OMG: ચાલુ થઈ ગયેલી ટ્રેનમાં ચઢી રહી હતી છોકરી, અને અચાનક જ લપસી ગયો પગ, પછી…કાઠું હૃદય હોય તો જ જોજો આ VIDEO

લખનઉ શહેરના ચારબાગ રેલ્વે સ્ટેશન હમેશા જ યાત્રીઓના આવાગમનથી ભરેલ રહે છે અને અહિયાથી જ તમામ ટ્રેન પસાર થાય છે, પરંતુ બુધવારના દિવસે ત્યાં એક ઘટના બની ગઈ જેનો એક વિડીયો પણ સામે આવ્યો છે, આ વિડીયોને જેણે પણ જોયો છે તેમણે આ જ કહ્યું છે કે, ‘મારવા વાળા કરતા બચાવનાર વ્યક્તિ મોટી હોય છે.’ આ વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે, એક છોકરી ચાલુ ટ્રેનમાં ચઢવાનો પ્રયત્ન કરી રહી છે કે, ત્યાં જ અચાનક તેનો પગ લપસી જાય છે આ ઘટનાને જોઈને સ્ટેશન પર ચકચાર મચી જાય છે. ત્યાં જ એક મહિલા કોન્સ્ટેબલ એના માટે ફરિશ્તા બનીને સામે આવે છે અને તેની જિંદગી બચાવે છે.

image source

જણાવવામાં આવી રહ્યું છે કે, લખનઉ રેલ્વે સ્ટેશન પર એક છોકરો અને છોકરી દિલ્લી જવા માટે સ્ટેશન પહોચ્યા આ દરમિયાન તેમણે જોયું કે, ગોમતી એક્સપ્રેસ સ્ટેશન પરથી મુવ કરી રહી છે અને તેની સ્પીડ ધીરે ધીરે વધી રહી છે.

image source

આ જોઈને છોકરો અને છોકરી બંને ટ્રેન તરફ ઝડપથી આગળ વધે છે ત્યાં જ છોકરો તો ચાલુ ટ્રેનમાં ચઢી જાય છે જયારે છોકરી પોતાના હાથમાં રહેલ બેગને ટ્રેનમાં ચઢાવી દે છે અને ચાલુ ટ્રેનને પકડવાના પ્રયત્નો કરતી જોવા મળી રહી છે કે, અચાનક આ ઉતાવળમાં તે છોકરી તાવ્લમાં પડી જાય છે અને તેનો પગ ઘસડાવા લાગે છે આ જોઈને ત્યાના લોકો હેરાન રહી ગયા અને મદદ કરવા માટે આગળ વધ્યા.

આ દરમિયાન સ્ટેશન પર હાજર એક મહિલા પોલીસકર્મીએ બહાદુરીની સાથે ટ્રેનની સાથે ઘસેડાતી છોકરીને સકુશળ બચાવી લીધી…

image source

લખનઉ સ્ટેશન પર એક મહિલા મુસાફર ચાલુ ટ્રેનમાં ચઢવાનો પ્રયત્ન કરતા પડી ગઈ, જેને ડ્યુટી પર હાજર સતર્ક કોન્સ્ટેબલ વિનિતા કુમારી દ્વારા તરત જ કાર્યવાહી કરતા સુરક્ષિત બચાવી લીધી છે.

આપને વિનંતી છે કે, ચાલુ થઈ ગયેલ ગાડીમાં ચઢવા કે પછી ઉતરવાનો પ્રયત્ન ના કરો. આ આપના માટે જીવલેણ સાબિત થઈ શકે છે.

રેલ્વે દ્વારા આ ઘટનાની જાણકારી આપવાની સાથે ટ્વીટ કરીને લખ્યું છે કે, લખનઉ સ્ટેશન પર મહિલા યાત્રી ચાલુ થઈ ગયેલ ટ્રેનમાં ચઢવાનો પ્રયત્ન કરતા સમયે પડી જાય છે, જેને ડ્યુટી પર હાજરસતર્ક કોન્સ્ટેબલ વિનિતા કુમારી દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરતા સુરક્ષિત બચાવી લેવામાં આવી. આ મહિલા કોન્સ્ટેબલનું નામ વિનિતા કુમારી જણાવવામાં આવી રહ્યું છે જેને પોતાની બહાદુરી દર્શાવીને તે છોકરીનો જીવ બચાવી લીધો, કેટલાક લોકોએ આ મહિલા કોન્સ્ટેબલની પ્રસંશા કરી છે. રેલ્વે દ્વારા અપીલ કરવામાં આવી છે કે, આપને વિનંતી છે કે, ચાલુ થઈ ગયેલ ગાડીમાં ચઢવા-ઉતરવાના પ્રયત્નો કરવા નહી આ જીવલેણ થઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!