ભારત દેશની આ જગ્યાથી સમગ્ર વિશ્વને લાગે છે મિર્ચી, આ પાછળની ગાથા છે ખુબ જ રસપ્રદ…

મિત્રો, આપણા દેશમા જ્યા સુધી કોઈપણ ભોજનમા યોગ્ય પ્રમાણમા તીખાશ ના હોય ત્યા સુધી કોઈપણ ભારતીય ભોજનને સ્વાદિષ્ટ માનવામા આવતુ નથી. આ ઉપરાંત તીખી મિર્ચીના તડકા વિના ક્યારેય પણ દાળ સ્વાદિષ્ટ બનતી નથી. મરચુ એ આપણા ભારતીય ભોજનનો એક ભાગ છે.

image source

જો કે, સમગ્ર વિશ્વમા અનેકવિધ જુદા-જુદા પ્રકારના મરચાનો ઉપયોગ કરવામા આવે છે. તમને એ જાણીને ગર્વ થશે કે, સમગ્ર વિશ્વનુ સૌથી તીખુ મરચુ આપણા દેશમા થાય છે. હા, તેને ‘ઘોસ્ટ ચીલી’ તરીકે પણ ઓળખવામા આવે છે. તે આસામ, નાગાલેન્ડ અને મણિપુરમા થાય છે.

ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમા પણ આપવામા આવ્યુ છે સ્થાન :

image source

ઘોસ્ટ ચીલીને વર્ષ ૨૦૦૭મા વિશ્વના સૌથી તીખા મરચાનો મેડલ મળ્યો હતો. તે માત્ર કોઈ દાવો નથી પરંતુ, તેને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમા પણ સામેલ કરવામા આવ્યો હતો. નિષ્ણાતો એવો દાવો કરે છે કે, તે સામાન્ય મરચા કરતા ૪૦૦ ગણુ વધુ તીખુ હોય છે. તેના છોડની ઊંચાઈ ૪૫ થી ૧૨૦ સેન્ટીમીટર છે અને આ મિર્ચ ૧ થી ૧.૨૫ ઇંચ પહોળી અને ત્રણ ઇંચ સુધી લાંબી હોય શકે છે. આ મિર્ચ ૭૫ થી ૯૦ દિવસમાં તૈયાર કરવામાં આવે છે. સમગ્ર વિશ્વમા તેની ભરપૂર માંગ છે.

સ્ત્રીઓ માટે ગણાય છે ઢાલ :

image source

આ મિર્ચનો ઉપયોગ ફક્ત ખોરાક તરીકે જ નહિ પરંતુ, દવા તરીકે પણ કરવામા આવે છે. મહિલાઓ માટે આ મિર્ચ સુરક્ષા ઢાલનુ કાર્ય કરે છે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સંસ્થાએ આ મરચાનો ઉપયોગ કરીને પેપર સ્પ્રે વિકસિત કર્યો છે. ડી.આર.ડી.ઓ.ના તેઝપુર યુનિટ દ્વારા આ સ્પ્રે વિકસાવવામાં આવ્યો હતો. મહિલાઓ તેને પોતાની સુરક્ષા માટે ઉપયોગ કરી શકે છે. આ સાથે જ ટીયર ગેસના શેલ બનાવવામાં પણ આ મિર્ચ ખુબ જ અગત્યનો ભાગ ભજવતી જોવા મળે છે.

સ્વાસ્થ્ય માટે પણ સાબિત થાય છે લાભદાયી :

image source

આ મીર્ચમા સામાન્ય રીતે અનેકવિધ પ્રકારના વિટામિન્સ સમાવિષ્ટ હોય છે. આ સાથે જ આ મીર્ચનો ઉપયોગ અનેકવિધ આયુર્વેદિક ઉપચાર અને અન્ય ઉપચારોમા પણ કરવામાં આવે છે. હાઈ બ્લડપ્રેશર, હાઈ કોલેસ્ટરોલ તેમજ કેન્સર જેવી અસાધ્ય બીમારીઓને દૂર કરવામા પણ આ મિર્ચ ઔષધી તરીકે ખુબ જ અસરકારક સાબિત થઇ શકે છે. આ ઉપરાંત ઘણી જગ્યાએ સ્થાનિક ઉપચારોમા પણ આ મીર્ચનો ઉપયોગ થાય છે. આમ, તે સ્વાસ્થ્યને સ્વસ્થ અને નીરોગી રાખવા માટે પણ ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. માટે આ મીર્ચનો ઉપયોગ તમારા રોજીંદા જીવનમા અવશ્યપણે કરો, ધન્યવાદ!

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત