વિરાટ કોહલીનો ધડાકો, હું 2014માં ડિપ્રેશનનો શિકાર હતો, સાથ આપનારા અનેક લોકો હતા છતાં મને કોઈ….

ડિપ્રેશનના કારણે કંઈ કેટલા લોકોના મોત થયા છે તો કેટલાય લોકોના કરિયરની પથારી ફરી ગઈ છે. 2020માં જ આપણે સમાચાર મળ્યા હતા કે સામાન્ય લોકોની સાથે સાથે સેલેબ્રિટી પણ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી રહ્યા છે. ત્યારે હવે આ જ યાદીમાં એક મોટુ નામ આવ્યું છે વિરાટ કોહલી. દિગ્ગજ બેટ્સમેન અને ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી પણ ડિપ્રેશનનો ભોગ બની ચૂક્યો છે. આ વાત છે 2014ની કે જ્યારે ઈંગ્લેન્ડના પ્રવાસે હતા ત્યારે ડિપ્રેશનનો સામનો કરી રહ્યો હતો.

image source

જો વિરાટ કોહલીએ જણાવ્યું એ પ્રમાણે વાત કરીએ તો ઈંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન તેમનું પ્રદર્શન ઘણું જ ખરાબ રહ્યું; તે સતત અસફળ થઈ રહ્યો હતો; ત્યારે તેને થયું કે તે દુનિયામાં એકલો જ છે. વિરાટે આખરે હવે સ્વીકાર્યું છે કે એ સમયગાળા દરમિયાન તે પોતાના કરિયરના મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો હતો. જ્યારે આગળ વાત કરતાં કોહલીને પૂછવામાં આવ્યું કે તે ક્યારેય ડિપ્રેશનમાં રહ્યો છે, તો તેણે કહ્યું, ‘હા, મારી સાથે આવું થયું હતું. તે વિચારીને સારું લાગતું ન હતું કે તમે રન બનાવી શકો નહીં અને મને લાગે છે કે તમામ બેટ્સમેનને કોઈ સમયે એવો અનુભવ થાય છે કે તેમનું એકપણ વસ્તુ પર કોઈ જ નિયંત્રણ નથી.’

image source

સામાન્ય રીતે ટીમ ઈન્ડિયાને હંમેશા મોજમાં રાખનારો અને નવો ઉત્સાહ ભરનારો કેપ્ટન કોહલી આ વિશે આગળ વાત કરે છે કે તેમની જિંદગીમાં તેમનો સાથ આપનારા લોકો તો હતા, પરંતુ તેમ છતાં એકલતાનો અનુભવ થતો હતો. ખાનગી રીતે એ મારા માટે નવું હતું કે તમે મોટા ગ્રુપનો ભાગ હોવા છતાં એકલતાનો અનુભવ કરી રહ્યા હોવ. હું એમ નહીં જણાવું કે મારી સાથે વાત કરવા માટે કોઈ ન હતું, પરંતુ વાત કરવા માટે કોઈ પ્રોફેશનલ ન હતું કે મને સમજી શકે કે હું કયા સમયમાંથી પસાર થઈ રહ્યો છું કે જેના લીધે આવું થાય છે. કોહલીએ આગળ વાત કરી કે, ખરાબ સમય ચાલતો હોય ત્યારે ખબર ન પડે કે આ સમયને કઈ રીતે પસાર કરવાનો છે. આ એ સમય હતો જ્યારે હું વસ્તુઓને બદલવા માટે કંઈ જ કરી શકતો ન હતો. મને એવો અનુભવ થતો હતો કે વિશ્વમાં હું એકલી જ વ્યક્તિ છું.

image source

કેપ્ટન કોહલીએ આગળ વાત કરી હતી કે ‘અનેક લોકો લાંબા સમય સુધી આ પ્રકારનો અનુભવ કરે છે, જેમાં મહિનાઓ લાગી જાય છે. આવું સમગ્ર ક્રિકેટ સત્રમાં બની શકે છે. લોકો એમાંથી બહાર નથી આવી શકતા. હું સંપૂર્ણ ઈમાનદારીની સાથે પ્રોફેશનલ મદદની જરૂરિયાતનો અનુભવ કરું છું. કોહલી લોકોને જણાવવા માંગે છે કે માનસિક સ્વાસ્થ્યના મુદ્દાને અવગણી ન શકાય, કેમ કે એનાથી કોઈપણ ખેલાડીનું કરિયર બરબાદ થઈ શકે છે. એક એવી વ્યક્તિ હોવી જોઈએ, જેની પાસે કોઈપણ સમયે જઈને તમે એમ કહી શકો કે સાંભળો હું અસહજ અનુભવું છું. મને ઊંઘ નથી આવતી. હું સવારે ઊઠવા નથી માગતો. મને મારા પર વિશ્વાસ નથી કે હું શું કરું. હવે કોહલીની આ વાત વાયરલ થઈ રહી છે અને લોકો પણ ચોકી ગયા છે કે આખરે આટલા મોટા લોકો પણ ડિપ્રેશનનો ભોગ બની શકે છે.

image source

2014ના ઈંગ્લેન્ડ પ્રવાસ વિશે વાત કરીએ તો કોહલી ત્યારે ખુબ જ ખરાબ પ્રદર્શન કરી રહ્યો હતો અને એ પ્રવાસ પણ તેના માટે ખુબ નિરાશાજનક રહ્યો હતો. તેણે પાંચ ટેસ્ટ મેચની 10 ઈનિંગ્સમાં માત્ર 13.50ની સરેરાશથી જ રન બનાવ્યા હતા. 2014માં કોહલીનો સ્કોર 1, 8, 25, 0, 39, 28, 0, 7, 6 અને 20 રન રહ્યો હતો. એ બાદ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન કોહલી પરત ફરતાં શાનદાર 692 રન બનાવ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!