Site icon News Gujarat

ખાવાનું ખાતી સમયે રાખી લો આ વાતનું ધ્યાન, નહીં તો માતા લક્ષ્મી થઈ શકે છે નારાજ

ધાર્મિક માન્યતા અનુસાર રાતના સમયે કેટલીક ચીજો ખાવાના ખાસ નિયમ બનાવી લેવા જરૂરી છે. કહેવાય છે કે તેની અસર મનુષ્યના સ્વાસ્થ્ય પર પણ થાય છે. સાથે આર્થિક સ્થિતિ પર પણ તેની ખરાબ અસર પડે છે. માનવામાં આવે છે કે રાતના સમયે કેટલીક ચીજો ખાવામાં આવે તો દેવી લક્ષ્મી નારાજ થઈ જાય છે. જેનાથી ધન સંબંધી પરેશાનીઓ થવા લાગે છે. આ સાથે આપને જણાવી દઈએ કે ખાવાનું ખાતી સમયે દિશા, સમય અને કેટલીક ખાસ ચીજોનું ધ્યાન રાખી લવાથી આર્થિક તંગીથી પણ બચી શકાય છે. તો જાણો ખાવાનું ખાતી સમયે કઈ ભૂલો કરવાનું ટાળવું જોઈએ.

રાતે ન ખાઓ આ ચીજો

image source

ધાર્મિક માન્યતા અનુસાર રાતના સમયે દૂધ પીવું યોગ્ય માનવામાં આવે છે. દહીંનું સેવન પણ રાતના સમયે કરવું નહીં. તેનું એક કારણ એ છે કે દહીંને ઠંડો પદાર્થ માનવામાં આવે છે અને રાતે તેને ખાવાથી શરદી અને ખાંસી થઈ શકે છે. આ સાથે એમ પણ કહેવાય છે કે આવું ભોજન રાતે કરવાથી ધનહાનિ થાય છે. આ સિવાય ચોખા, સત્તૂ, મૂળા પણ રાતે ખાવા નહીં.

દિશા અને જગ્યાનું રાખો ધ્યાન

image source

માન્યતા છે કે ભોજન કરતી સમયે તમારું મોઢું પૂર્વ કે પછી ઉત્તર દિશાની તરફ હોય તે યોગ્ય છે. નહીં તો તમને ધનહાનિ થઈ શકે છે. આ સાથે જૂતા પહેરીને પણ ક્યારેય ભોજન કરવું નહીં. ખાવાનું ખાવાની સૌથી સારી જગ્યા રસોઈ ઘરને માનવામાં આવે છે. માન્યતા છે કે રસોઈમાં બેસીને ખાવાનું ખાવાથી રાહુ ગ્રહ શાંત રહે છે.

ખાવાનું બનાવતી સમયે આ વાતનું રાખો ધ્યાન

image source

કહેવાય છે કે ખાવાનું હંમેશા સ્નાન કરીને બનાવવું જોઈએ. પહેલી રોટલીના 3 ભાગ કરીને એક ભાગ ગાયને, બીજો ભાગ કૂતરાને અને ત્રીજો ભાગ કાગડાને ખવડાવી લો. ફરી અગિનદેવને ભોગ લગાવીને ઘરના લોકોને ભોજન કરાવો.

image source

માન્યતા એમ પણ છે કે હાથ પર રાખીને અને તૂટેલા ફૂટેલા વાસણમાં ભોજન ન કરવું જોઈએ. જ્યારે પીપળા અને વટવૃક્ષની નીચે ભોજન કરવું જોઈએ નહીં.

image source

ખાવાનું ક્યારેય અપમાન પણ કરવું નહીં અને સાથે ભોજન જે મળે તે પ્રેમથી ખાઈ લેવું. તેની નિંદા ન કરો. આ સિવાય ક્યારેય જૂતા પહેરીને કે માથું ઢાંકીને પણ ભોજન કરવું નહીં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Exit mobile version