરૂમમાં ટિંગાડેલા કપડામાંથી પૈસા કાઢી લેછે અને ફરી પોતાના કામે લાગી જાય છે પરંતુ તેમને ખબર નહોતી કે જે જગ્યાએ કે ચોરીને અંજામ આપી રહી છે ત્યાં સીસીટીવી લાગેલા છે.જ્યારે મલિકે આ બધું સીસીટીવીમાં જોયું ત્યારે તે પણ ચોંકી ગયા હતા.

નોકરાણીના આ કૃત્યથી ઘણા સવાલો ઉઠી રહ્યા છે

image source

તેમને વિશ્વાસ નહોતો આવી રહ્યો કે જેમને તે ઘરની જવાબદારી સોંપીને જઈ રહ્યા છે તે તેમની ગેરહાજરીમાં કેવા કેવા કામ કરી રહી છે. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ રહ્યો છે.

અને લોકો આ નોકરાણી પર ફિટકાર વરસાવી રહ્યા છે. આ ઉપરાંત લોકો હવે નોકર કે નોકરાણી રાખતા પહેલા સો વખત વિચારશે, નોકરાણીના આ કૃત્યથી ઘણા સવાલો ઉઠી રહ્યા છે. તેમણે આ પહેલા આવુ કૃ્ત્ય કેટલી વાર કર્યું હશે. જો ઘટના સીસીટીવીમાં કેદ ન થઈ હોત તો આ સત્ય ક્યારેય બહાર ન આવત.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત