Site icon News Gujarat

સ્લમ વિસ્તારના લોકોની ઈમ્યૂનિટી પાવરફૂલ, માત્ર 4.25 ટકા જ સંક્રમિત, આ વર્ગના લોકો જલદી આવી જાય છે ઝપેટમાં

કોરોના વાયરસથી સંક્રમિત સૌથી વધારે પીડિત મધ્યમ અને ઉચ્ચ વર્ગના ૭૦% લોકો, જયારે ઝુંપડીઓમાં રહેતા લોકોની ઈમ્યુનીટી પાવર સૌથી વધારે, ફક્ત ૪.૨૫% લોકો જ કોરોના વાયરસથી પીડિત.

image source

-સૌરાષ્ટ્ર યુનીવર્સીટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડૉ. યોગેશ જોગસણના માર્ગ્દેર્શ્ન હેઠળ નિમિષા પડારિયા દ્વારા સર્વે કરવામા આવ્યો.

-રફ એન્ડ ટફ જીવન જીવી રહેલ વ્યક્તિઓમાં રોગપ્રતિકારક ક્ષમતા વધારે જોવા મળી છે. એટલા માટે કોરોના વાયરસથી સંક્રમિત સૌથી ઓછા કેસ.

image source

કોરોના વાયરસનું સંક્રમણ અલગ અલગ વ્યક્તિઓ પણ અલગ અલગ રીતે પ્રબહ્વિત કરે છે. જેના માટે અસરકર્તા પરિબળો જેવા કે, વ્યક્તિની ઉમર, જાતિ (સ્ત્રી/ પુરુષ) અને ખાસ કરીને અસર કરનાર પરીબળ તરીકે તેઓની જીવન જીવવાની પદ્ધતિ અને ખોરાક ઘણો મહત્વનો ભાગ ભજવે છે. આવી જ રીતે જો કોઈ દર્દી પહેલેથી જ અન્ય કોઈ બીમારીથી પીડાઈ રહી હોય તો આવી વ્યક્તિ માટે કોરોના વાયરસનું સંક્રમણ વધારે ઘાતક સાબિત થાય છે, આ સાથે જ કોરોના વાયરસના સંક્રમણને વધારે કે ઓછા પ્રમાણમાં કરવા માટે વ્યક્તિની જીવનશૈલી અને ખોરાક ખુબ જ મહત્વનો ભાગ ભજવે છે. સૌરાષ્ટ્ર યુનીવર્સીટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડૉ. યોગેશ જોગસણના માર્ગદર્શન હેઠળ પીએચડી કરી રહેલ વિદ્યાર્થી નિમિષા પડારિયા દ્વારા કોરોના વાયરસથી પીડિત ૭૨૦ દર્દીઓનો સર્વે કરવામાં આવ્યો છે. આ સર્વે પ્રમાણે, મધ્યમ અને ઉચ્ચ વર્ગના નાગરિકોને સૌથી વધારે ૭૦%, જયારે નિમ્ન- મધ્યમ વર્ગના નાગરિકોમાં ૨૫% અને સૌથી ઓછા પ્રમાણમાં નિમ્ન વર્ગના નાગરિકોમાં ૪.૨૫% નાગરિકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. આવી રીતે આ સર્વે પરથી એવું કહી શકાય છે કે, કોરોના વાયરસથી સંક્રમિત થવા પાછળ લોકોની જીવનશૈલી અને ખોરાક ઘણો મહત્વનો ભાગ ભજવે છે.

રોજીંદા ભોજનમાં જો તમામ પૌષ્ટિક આહાર લેવામાં આવે તો કોરોના વાયરસના સંક્રમણથી બચી શકાય.

image source

જેવી રીતે જીવન જીવવા માટે શ્વાસ લેવો જરૂરી છે તેવી રીતે શરીરને સ્વસ્થ રાખવા માટે શરીરને જરૂરી પ્રમાણમાં અને પૌષ્ટિક ભોજનનું સેવન કરવું પણ એટલું જ જરૂરી છે. આજના સમયમાં ભોજનના પર્યાય તરીકે જંકફૂડને આખા વિશ્વમાં પસંદ કરવામાં આવી રહ્યું છે જે હકીકતમાં આપણા શરીરના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક અને લાંબા સમયે રોગોને આમંત્રણ આપે છે. જો દરેક વ્યક્તિ પોતાની જાગૃતતાથી તમામ વસ્તુઓમાં પોષણ શોધવા લાગે છે તો તે વ્યક્તિ પોતાને નાની- મોટી મુશ્કેલીઓથી બચાવી શકે છે અને પોતાના રોજીંદા ભોજનમાં જો તે વ્યક્તિને તમામ પૌષ્ટિક આહાર લેવા તરફ ધ્યાન આપે છે તો તે વ્યક્તિ પોતાને ઘણી બધી બીમારીઓથી અને કોરોના વાયરસના સંક્રમણથી પણ પોતાને બચાવી શકે છે.

નિમિષા પાડરીયા દ્વારા કરવામાં આવેલ સર્વે દરમિયાન પૂછવામાં આવેલ પ્રશ્નો.

પ્રશ્ન- ૧. શું આપ કોરોના વાયરસ સંક્રમણ વિષે સમાચાર સતત જોવો છો?

હા- ૫૫%

ના- ૪૦%

ક્યારેક- ૫%

image source

પ્રશ્ન- ૨. શું આપને કોરોના વાયરસ સંક્રમણનો પહેલા કરતા વધારે ભય કે ડર લાગે છે?

હા- ૯૬%

ના- ૪%

પ્રશ્ન- ૩. ભોજન કરવામાં આપ કેવા પ્રકારનું ભોજન લેવાનું પસંદ કરો છો?

શુદ્ધ સાત્વિક ભોજન- ૩૦%

જંકફૂડ- ૪૫%

ભાવે એવું જ- ૧૮%

શરીરને અનુકુળ હોય તેવું- ૭%

પ્રશ્ન- ૪. કોરોના વાયરસ સંક્રમણ વિષે ભયજનક સમાચાર વાંચીને કે પછી જોઈને વધારે ભય લાગે છે?

હા- ૬૦%

ના- ૩૦%

સમાચાર વાંચતો/ વાંચતી નથી- ૧૦%

પ્રશ્ન- ૫. કોઈ સગા- સંબંધીના કોરોના વાયરસથી સંક્રમિત થયાની જાણ થાય છે તો આપ કોરોના વાયરસથી સંક્રમિત થશો તેવો વિચાર આવે છે?

-અખો દિવસ વાડીમાં કામમાં એટલા બધા વ્યસ્ત હોઈ છીએ કે, સાંજે આવીને થાકીને સુઈ જઈએ છીએ. એમાં આવું કઈ વિચારવાનો સમય હોતો નથી અને કેટલીક બાબતો અમને અસર પણ નથી કરી રહી. જો થાય તો પણ હવે બધું જ કુદરત પણ છોડી દીધું છે.

image source

પ્રશ્ન- ૬. કોઈ વ્યક્તિને શરદી કે પછી ઉધરસ આવે છે તો એનો ચેપ આપને લાગી જશે એવું લાગે છે?

હા- ૭૦%

ના- ૨૫%

ક્યારેક- ૫%

પ્રશ્ન- ૭. ઘરમાં કોઈ વ્યક્તિ કોરોના વાયરસથી સંક્રમિત થઈ જાય છે તો આપ તે વ્યક્તિને માનસિક રીતે મજબુત બનાવવાના પ્રયાસો કરો છો?

હા- ૪૭%

ના- ૫૩%

પ્રશ્ન- ૮. આપના નજીકના સગા- સંબંધીના કોરોના વાયરસથી સંક્રમિત થયાના સમાચાર સાંભળો છો ત્યાર બાદ આપનું ઓક્સિજન લેવલ ઘટ્યું હોય તેવું બન્યું છે?

હા- ૪૦%

ના- ૫૦%

ક્યારેક- ૧૦%

પ્રશ્ન- ૯. અત્યાર સુધી આપ કોરોના વાયરસથી સંક્રમિત નથી થયા તેની પાછળ આપ કોને જવાબદાર માનો છો?

પૌષ્ટિક ભોજન લેતા હોવાના લીધે- ૫%

પુરતો શારીરિક શ્રમ કરતા હોવાના લીધે- ૯%

માનસિક રીતે મજબુત હોવાના લીધે- ૧૦%

ઉપર આપવામાં આવેલ તમામ- ૭૬%

પ્રશ્ન- ૧૦. કોરોના વાયરસ વિષે આપનું મંતવ્ય જણાવો.

image source

કેટલીક બાબતો અમને અસર પણ ના કરે. આપણી ગુજરાતી કહેવત પ્રમાણે ‘જાણે એને તાણે’ કોરોના વાયરસ વિષે કેટલાક સમાચાર કે પછી ન્યુઝ જોઈએ પણ નહી અને વાંચીએ પણ નહી. જાણીશું તો એવું થાય કે, અમને થશે તો શું કરીશું, કેવી રીતે જીવીશું, ઓક્સિજન મળશે કે નહી? તો આવી બધી ચિંતા થાયને. બસ કેટલીક બાબતો કુદરત પર છોડી દીધી. માનસિક રીતે મજબુત રહીએ અને જેટલું જીવન જીવાય એટલું જીવન મોજથી અને શાંતિથી જીવીશું.

ભોજનની અસર.

ઘઉં, ચોખા, બાજરી, જુવાર, શાકભાજી, ફળ વગેરે વસ્તુઓ માંથી પૂરતા પ્રમાણમાં શરીરને જરૂરી પોષકતત્વો કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ફેટ, વિટામિન, મિનરલ્સ, ફાઈબર, તમામ પોષકતત્વો જરૂરિયાત પ્રમાણમાં મળી રહે છે તેમજ શરીરની પાચનશક્તિ અને રોગ પ્રતિકારક ક્ષમતાને વધારવામાં મદદગાર સાબિત થાય છે. પરંતુ આજના ફાસ્ટફૂડના સમયમાં લોકો હેલ્ધી ભોજન લેવાનું ઓછું કરી દીધું છે, જેના પરિણામ સ્વરૂપ આજે આપણે બધા જ અલગ અલગ બીમારીઓના સ્વરૂપ જોવા મળી રહ્યા છે. જંકફૂડનું સેવન કરવાના લીધે શારીરિક સ્થૂળતાના શિકાર થઈ જઈએ છીએ. હકીકત માત્ર આટલી જ નથી પણ કેટલાક રીસર્ચમાં જોવા મળ્યું છે કે, જંકફૂડનું સેવન કરવાના લીધે ડાયાબીટીસ, હ્રદય રોગનો ખતરો, ડીપ્રેશન, એકાગ્રતામાં મુશ્કેલી, કેન્સર જેવી ભયાનક બીમારીઓના શિકાર થવાની શક્યતા વધી જાય છે. નિયમિતપણે વધારે કેલેરીઝ, સુગર અને ફેટ ધરાવતા ભોજનનું સેવન કરવું હિતાવહ નથી.
આર.ઓ પ્લાન્ટમાં કુદરતી મિનરલ્સ નષ્ટ થઈ જાય છે.

image source

ઝુંપડીપટ્ટી વિસ્તારમાં રહેતા લોકોની જીવનશૈલી રફ એન્ડ ટફ હોવાથી તેમની રોગ પ્રતિકારક ક્ષમતા ખુબ જ મજબુત હોય છે જેના પરિણામે આ સર્વેમાં આપણે જોઈ શકીએ છીએ કે, ઝુંપડીઓમાં રહેતા લોકો સૌથી ઓછા કોરોના વાયરસથી સંક્રમિત થયા છે જેનું મુખ્ય કારણ તેમની જીવનશૈલી અને ભોજન મહત્વનો ભાગ ભજવે છે. જયારે મધ્યમ ઉચ્ચ વર્ગ અને નિમ્ન મધ્યમ વર્ગના લોક કોરોના વાયરસથી સૌથી વધારે સંક્રમિત થયા છે જેની પાછળ તેમના ભોજન કરવાની આદતો અને જીવનશૈલી પણ એટલી જ જવાબદાર છે. તેમાં સૌથી વધારે આર.ઓ. પ્લાન્ટવાળા કે જે પાણીમાં ક્ષાર દુર થવાની સાથે સાથે પ્રાકૃતિક મિનરલ્સ પણ નષ્ટ થઈ જાય છે. જંકફૂડ અને ઓછા પ્રમાણમાં શરીરક શ્રમ તેના માટે જવાબદાર છે. મિનરલ વોટરમાં કેટલીક જોખમકારક ધાતુઓ જેવી કે, આયર્ન, ઝિંક, ક્રોમિયમ, મેંગેનીઝ અને કોપર જેવી ધાતુઓ હોય છે જેની શરીરને જરૂરિયાત હોય છે પરંતુ ખુબ જ ઓછા પ્રમાણમાં.

લીડ મરકયુરી, આર્સેનિક, એલ્યુમિનિયમ અને બેરિયમ જેવી ધાતુઓ બિલકુલ પણ ચાલે નહી.

વધારે પ્રમાણમાં એલ્યુમિનિયમથી પાગલપન આવી શકે છે.

image source

લીડની ઝેરી અસર થવાથી આપની કીડની ખરાબ થઈ શકે છે. ઓર્સેનિક ધાતુથી કેન્સર થવાની સમભાવના છે. મરકયુરીથી ન્યુરોલોજીકલ બીમારીઓ અને ગર્ભના વિકાસને પ્રભાવિત કરી શકે છે. વધારે પડતા એલ્યુમિનિયમથી પાગલપન આવી શકે છે. ઉપરાંત મિનરલ વોટરનું સતત સેવન કરવાથી બ્લડ પ્રેશર, અસ્થમા, ડાયાબીટીસ અને હ્રદયરોગ જેવી ગંભીર બીમારીઓના શિકાર થઈ શકાય છે. જયારે આરઓનું પાણી પીવાથી હાડકા અને આંતરડા સંબંધિત રોગ લાગુ પડી શકે છે. ડોક્ટર્સના કહેવા મુજબ ફિલ્ટર કરેલ પાણી ક્યારેય પણ બાળકોને પીવા માટે આપવું જોઈએ નહી કેમ કે, ફિલ્ટર વાળા પાણીમાં રહેલ સીસુનું પ્રમાણ બાળકના મગજને નુકસાન કરે છે. મધ્યમ અને ઉચ્ચ વર્ગના લોકો જેમ જેમ ઔદ્યોગિકરણ થતું જાય છે તેમ તેમ ધીરે ધીરે કુદરતનું સાનિધ્ય ગુમાવી રહ્યા છે. મશીનો અને ઉપકરણોથી ઘેરાયેલ રહેવાના લીધે શ્રમ કરવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. પ્રાકૃતિક ભોજનનો ત્યાગ કરીને બિનપ્રાકૃતિક ભોજનના સેવન વધારે કરવા લાગ્યા છે.

શહેરી જીવનમાં ભાગદોડ અને ધમાલ વધવા લાગ્યા.

image source

આવકમાં વધારો થતા વધારે મોંઘા એવા તૈલી ભોજનનું પ્રમાણ પણ વધવા લાગ્યું છે. જેના પરિણામે તેમનો ખોરાક અસંતુલિત થઈ ગયા. શહેરી જીવનમાં ભાગદોડ અને ધમાલ વધી ગયા છે. માનસિક શાંતિ સતત ઘટી રહી છે. મનની શાંતિ મેળવવા માટે વધારેને વધારે ભોગ અને વ્યસનો તરફ મનુષ્ય વધી રહ્યો છે. ધંધાની હરીફાઈમાં ટકી રહેવા માટે કેટલાક ખોટા રસ્તાઓ પણ અપનાવવા લાગ્યા છે. જેના પરિણામે ઝઘડા, ઈર્ષ્યા, સ્વાર્થ અને તિરસ્કાર પણ વધતા જ જાય છે. આ તમામના પરિણામ સ્વરૂપે વ્યક્તિ અલગ અલગ પ્રકારના રોગોનો ભોગ પણ બની રહ્યા છે. જીવનશૈલી બિનઆરોગ્યપ્રદ થઈ જવાથી હ્રદયરોગ, ડાયાબીટીસ, હાઈબ્લડપ્રેશર અને માનસિક બીમારીઓનું પ્રમાણ ખુબ જ વધી ગયું છે. જયારે નિમ્ન વર્ગના લોકો પોતાની રફ એન્ડ ટફ જીવનશૈલીના લીધે ઘણી બધી બાબતો એવી છે જે તેમને અસર નથી કરી રહી કે પછી તેઓ મનમાં જ લેતા નથી એવું પણ કહી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version