ડિવોર્સ પછી કોમોલિકાના બીજા લગ્ન કરાવવા ઇચ્છતો હતો એમનો દીકરો, આ અભિનેત્રીએ ખુલાસો કરતા કહ્યું કે…

અભિનેત્રી ઉર્વશી ઢોલકીયા નાના પડદાનું એક જાણીતું નામ છે એમને નાની ઉંમરમાં જ પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત કરી દીધી હતી અને એ પછી એ ઘણા ટીવી શોમાં દેખાઈ, જેમાં એમને ઘણું જ પસંદ કરવામાં આવ્યું. જો કે ઉર્વશીએ થોડા સમયથી પડદાથી થોડું અંતર બનાવી લીધું છે પણ સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ દેખાય છે. હાલમાં જ ઉર્વશીએ એ ખુલાસો કર્યો છે કે એમની ફેમીલી અને જુડવા બાળકો એમના ફરી લગ્ન કરવા માંગે છે

image source

ફક્ત 16 વર્ષની ઉંમરમાં ઉર્વશીના લગ્ન થઈ ગયા હતા અને 17 વર્ષની ઉંમરમાં એ જોડિયા બાળકો સાગર અને ક્ષિતિજની માતા બની ગઈ હતી. જો કે ઉર્વશીએ સિંગલ પેરેન્ટ તરીકે જ પોતાના દિકરાઓનો ઉછેર કર્યો છે અને એટલે જ એ પોતાને એક પ્રાઉડ મોમ કહે છે અને બાળકો સાથે ખૂબ જ મસ્તી કરતી દેખાય છે. હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં ઉર્વશીએ જણાવ્યું કે એમના દીકરા આ ઉંમરમાં પણ એમના બીજા લગ્ન કરાવવા માંગે છે.

image source

વાત જાણે એમ છે કે એક ઇન્ટરવ્યૂ દરમિયાન ઉર્વશીએ પોતાની જિંદગી સાથે જોડાયેલા ઘણા ખુલાસા કર્યા છે. ઉર્વશીએ કહ્યું કે “પ્રામાણિકતાથી કહું તો મારી પાસે ન ક્યારેય એટલો સમય રહ્યો અને ન ક્યારેય મારી ઈચ્છા થઈ કે હું એ વિશે વિચારું. હું હંમેશા મારા કામમાં વ્યસ્ત રહી અને મસ્ત રહી. હું હમેશા કામ કરવામાં અને એ સુનિશ્ચિત કરવામાં વ્યસ્ત હતી કે મારા બંને દીકરા પાસે સારું ભણતર અને આરામદાયક જીવન હોય”

image source

ઉર્વશી આગળ કહે છે કે શું વિચારું હું, એવું નથી કે મારો સમય જતો રહ્યો છે.પણ હું એક સમય પછી કોઈપણ વાત પર વધુ નથી વિચારી શકતી. જો એવું થવાનું હશે તો થઈ જશે. બીજી વાત એ છે કે હું એક સ્વતંત્ર સ્ત્રી છું અને મેં મારી જિંદગી મારા મૂલ્યો પર જીવવાનું શીખ્યું છે. એટલે મને કોઈ એવું સાથી જોઈએ જે મને સમજે, મારી આઝાદીને સમજે, ન કે એવો જીવનસાથી જે મને બાંધે કે પછી મારુ ઓછું મૂલ્ય આંકે.

image source

તમને જણાવી દઈએ કે ઉર્વશી ઢોલકીયા થોડા વર્ષો પહેલા એકટર નકુલ સચદેવાને ડેટ કરી રહી હતી. બંને નચ બલિયે 9માં ભાગ લીધો હતો પણ પછી બ્રેકઅપની ખબરો સામે આવી હતી. તો ઉર્વશી કોમેડી સર્કસનો પણ ભાગ રહી ચુકી છે.વર્ષ 1987માં ટીવી શો શ્રીકાંતથી ઉર્વશીએ ડેબ્યુ કર્યું હતું.

image source

એ પછી એ દેખ ભાઈ દેખ, શક્તિમાન, મહેંદી તેરે નામ કી જેવી સીરિયલમાં દેખાઈ હતી પણ શો કસોટી જિંદગી કીમાં કોમોલિકાના પાત્રથી એમને એક અલગ ઓળખ મળી.વર્ષ 2012માં ઉર્વશી ઢોળકીયાએ બિગ બોસ 6માં ભાગ લીધો અને વિનર પણ રહી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *