આઈફોન યુઝર્સ વોટ્સએપનો ઉપયોગ કરવામાં રહો સાવધાન, નહિં તો ફોનનો પર્સનલ ડેટા…

વોટ્સએપનું નકલી વર્ઝન આજકાલ ખૂબ વાયરલ થયું છે. જો તમે ભુલથી આ ફેક વર્ઝનને તમારા આઈફોનમાં ઈંસ્ટોલ કરી લેશો તો તમે મોટી મુસીબતમાં મુકાઈ શકો છો. જાણવા મળ્યાનુસાર આ ફેક વર્ઝનને ઈટલીની એક સર્વેલંસ કંપનીએ તૈયાર કર્યો છે. આઈફોન માટે લોન્ચ થયેલા આ વોટ્સેપની સૌથી મોટી સમસ્યા એ છે કે તે યૂઝરના ફોનની તમામ જાણકારીને લીક કરી શકે છે. આ જાણકારી આ ફેક વર્ઝનના કારણે સરળતાથી હૈકર્સ સુધી પહોંચી શકે છે.

image source

કેટલાક રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે આ એપની મદદથી હૈકર્સ તમારા ફોનમાં તમને ખબર પણ પડે નહીં તે રીતે એક સોફ્ટવેર ઈંસ્ટોલ કરી શકે છે. આ સોફ્ટવેરની મદદથી તે ફોનમાં રહેલી તમામ જાણકારીઓને સરળતાથી મેળવી શકે છે.

image source

વોટ્સએપના આ નવા ફેક વર્ઝનની જાણકારી સિટિઝન લૈબે આપી છે. ટોરંટો વિશ્વવિદ્યાલયમાં સાયબરસ્પેસ લૈબે મધરબોર્ડ સાથે આઈફોન માટે જાહેર થયેલા નકલી વોટ્સએપનો પણ ભંડાફોળ કર્યો છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ નકલી એપ સીફોરગેટે તૈયાર કરી છે. આ ફેક વોટ્સએપનો ખુલાસો ત્યારે થયો જ્યારે એપ પર યૂઝર્સ વિરુદ્ધ હુમલાની ખબર પડી હતી. આ અંગે તેણે ટ્વીટ કરી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે ફોનની જાણકારીઓ વેબસાઈટ હૈકર્સને આપવામાં આવી હતી.

image source

જેને કેટલીક ફિશિંગ પેજ પર પણ જોવામાં આવી હતી. ખાસ પ્રકારના ડોમેનથી આઈફોનમાં ઈંસ્ટોલ થયેલા વોટ્સએપની ડિઝાઈનથી લઈ થંબ સુધી બધું જ અસલી વોટ્સએપ જેવું જ હોય છે. ઈંસ્ટોલ કરવા પર નિર્દેશ પણ આપવામાં આવ્યા હતા.

image source

જો કે અત્યાર સુધીમાં એ સ્પષ્ટ થયું નથી કે આ વોટ્સેપ કોણે તૈયાર કર્યું છે. એટલે કે તે એજન્સીનું નામ સામે આવ્યું નથી. પરંતુ વોટ્સએપના પ્રવક્તાએ કહ્યું છે કે આ નકલી વર્ઝન તૈયાર કરનાર વિરુદ્ધ કાર્યવાહી થશે. આ અંગે તપાસ પણ શરુ કરી દેવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત