Site icon News Gujarat

હવે તારક મહેતા.. જોવા મળશે એક નવા જ અંદાજમાં, જોઇ લો આ દમદાર પ્રોમો તમે પણ, જે જોઇને હસી પડશો ખડખડાટ

ટીવીની દુનિયાનો લોકપ્રિય શો તારક મહેતા કા ઉલટા ચશ્માં છેલ્લા 12 વર્ષથી દર્શકોના ચહેરા પર હાસ્ય વિખેરી રહ્યો છે. દર્શકોને પણ આ સિરિયલની આતુરતાથી રાહ જોવે છે. જોવે પણ કેમ નહિ. આ કોમેડી સિરિયલ શરૂ થતાં જ ઘર પરિવારમાં હાસ્યના ફુવારા શરૂ થઈ જાય છે.હવે દર્શકો માટે એક સારી ખબર એ છે કે તારક મહેતા કા ઉલટા ચશ્માં ને હવે એનિમેટેડ સિરીઝ રૂપે દર્શકોને બતાવવામાં આવશે.

image source

રિપોર્ટ અનુસાર એપ્રિલ મહિનાથી સોની સબ ચેનલ ટીવી શો તારક મહેતા કા ઉલટા ચશ્માને એનિમેટેડ સિરીઝ તરીકે બતાવવમાં આવશે. આ સીરિયલના ખૂબ જ ચર્ચિત પાત્રો જેઠાલાલ, દયાબેન, ટપ્પુ, બાપુજી એન્ડ કંપનીને એક નવા અને સ્ટનિંગ અવતારમાં દર્શકો સામે આવશે. સોનીએ હાલમાં જ ખુલાસો કર્યો છે.

બાળકોના વધુ મનોરંજન આપવા માટે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં કાર્ટુન આવી રહ્યું છે. અપ્રિલ મહિનામાં SONY YAY ચેનલ પર આ શો પ્રસારિત કરવામાં આવશે.

સોની ટીવીએ આ શોનો પ્રોમો વિડીયો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે આ વીડિયોમાં ટપ્પુ, જેઠાલાલ, દયાબેન, બાબુજી અને શોના અન્ય કેરેકટર એનિમેટેડ અવતારમાં દેખાઈ રહ્યા છે. સોનીએ આ પ્રોમો વિડીયો શેર કરીને કેપ્સનમાં લખ્યું છે કે વિસુપરની રોમાંચક ખબર. આ પ્રોમો તારક મહેતા…ના એનિમેટેડ સીરીઝનો એક્સક્લુસીવ લુક આપવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે તારક મહેતા કા ઉલટા ચશ્માં સોની સબ પર પ્રસારિત થતો સૌથી લોકપ્રિય શો છે. જુલાઈ 2008માં પહેલી વાર પ્રસારિત થયો હતો અને ત્યારથી એ ટીવી પર સફળતાપૂર્વક ચાલી રહ્યો છે.તેણે અત્યાર સુધીમાં 3 હજારથી વધુ એપિસોડ પૂર્ણ કર્યા છે.

image source

ફેન્સની જાણકારી માટે જણાવી દઈએ કે આ શો ગોકુલધામ નામની સોસાયટીમાં રહેતા ઘણા પરિવારની આસપાસ ફરે છે. આ બધા પરિવારો અલગ અલગ ધર્મના હીવ છતાં પણ એકસાથે હળીમળીને રહે છે અને રોજની સમસ્યાઓનો હળીમળીને અને હસી ખુશી હલ કરે છે. સીરિયલના મુખ્ય પાત્ર દિલીપ જોશી, દિશા વકાણી, શૈલેષ લોઢા, અને મુનમુન દત્તને દર્શકો ખૂબ જ પસંદ કરે છે. જો કે આ શોમાં દયા બેનનું પાત્ર ભજવતી દિશા વકાણી છેલ્લા કેટલાક વર્ષથી શોમાંથી ગાયબ છે. અને દર્શકો આજે પણ દિશા વકાણી દયાબેનના પાત્રમાં પરત ફરશે એવી આશા રાખીને બેઠા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version