Site icon News Gujarat

ડાયાબીટીસને નિયંત્રિત કરવા કરવો જોઈએ આ ઈલાજ, AIIMS દ્વારા કરવામાં આવ્યો આ ખુલાસો…

મિત્રો, ડાયાબિટિઝની સમસ્યાથી પીડાતા લોકો માટે હાલ રાહતના સમાચાર સાંભળવા મળી રહ્યા છે. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટયૂટ ઓફ મેડિકલ સાયન્સ એટલે કે એમ્સના ડોકટરો દ્વારા હાલ એવો દાવો કરવામા આવ્યો છે કે, એક આયુર્વેદિક અને એલોપેથિક દવાના કોમ્બોનો ઉપયોગ કરીને તમે ડાયાબિટિસની સમસ્યાને સરળતાથી નિયંત્રણમા લઇ શકો છો.

image source

જો તમે આયુર્વેદિક દવા બીજીઆર-૩૪ અને એલોપેથિક ડ્રગ ‘ગ્લિબેનક્લેમાઇડ’નો એકસાથે ઉપયોગ કરો તો તમે ડાયાબિટીઝની સમસ્યાને સરળતાથી નિયંત્રણમા લાવી શકો છો. આ બંને ડાયાબીટીસને નિયંત્રિત રાખવામા ખુબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. દિલ્હીમા ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ ના ડોકટરોના અભ્યાસના વચગાળાના પરિણામોમા આ દાવો કરવામાં આવ્યો છે.

image source

એક અધ્યયનમા એવુ પણ કહેવામા આવ્યુ છે કે, ડાયાબિટીઝની સમસ્યાથી પીડાતા લોકો અન્ય લોકોની તુલનામા હૃદય સંબંધી બીમારીઓ અને અન્ય બીમારીઓથી વધારે પડતા પીડાય છે. એઇમ્સના અભ્યાસમા એવુ જાણવા મળી રહ્યુ છે કે, ડાયાબિટીઝની સમસ્યાને વધતી અટકાવી શકાય છે, બસ શરત એટલી જ છે કે, હર્બલ દવા બીજીઆર-૩૪ ની સાથે એલોપથીની દવા પણ આપવામા આવે.

image source

આપણે સૌ જાણીએ છીએ કે, હર્બલ મેડિસિનમા એન્ટીઓકિસડન્ટ્સના ગુણતત્વો પુષ્કળ માત્રામા સમાવિષ્ટ હોય છે, જે હાનિકારક કોલેસ્ટરોલને હૃદયની ધમનીઓમા એકત્રિત થવા દેતા નથી. બીજીઆર-૩૪ ને એલોપથીની દવા સાથે ઉપયોગ કરવામાં આવે ત્યારે તેની અસરકારકતા શોધવા માટે એઈમ્સના ડોકટરોએ અભ્યાસમાં સામેલ લોકોના એક જૂથને આયુર્વેદિક દવા અને એલોપેથીક ડ્રગ ગ્લિબેન્ક્લેમાઇડ બંને અલગ-અલગ આપી.

image source

જ્યારે બીજા જૂથને બંને દવાઓનુ મિશ્રણ કરીને આપવામા આવી. આ અભ્યાસમા એવુ જાણવા મળ્યુ છે કે, બંને દવાઓને એકસાથે લેવાથી ઇન્સ્યુલિનનુ પ્રમાણ અન્ય લોકોની તુલનામા ખુબ જ વધારે જોવા મળ્યુ હતુ કે, જેમને ફક્ત એલોપેથિક દવા જ આપવામાં આવી હતી.

હિમાલયના ઉપરી ક્ષેત્રમા સરળતાથી મળી આવતી ઔષધિઓ વિજયસાર, ગિલોઇ, મેથિકા વગેરે પર લખનૌની કાઉન્સીલ ઓફ સાયન્સ ઓન્ડ ઇન્ડસ્ટ્રીઅલ રિસર્ચની બે પ્રયોગશાળાઓમાં વિસ્તૃત સંશોધન પછી બીજીઆર-૩૪ બનાવવામા આવી છે. હાલ, તાજેતરમા જ તેહરાન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોની એક ટીમ દ્વારા પોતાના અલગ-અલગ અભ્યાસમા એ નિષ્કર્ષ પર આવ્યા છે કે, હર્બલ મેડિસિનમાં એન્ટીઓકિસડન્ટ ગુણધર્મો હોય છે કે, જે ડાયાબિટીસના દર્દીઓમાં કોવિડ -૧૯નુ જોખમ પણ ઘટાડી શકે છે.

image source

કોરોના મહામારીના સમય દરમિયાન એ વાત પણ ધ્યાન પર આવી કે, જે દર્દીઓ પહેલાથી જ ગંભીર બિમારીથી પિડાઇ રહ્યા છે, તેમને કોરોનાના સંકમણ સામે લડવામા ખુબ જ મુશ્કેલી પડી હતી. ખાસ કરીને જે કોઈપણ દર્દીઓ ડાયાબિટીઝની સમસ્યાથી પીડાઈ રહ્યા હતા તેમણે કોરાના વાયરસ સામે લાંબી લડત આપવી પડી અને કેટલાંક દર્દીઓ તો મોતને પણ ભેટયા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version