તમને આમાંથી કયો ડાયલોગ સૌથી વધારે ગમે છે? જણાવો અમને કોમેન્ટમાં…

બૉલીવુડ ફિલ્મોમાં હોળીના તહેવારને ખાસ જગ્યા આપવામાં આવી છે. એવી ઘણી બૉલીવુડ ફિલ્મો છે જેના હોળીના ડાયલોગ આજે પણ લોકોના મોઢે છે. આજે પણ લોકો ફિલ્મ શોલેના ગબ્બરનો ડાયલોગ યાદ કરીને પૂછે છે “હોળી કબ હે? “બોલિવુડના આ હોળી સ્પેશિયલ ડાયલોગ્સમાંથી તમને કયો ડાયલોગ ગમે છે?

1. હોળી કબ હે? કબ હે હોળી (ફિલ્મ શોલે)

image source

ફિલ્મ શોલેમાં ગબ્બર એટલે કે જાણીતા અભિનેતા અમઝદ ખાન પોતાના અનોખા અંદાજમાં પૂછે છે કે “હોળી કબ હે? કબ હે હોળી? ગબ્બર દ્વારા બોલાયેલો આ ડાયલોગ આજે પણ લોકોના મોઢે હોય છે અને આજે પણ ઘણા લોકો ગબ્બરને યાદ કરીને પૂછે છે “હોળી કબ હે?”

2. ઇશ ઘર મેં આયેગી આપકી ડોલી… એન્ડ વોશિંગ યુ એ વેરી હેપી હોળી. (ફિલ્મ રામલીલા)

image source

બોલિવુડના મોસ્ટ રોમેન્ટિક કપલ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની ફિલ્મ રામલીલામાં પણ હોળીને ખાસ જગ્યા આપવામાં આવી છે, આ બંને સ્ટાર્સની આ ફિલ્મ દર્શકોને ખૂબ જ ગમી હતી. આ ફિલ્મમાં આ ડાયલોગ દીપિકા પાદુકોણની માતા સુપ્રિયા પાઠક બોલે છે. સુપ્રિયા પાઠક જે અંદાજમાં આ ડાયલોગ બોલ્યો હતો એને આજે પણ દર્શકો ભૂલી નથી શક્યા.

3. બચપણ સે આજ તક મેને કભી હોળી નહિ ખેલી…લેકિન અબ ખેલુંગા..ખૂન કી હોળી (ફિલ્મ ઇન્ટરનેશનલ ખિલાડી)

Film international player
image source

બોલિવુડના ખેલાડી અક્ષય કુમારે ખિલાડી સિરીઝની ઘણી ફિલ્મો કરી છે એ ફિલ્મોમાંથી એક છે ઇન્ટરનેશનલ ખિલાડી. અક્ષય કુમારે ફિલ્મ ઇન્ટરનેશનલ ખિલાડીમાં આ ડાયલોગ બોલ્યો હતો અને એમનો આ ડાયલોગ ખૂબ જ ફેમસ પણ થયો હતો. આજે પણ હોળીની વાત આવે તો દર્શકોને અક્ષય કુમારનો આ ડાયલોગ યાદ આવી જાય છે.

4. કલ હમ હોળી ખેંલેગે…લેકિન ઇસ હોળી મેં ગુલાલ કી બજાય ધુંઆ ઊડેગા…પિચકારીઓ સે રંગ નહિ બંદૂકો સે ગોળીયા નિકલેગી…ગીતો કી જગહ ચિખે ઓર લાજ કી જગહ લાશે ટપકેગી.

image source

ફિલ્મ ઇલાકામાં જાણીતા અભિનેતા અમરીશ પુરી દ્વારા બોલાયેલો આ ડાયલોગ ખૂબ જ લોકપ્રિય થયો હતો. આટલા વર્ષો પછી પણ આજે પણ લોકો આ ફિલ્મના આ ડાયલોગને નથી ભૂલ્યા.

5.પચાસ પચાસ કૉસ દૂર જબ ગાવ મેં હોળી હોતી હે…તો તો મા કહેતી હે સોજા બેટા સોજા..વરના અપની પિચકારી લેકર જબ્બર આ જાયેગા (ફિલ્મ ક્યાં કુલ હે હમ 3)

image source

ક્યાં કુલ હે હમ 3 ફિલ્મનો આ ડાયલોગ ફિલ્મ શોલેમાં ગબ્બરની નકલ છે પણ આ ફિલ્મમાં એનું પિકચરાઈઝેશન ખૂબ જ અલગ છે એટલે આ ડાયલોગ પણ દર્શકોને આજે પણ યાદ છે.

6. હોળી ખેલને કા ઇતના શોક હે…પર તેરી પિચકારી મેં દમ નહિ (ફિલ્મ ડર્ટી પિક્ચર).

image source

વિદ્યા બાલનની બોલ્ડ એન્ડ બ્યુટીફૂલ ફિલ્મ ડર્ટી પિક્ચરના જબરદસ્ત ડાયલોગ્સમાંથી આ એક છે. ફિલ્મમાં વિદ્યા બાલન જ્યારે આ ડાયલોગ બોલે છે તો દર્શક સુન્ન રહી જાય છે એટલે આ ડાયલોગ દર્શકો ભૂલી નથી શક્યા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *