ઈન્ડિયા-ઈંગ્લેન્ડની મેચ પહેલા દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરાનું આ તારીખે ભવ્ય ઉદઘાટન કાર્યક્રમ

અમદાવાદના વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં આગામી 24 ફેબ્રુઆરીથી ભારત અને ઈંગ્લેડ વચ્ચે ટેસ્ટ મેચ રમાશે. ઉલ્લેખનીય છે કે આ સ્ટેડિયમમાં રમાનાર આ પહેલી આંતરરાષ્ટ્રીય મેચ હશે. ત્યારે આ મેચ શરુ થાય તેના એક દિવસ પહેલા મોટેરા સ્ટેડિયમ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. 23 ફેબ્રુઆરીના રોજ આ ઉજવણી સાંજના સમયે યોજાશે અને તે એક ઉદ્ઘાટન કાર્યક્રમ હશે. આ ભવ્ય કાર્યક્રમની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે.

image source

નવનિર્મિત મોટેરા સ્ટેડિયમમાં ભવ્ય ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાનાર છે ત્યારે આ કાર્યક્રમમાં ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ગૃહમંત્રી અમિત શાહ દિલ્હીથી આવે તેવી પણ શક્યતા છે. જો કે આ કાર્યક્રમની સત્તાવાર જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી. તે જાહેરાત આગામી દિવસોમાં થઈ શકે છે.

image source

મોટેરા સ્ટેડિયમ ખાતે પણ તડામાર તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. આ સ્ટેડિયમમાં આમ તો 1 લાખ લોકો બેસી શકે છે. પરંતુ કોરોનાના કારણે 50 ટકા એટલેક 50 હજાર લોકોને જ બેસવાની પરવાનગી આપવામાં આવશે. ટેસ્ટ મેચની પૂર્વ તૈયારીઓ પણ શરુ કરી દેવામાં આવી છે. જાણવા મળ્યાનુસાર અહીં થ્રી લેયર સુરક્ષા ગોઠવવામાં આવશે. જેમાં ગેટ પર પ્રવેશ સમયે મેટલ ડિટેક્ટરથી ચેકીંગ કરવામાં આવશે. ગેટ પરથી અંદર પ્રવેશ કર્યા બાદ ટિકિટ ચેક કરવા સમયે ફરીથી ચેકિંગ કરાશે. આ ઉપરાંત સ્ટેડિયમમાં સાદા કપડામાં પોલીસકર્મીઓ પણ ફરતા રહેશે.

image source

મોટેરા ટેસ્ટ મેચ પૂર્વે જ જાહેર કરી દેવામાં આવ્યું છે કે દર્શકો મેચ જોવા જતા પોતાની સાથે ફક્ત મોબાઈલ અને પર્સ જ સાથે રાખી શકશે. અન્ય વસ્તુઓની સ્ટેડિયમમાં લઈ જવા પર મનાઈ છે. જાણવા એમ પણ મળેલ છે કે દર્શકોને એન્ટ્રી સાબરમતી તરફના ગેટથી જ મળશે. જ્યારે બંને ટીમ આશારામ આશ્રમ પાસે બનેલા નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ સમયે બનાવેલા વીવીઆઈપી ગેટમાંથી એન્ટ્રી કરશે.

image source

મોટેરા સ્ટેડિયમમાં સુરક્ષા બંદોબસ્તમાં કોઈ ખામી ન રહે તે માટે 23મીએ ઉદ્ઘાટન કાર્યક્રમ પહેલા અને 24મીએ મેચ શરુ થાય તે પહેલા આખા સ્ટેડિયમમાં ડોગ અને બોમ્બ સ્ક્વોડની મદદથી ચેકિંગ કરવામાં આવશે.

આ મેચ દરમિયાન દર્શકોને વાહન પાર્કિંગમાં હાલાકીનો સામનો કરવો પડી શકે છે. કારણ કે સુરક્ષાને ધ્યાનમાં રાખી અને સ્ટેડિયમ ખાતે વાહન પાર્ક કરવા દેવામાં નહીં આવે. સ્ટેડિયમની નજીકના પ્લોટમાં વાહન પાર્ક કરવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી શકે છે. તેથી મેચ જોવા આવનારે કાર કે અન્ય વાહન પાર્ક કરી સ્ટેડિયમ સુધી પહોંચવા માટે અંદાજે 1 કિલોમીટર સુધી ચાલવું પડશે.

image source

મહત્વપૂર્ણ છે કે ચેન્નઈ ખાતેની બીજી ટેસ્ટ મેચ પુરી કરી બંને ટીમ અમદાવાદ આવશે જ્યાં બાકીની બે ટેસ્ટ મેચ અને 5 ટી-20 મેચ રમાશે. આ સીરીઝની છેલ્લી મેચ 20 માર્ચે રમાશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!