જાહેરમાં આ સેલેબ્સ પત્નીના વખાણ કરતા થાકતા નથી જરા પણ, જાણો ઐશ-અભિએ શું કહ્યું એકબીજા વિશે

સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન

image source

કરીના કપૂર હંમેશા કહે છે કે સૈફ અને તે એકદમ એક જેવા છે… એકદમ મિરર ઇમેજની જેમ. “કદાચ એટલા માટે જ અમારા બંને વચ્ચે ખૂબ જ સારું બોન્ડિંગ છે.” જ્યારે પણ અમારી વચ્ચે કઈ થાય છે તો મારે જ મેચ્યોરિટી બતાવવી પડે છે, જ્યારે સૈફ મારાથી 10 વર્ષ મોટો છે. પણ એ પણ સાચું છે કે સૈફ મને ખૂબ જ પેમ્પર કરે છે, વધારે ધ્યાન આપે છે… તમે કહી શકો કે સૈફે મને એકદમ બગાડીને રાખી છે. ”

રણબીર કપૂર- આલિયા ભટ્ટ

image source

રણબીર કપૂર અને આલિયાની રિલેશનશિપ એક રીતે હવે ઓફિશિયલ બની ગઇ છે. બંને ખૂબ સારી બોન્ડિંગ શેર કરે છે. તેમની બોન્ડિંગની ત્યારે ખૂબ જ ચર્ચા કરવામાં આવી હતી જ્યારે એક ઇન્ટરવ્યુમાં રણબીરે આલિયાના વખાણ કરતાં કહ્યું હતું કે, આલિયા સાથે પ્રેમમાં હોવું એ એક પ્રકારની ખુશી છે. હું હવે ખૂબ જ પોઝિટિવ બની ગયો છું અને હું આલિયાને શ્રેય આપું છું. ” આ સિવાય એક અભિનેતા તરીકે રણબીરે આલિયાના ખૂબ વખાણ કર્યા હતા “આલિયા એક ખૂબ જ ડેડીકેટેડ અભિનેત્રી છે. આ ઉંમરમાં આટલું ડેડીકેટેડ હોવું એ બહુ મોટી વાત છે. પોતાના કામને લઈને એ ઘણી જ ફોક્સડ છે. એ ઉમદા એક્ટ્રેસ તો છે જ, સાથે સાથે કામ કરતા લોકો માટે પણ ઘણી જ હેલ્પફુલ છે.”

અભિષેક બચ્ચન-ઐશ્વર્યા રાય બચ્ચન

image source

અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા બોલિવૂડના પરફેક્ટ કપલ્સ છે. લગ્નના આટલા વર્ષો પછી પણ બંનેની કેમિસ્ટ્રી એવીને એવી જ છે. અભિષેક ઐશ્વર્યાની સુંદરતા, કુકિંગ સ્ટાઇલ, એમના સ્વભાવથી લઈને એમના ટેલેન્ટ સુધીની ઘણીવાર જાહેરમાં પ્રશંસા કરી ચુક્યા છે, એકવાર તો એમને કહ્યું હતું કે, “અમે ઘણા વર્ષો એક સાથે વિતાવ્યા, પણ આજે પણ સવારે જાગીને હું જોઉં છુ કે મારી બાજુમાં એશ છે, તો હું તેનો વિશ્વાસ નથી કરી શકતો. કદાચ આ મારા જીવનનો સૌથી મોટી ખુશી છે. ” તો ઐશ્વર્યા પણ અભિષેકના વખાણ કરતા થાકતી નથી.” અભિષેક વેલ મેનર્ડ માણસ છે અને મસ્તીખોર પણ છે, એમનું આ કોમ્બિનેશન મને ખુબ જ ગમે છે. એ લવિંગ છે, ક્યૂટ છે અને થોડા નાનકડા બાળક જેવા છે જે એમને પરફેક્ટ હસબન્ડ બનાવે છે.”

શાહરૂખ ખાન- ગૌરી ખાન

image source

શાહરૂખ અને ગૌરીના સંબંધની વચ્ચે ક્યારેય સ્ટારડમ નથી આવ્યું.ગૌરી કહે છે, “શાહરૂખ મારી જિંદગી છે અને મારી બધી ખુશી શાહરૂખ અને બાળકોની આસપાસ ફરે છે. એમના જેવા શ્રેષ્ઠ પતિ અને પિતાને મને ક્યાંય મળી જ નથી શકતા. હું ખરેખર ભાગ્યશાળી છું કે મને તે મળ્યા. હું તે પ્રકારની વ્યક્તિ નથી જે શાહરૂખના વખાણ કર્યા કરું. મારો તેમના માટેનો પ્રેમ મન્નતની ચાર દિવાલોમાં રહેલો છે. ”

શાહિદ કપૂર – મીરા રાજપૂત

image source

મીરાને એકવાર પૂછવામાં આવ્યું કે તમારો શ્રેષ્ઠ શોપિંગ પાર્ટનર કોણ છે, તો એમને તરત જ કહ્યું, શાહિદ કપૂર. તેઓ દરેક અર્થમાં બેસ્ટ છે.

બિપાશા બસુ- કરણ સિંહ ગ્રોવર.

image source

કરણ સિંહ ગ્રોવર સાથે લગ્ન કર્યા પછી બિપાશા કદાચ જ ક્યારેય હસબન્ડ વગર ક્યાંય દેખાઈ હશે. બંને સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરે છે. દરેક ઇવેન્ટમાં સાથે જાય છે. એકવાર જ્યારે બિપાશાને પૂછવામાં આવ્યું જતું કે કોઈ ઇવેન્ટમાં કરણ સાથે જવાનું કેવું લાગે છે તો એમને કહ્યું હતું કે ” કરણની સાથે હોવું એ દુનિયાની સૌથી સારી ફીલિંગ્સ છે. કરણ સાથે હોય તો અમે આખો દિવસ વાતો કર્યા કરીએ છીએ. શુ સારું લાગ્યું અને શું ખોટું એ વાત પર ડિસ્કસન કરીએ છીએ. અને સૌથી મોટી વાત હું એમના પોકેટમાં ટીશયું પેપર મૂકી શકું છે કારણ કે મારી પાસે તો પોકેટ હોતું નથી”

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!