ભારતમાં આ એક ટેન્કરની અછતના કારણે લોકોના થઈ રહ્યાં છે ટપોટપ મોત, જાણો આ ટેન્કર વિશેની બધી માહિતી

પહેલી કોરોના લહેર કરતાં પણ બીજી લહેર વધારે ઘાતક સાબિત થઈ રહી છે. બીજી લહેરમાં કોરોના એ નવા લક્ષણો સાથે કમ બેક કર્યું છે. નવા નોંધાઈ રહેલાં કેસોમાંથી મોટા ભાગનાં લોકોને શ્વાસની તકલીફ થતી જોવા મળી રહી છે. આ જ કારણે દેશભરમાં ઓક્સિજનની તીવ્ર અછત સામે વર્તાઈ રહી છે. ઓક્સિજનની જરૂરિયાત પૂરી પાડવામાં તંત્ર નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે. મળતી માહિતી મુજબ કોરોના સંક્રમણમાં ઓક્સિજન જેવી અત્યંત આવશ્યક બાબત પણ પૂરી પાડી શકાતી નથી તેનાં અનેક કારણોમાં એક મુખ્ય કારણ છે ઓક્સિજનનું વહન કરવા માટે અનિવાર્ય એવા ક્રાયોજેનિક ટેન્કરનો અભાવ.

image source

દુઃખની વાત એ છે કે જે દેશ પ્રથમ પ્રયાસે મંગળ ગ્રહ પર પહોંચ ગયો આજે તે જ દેશમાં ઓક્સિજનનું વહન કરવા માટે સક્ષમ ટેન્કરની અછત છે. ઓક્સિજન ન મળવાનાં કારણે ટપાટપ દર્દીઓ મારી રહ્યાં છે અને સ્થિતિ કાયમથી કાયમ કાબુ બહાર જઈ રહી છે. આ સમયે હવે આ અછતને પહોંચી વળવા માટે ટેન્કર આયાત કરવાનો વારો આવ્યો છે. કોરીનાથી મરી રહેલાં લોકોની સંખ્યામાં એક મોટો આંકડો છે કે જે લોકો ઓક્સિજનની અછતને લીધે મોતને ભેટ્યાં છે. જો સમયસર આ માંગને સમજી અને યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હોત તો ઘણાં લોકોનો જીવ બચાવી શકાય તેમ હતું.

image source

આ ક્રાયોજેનિક ટેન્ક શું છે ? તે અંગે વિગતે માહિતી મેળવીએ.

  •  ક્રાયોજેનિક એ ગ્રીક, લેટિન અંગે અંગ્રેજી એમ ત્રણ ભાષાનું સંયોજન છે.
  •  અંગ્રેજીમાં ક્રાયોજેનિક એટલે અતિશય ઠંડું રાખનાર.
  •  ગ્રીક શબ્દ ક્રિએ લેટિન ભાષામાં અપભ્રંશ થઈને ક્રાયો થયો, જેનો અર્થ છે અતિશય ઠંડુ.
  •  આ શબ્દ પરથી હવે સરળતાથી સમજી શકાય છે કે અતિશય ઠંડી સ્થિતિમાં જેને રાખવા પડે એવા વાયુઓ માટે ક્રાયોજેનિક ટેન્કનો ઉપયોગ થાય છે.
  •  લિક્વિડ ઓક્સિજન, લિક્વિડ હાઈડ્રોજન ઉપરાંત નાઈટ્રોજન, હિલિયમ જેવા વાયુઓનું ટ્રાન્સપોર્ટેશન કરવા માટે ક્રાયોજેનિક ટેન્ક અનિવાર્ય છે.
  •  આ ટેન્ક ટ્રાન્સપોર્ટેશન માટેના ટેન્કર પર કાયમી કે કામચલાઉ રીતે ઈન્સ્ટોલ કરવામાં આવે છે અને એ રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડાય છે.
  •  ક્રાયોજેનિક ટેન્કની કિંમત સરેરાશ 25થી 40 લાખ રુપિયા જેટલી હોઈ શકે છે.
  •  ટેન્કની અંદર માઈનસ 185થી માઈનસ 93 જેટલાં તાપમાને ઓક્સિજન રાખવામાં આવે છે. ટેન્કરની દિવાલો સમદાબ હોવાથી બહારની હવાનું દબાણ અંદર અનુભવાતું નથી.
  •  ટ્રાન્સપોર્ટેશન માટેની એક ટેન્કમાં આશરે 20 ટન જેટલો ઓક્સિજન સમાઈ શકે છે.
image source

સમયે ઓક્સિજન ન મળતાં સર્જાયેલી આ અછતને પહોંચી વળવા માટે 24 ટેન્કર આયાત કરવામાં આવ્યા છે તેવું જાણવાં મળી રહ્યું છે. તે અંગે વધુ માહિતી એ પણ મળી હતી કે,

  •  ટાટા ઉપરાંત અન્ય ઔદ્યોગિક ગૃહો પણ ક્રાયોજેનિક ટેન્કરની અછત પૂરા પાડવા માટે કાર્યરત છે.
  •  એ પૈકી ચાર ટેન્કર ગત શનિવારે ભારત આવી પહોંચ્યા છે. બાકીના 20 ટેન્કર બે અઠવાડિયામાં આવી જવાની ધારણા છે.
  •  ક્રાયોજેનિક ટેન્કર બનાવવાની પ્રક્રિયા લાંબો સમય માંગી લેતી હોવાથી ઘરઆંગણે ઉત્પાદન કરવાને બદલે બેહદ મોંઘો હોવા છતાં હાલ તો આયાતનો વિકલ્પ જ સહેલો પડે છે.
  •  જર્મનીની કંપની લિન્ડે ક્રાયોજેનિક ટેન્કની અગ્રણી ઉત્પાદક છે. હાલમાં ટાટા જૂથે લિન્ડે સાથે 24 ટેન્કરની આયાતનો કરાર કર્યો છે.
image source

આ ક્રાયોજેનિક ટેન્ક કેવી હોય છે? તે અંગે મળતી માહિતી મુજબ,

  •  ક્રાયોજેનિક ટેન્ક બે પ્રકારના પડની બનેલી હોય છે.
  •  ઈનર વેસલમાં દબાણપૂર્વક ઓક્સિજન ભરવામાં આવે છે. ઈનર વેસલ આવશ્યક ઠંડક અને દબાણ જાળવી રાખે છે.
  •  અંદરનું પડ ઈનર વેસલ તરીકે ઓળખાય છે, જે સ્ટેનલેસ સ્ટિલ અથવા એવાં જ કોઈ મટિરિયલનું બનેલું હોય છે.
  •  ઈનર વેસલ બહારના પડ (આઉટર વેસલ)થી રક્ષિત હોય છે. મતલબ કે ટેન્કરની બહાર દેખાતો ભાગ એ આઉટર વેસલ છે. એ કાર્બન સ્ટિલનું બનેલું હોય છે.
  •  આઉટર વેસલ અને ઈનર વેસલની વચ્ચે 3થી 4 ઈંચની ખાલી જગ્યા હોય છે, જે વેક્યુમ કરી દેવામાં આવે છે. આથી બહારની ગરમી કે દબાણ અંદર સુધી નથી પહોંચતા અને ઈનર વેસલનું ટેમ્પરેચર તેમજ દબાણ જળવાઈ રહે છે.
image source

હાલમાં જ્યારે હવે આ અછતનાં કારણે લોકો મરી રહ્યાં છે ત્યારે સવાલો થઈ રહ્યાં છે કે દેશમાં આવી કેટલીક ટેન્ક છે? જે અંગે જાણકારી મળી છે કે,

  •  હોસ્પિટલમાં ઓક્સિજન સ્ટોરેજ માટે તૈયાર કરેલ ટેન્ક એ સ્થાયી છે.
  •  ક્રાયોજેનિક ટેન્ક બે પ્રકારે હોય છેઃ સ્થાયી (સ્ટેશનરી) અને અસ્થાયી (મોબાઈલ).
  •  દરેક ટેન્કર માટે પ્રતિ વર્ષ રજીસ્ટ્રેશન મુજબ જે તે રાજ્ય સરકાર ઉપરાંત કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયોનું સેફ્ટી સર્ટિફિકેટ મેળવવું જરૂરી છે.
  •  હોસ્પિટલની સ્ટેશનરી ટેન્કમાં ઓક્સિજનનો પૂરવઠો પહોંચાડવા માટે મોબાઈલ ટેન્કની જરૂર પડે છે, જે ઉત્પાદનના સ્થળથી જરૂરિયાતના સ્થળ સુધી ઓક્સિજન લાવે છે.
  •  ભારતમાં વિવિધ કંપનીઓ પાસે આવા ટ્રાન્સપોર્ટ કરિયરની સંખ્યા આશરે 1500 જેટલી છે, જે પૈકી 220 જેટલી ટેન્ક સેફ્ટી સર્ટિફિકેટ રિન્યુઅલ મેળવવામાં નિષ્ફળ રહી હોવાથી હાલ બિનકાર્યક્ષમ છે.
image source

મેક ઇન ઇન્ડિયા અને મેડ ઈન ઈન્ડિયા જેવાં પ્રોજેક્ટો ચાલનાર આ સરકારથી લોકો ઘણાં નારાજ છે. આ સ્થિતિમાં જ્યારે સખત જરૂરીયાત ઉભી થઈ છે ત્યારે ટેન્કર દેશ પાસે છે નહીં જે માટે સૌના મોઢે સવાલ છે કે આખરે કેમ ભારતમાં અછત સર્જાઈ છે? જેનાં પાછળના કારણો નીચે મુજબ મળ્યાં છે.

  •  કોરોનાની પહેલી લહેર વખતે ગત વર્ષે ઓક્સિજનનો વપરાશ ચાર ગણો વધીને 2800 મેટ્રિક ટન પ્રતિ દિન જેટલો થઈ ગયો હતો. એ વખતે જ ઓક્સિજન ટ્રાન્સપોર્ટેશન માટે ક્રાયોજેનિક ટેન્કર કટોકટ હોવાનું સાબિત થયું હતું.
  •  બીજી લહેર વખતે હાલમાં ઓક્સિજનનો વપરાશ સાધારણ કરતાં 8-9 ગણો વધીને હાલ 6000 મેટ્રિક ટન પ્રતિદિન જેટલો થઈ ચૂક્યો છે અને તેમાં સતત વધારો થઈ રહ્યો છે.
  •  સાધારણ રીતે ભારતમાં ઓક્સિજનનો વપરાશ 700 મેટ્રિક ટન પ્રતિ દિન જેટલો હોય છે. તેનાં પરિવહન માટે ક્રાયોજેનિક ટેન્કરની સંખ્યા પૂરતી ગણાય.
  •  આ સંજોગોમાં ક્રાયોજેનિક ટેન્કરની સંખ્યા અપૂરતી સાબિત થાય એ સમજી શકાય તેમ છે.
  •  વિતેલા એક વર્ષ દરમિયાન ક્રાયોજેનિક ટેન્કરનું ઘરઆંગણે ઉત્પાદન વધારવા અંગે કોઈ નોંધપાત્ર પ્રયાસો થયા નથી એટલે હવે નાછૂટકે તાત્કાલિક ધોરણે આયાત કરવાનો વિકલ્પ અપનાવવો પડ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!