Site icon News Gujarat

જ્યોતિષના આ ઉપાયોથી તમારો ગુસ્સો તરત જ પડી જશે શાંત, જાણી લો આ અસરકારક ઉપાયો

જ્યોતિષશાસ્ત્ર મુજબ જ્યારે ગ્રહોની સ્થિતિ અનુકૂળ ના હોય તો પછી દરેક વ્યક્તિના જીવનમાં મુશ્કેલીઓ આવવા લાગે છે. દરેક ગ્રહ પોતાની અલગ-અલગ અસર બતાવે છે. જ્યોતિષશાસ્ત્રમાં મંગળને હિંમત અને શકિતનુ પ્રતીક માનવામાં આવે છે.

image source

જો કોઈ ની કુંડળીમાં મંગળ ની સ્થિતિ યોગ્ય નથી, તો તે વ્યક્તિના જીવનમાં ઘણી વ્યક્તિગત અને આરોગ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તો ચાલો જાણીએ અશુભ મંગળની અસર વ્યક્તિ પર કેવી થાય છે? અને તેના શું આવે છે પરિણામ?

મંગળ ના કારણે આવા રોગ ઘેરીલે છે

image source

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઇ વ્યક્તિનો મંગળ ખરાબ હોય તો રક્ત સંબંધીત સમસ્યાઓ થાય છે. તેમને બ્લડ પ્રેશર ફંગસ જેવી સમસ્યાઓ થવા લાગે છે. આ સિવાય વ્યક્તિ ને કિડનીના રોગ, પથરી, સંધિવા અને આંખો ને લગતી સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે.

મંગળની ખરાબ સ્થિતિની અસર

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જો આવા વ્યક્તિ નો મંગળ નબળો હોય તો આવા લોકો ખૂબ ગુસ્સે થાય છે. તેમને વાતવાતમાં બીજા પર ગુસ્સો આવે છે અનેક વખત આ લોકોએ તેમના ક્રોધને કારણે મુશ્કેલીમાં મુકાઇ શકે છે. વ્યક્તિને મંગળ ની ખામીને લીધે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, વધુ ગુસ્સો આવે છે કારણે મંગળ અશુભ પરિણામ આપે છે.

image source

મંગળની અસરને કારણે વ્યક્તિને ગુસ્સો બહુ આવતો હોય છે. એટલે ઘરમાં દીવાલોનો રંગ લાલ કે એવો ભડકીલો નહીં પણ સૌમ્ય રાખવો જોઇએ. લાલ રંગ આંખમાં સતત દેખાતો હોય તો તે મનને ઉશ્કેરવા પ્રેરે છે. મંગળની અસર વાળી વ્યક્તિઓએ તમામ સંજોગોમાં પોતાના મગજને શાંત અને કાબૂમાં રાખવું જોઇએ. ગુસ્સો વધુ કરવાથી કે ઉશ્કેરાવાથી તેનું બ્લડ પ્રેસર વધવાની સંભાવના રહે છે.

મંગળને સુધારવાના ઉપાય

image source

જો કોઈ વ્યક્તિ ની કુંડળીમાં મંગળ અશુભ પ્રભાવ આપી રહ્યો છે, તો તેણે હનુમાન ચાલીસા અથવા બજરંગ બાણ ના પાઠ કરતા રહેવુ જોઈએ. તમારે તમારા વર્તનને સારું રાખવું જોઈએ, તેમજ જેમ બને તેમ ગુસ્સે થવાનું ટાળવું જોઈએ. ભગવાન શિવની ઉપાસના કરવાથી પણ મંગળ ઠીક થવા લાગે છે. મંગળવારે ઘઉં, તાંબુ, લાલ કાપડ, લાલ ફળો અને ગોળ વગેરે વસ્તુઓનું દાન કરો.

મંગળના બીજ મંત્ર “ॐ हूं श्री भौमाय नम:” નો ૧૦૮ વાર જાપ કરવો. મંગળવાર નું વ્રત કરી ગરીબો ને ભરપેટ જમાડવા. મંગળવારની સાંજે હનુમાનજી સામે સરસવના તેલનો દીવો કરવો. મંગળને મજબુત કરવા માટે પાણીમાં ચંદન કે કુમકુમ નાંખી સ્નાન કરવું જોઈએ. લાલ ફૂલોને વહેતી નદીમાં પધરાવવા જોઈએ.

image source

આ ઉપરાંત દરેક બાબતે દલીલો કરવાની ટેવ છોડી દેવી જોઇએ. વાણી પર ખાસ કાબૂ રાખવો જોઇએ. ગમે તેને ગમે તે એલફેલ કહી ન દેવાય તે માટે સતર્ક રહેવું જોઇએ. મંગળવાળી વ્યક્તિ નો સ્વભાવ ઉતાવળિયો હોય છે. વિચાર્યા વિના તેમણે કોઇ નિર્ણયો ન લેવા. મંગળવાળા લોકોએ કદી વિવેક ગુમાવવો ન જોઇએ. મંગળવારે હનુમાનજીને વંદન કરીને તેમના પગમાં ચડાવેલા સિંદુરનો પોતાના કપાલે ચાંલ્લો કરવો જોઇએ. જેમના પાર હનુમાનજી ની કૃપા દૃષ્ટિ રહે તેનું કંઇ અહિત થઇ શકતું નથી. હનુમાનજીની ભક્તિ રામબાણ છે. વાંદરાઓ ને મંગળ વાકે ચણા અને ગોળ ખવ઼ડાવવો જોઇએ.

Exit mobile version