Site icon News Gujarat

તમે પણ પીડાવ છો અનિન્દ્રાની સમસ્યાથી તો આજે જ કરો આ ખાસ પ્રકારની ચોકલેટનું સેવન અને મેળવો રાહત…

મિત્રો, દિવસની સારી શરૂઆત માટે કંઈક મીઠુ આવશ્યક છે. તેથી જ ચોકલેટ બાળકો અથવા પુખ્ત વયના લોકો માટે પ્રિય હોય છે. કેટલાક ખાસ પ્રકારની ચોકલેટ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોવાનું કહેવાય છે. જ્યાં તે અનેક ગંભીર રોગો ને આપણા શરીરથી દૂર રાખવામાં આપણી મદદ કરી શકે છે.

image source

ચોકલેટ ખાવાથી આપણો સ્ટ્રેસ પણ ઓછો થાય છે. સામાન્ય રીતે લોકો સ્વાદ માટે ચોકલેટનું સેવન કરે છે. કેટલીક વાર ડોકટરો પણ લોકોની બ્લડ પ્રેશરની સમસ્યાઓ માટે પણ આ ખાસ પ્રકારની ચોકલેટ ખાવાની ભલામણ કરતા રહેતા હોય છે.

હવે એક એવી ચોકલેટ લોન્ચ કરવામાં આવી છે, જે માત્ર તણાવ ઘટાડવા માટે જ નહીં, પરંતુ રોગપ્રતિકારક શક્તિ વધારવા, ઊર્જા અને અનિદ્રા આવવા જેવી સમસ્યાઓ સામે લડવા માટે પણ અસરકારક હોવાનું કહેવાય છે. એપ્રિલમાં લોન્ચ થયેલી આ ચોકલેટ, જેનું નામ એડબલ્યુએસયુએમ છે, તે આયુર્વેદથી પ્રભાવિત એક કાર્યકારી ચોકલેટ હોવાનું કહેવાય છે.

image source

અવસુમ ચોકલેટ કંપનીના સીઈઓ પ્રણવ કહે છે, ” આયુર્વેદમાં પહેલેથી જ કેટલીક જડીબુટ્ટીઓ છે જે વિવિધ શારીરિક સમસ્યાઓ માટે સૂચવવામાં આવે છે. આ વિના અહીં ચોકલેટના ચાર વેરિએન્ટ લોન્ચ કરવામાં આવ્યા છે. તેમાં સ્લીપિંગ ડિસઓર્ડર, ઇમ્યુનિટી બૂસ્ટર, સ્ટ્રેસ રિલિવર અને એનર્જી માટે ખાસ પ્રકારની ચોકલેટનો સમાવેશ થાય છે. તે આજકાલના યુવાનોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે.”

image source

તણાવ ને અનેક ગંભીર રોગોનું મુખ્ય કારણ માનવામાં આવે છે. તણાવથી બચવા માટે લોકો અનેક પ્રકારના ઉપાયો કરતા હોય છે. તે આજે આપણને આ ચોકલેટ તેને દુર કરવામાં આપણી ખૂબ મદદ કરી શકે છે. તેમાં તણાવ ઘટાડવાના વિશેષ ગુણ પણ રહેલા છે. ઇમ્યુનિટી ચોકલેટ પણ બાળકોને ખવડાવી શકાય છે. તેમાં વિવિધ ઉત્પાદનો અનુસાર સામગ્રી રહેલી છે. ઇમ્યુનિટી માટે બનેલી આ ચોકલેટમાં અશ્વગંધા, આમળા, હળદર, ગિલોય અને જિંજર જેવી વસ્તુઓનો પણ તેમાં ઉપયોગ કરવામાં આવ્યો છે.

image source

આ ચોકલેટ ફૂડ સ્ટાન્ડર્ડ્સ પર પણ ખરા ઉતર્યા છે, અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એફએસએસએઆઇ) દ્વારા તેને લાઇસન્સ પણ આપવામાં આવ્યું છે. આગામી દિવસોમાં આ માંગમાં વધુ વધારો થવાની સંભાવના છે. આ ચોકલેટ ખાવાથી આપણી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. ઇમ્યુનિટી ચોકલેટ આપણે બાળકોને પણ ખવડાવી શકીએ છીએ. તેનાથી બાળકોની ઇમ્યુનિટીમાં પણ વધારો થશે. આ ચોકલેટ આજની આ નવી યુવા પેઢીના લોકોને ધ્યાનમાં રાખીને જ બનાવામાં આવી છે. આ ચોકલેટ આપણા સ્વાસ્થને કોઈ પણ જાતનું નુકશાન પહોચાડતી નથી.

Exit mobile version