Site icon News Gujarat

રસી કેટલી સુરક્ષિત છે એવા બરાડા પાડતાં લોકો જોઈ લો આ રિપોર્ટ, વિરોધીઓના મોંમા મગ ભરાઈ જવાય એવી સ્થિતિ!

એક સમયે એવો હતો કે લોકો કોરોના કોરોના કરીને સાંજ કરી દેતા. ત્યારે હવે સમય એવો આવ્યો છે કે ઘરે ઘરે કોરોના નહીં પણ કોરોના રસીની વાતો થવા લાગી છે. ત્યારે હાલમાં આખુ વિશ્વ ફરીથી પહેલા જેવું જીવન જીવતું થયું છે અને એમાં પણ સૌથી ખુશીની વાત તો એ છે કે ભારતમાં વિશ્વની સૌથી મોટું રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે જે પહેલા પગલાંનાં ભાગરૂપે હેલ્થવર્કસને રસી અપાઈ ચૂકી છે. બીજા તબક્કામાં, ફ્રન્ટ લાઇન કોરોના યોદ્ધાઓને રસી આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને ત્યાબાદ ત્રીજા તબક્કામાં 50 વર્ષથી ઉપરના લોકોને રસી આપવામાં આવશે.

image source

આ વિશે માહિતી આવતા આરોગ્ય મંત્રાલયનું કહેવું છે કે આ રસી સંપૂર્ણપણે સુરક્ષિત છે બુધવારે જાહેર કરેલા સરકારી આંકડા દર્શાવે છે કે કોવિડ-19 રસી મેળવનારાઓમાં ભારત વિશ્વમાં સૌથી ઓછું મૃત્યુ દર ધરાવતો દેશ છે. રસીકરણ પછી અત્યાર સુધીમાં મૃત્યુદરનો આંકડો માત્ર 23 નોંધાયો છે, આ મુજબ રસીકરણના કુલ મૃત્યુની ટકાવારી 0.0003% છે, 23 માંથી 9 મોત હોસ્પિટલમાં મૃત્યુ પામ્યાં છે, જ્યારે 14 હોસ્પિટલની બહાર નોંધાયા છે. ભારતે ઉપયોગ કરવા માટે માન્ય કરાયેલ બંને રસી સંપૂર્ણપણે સલામત છે.

image source

આ વિશે વધુ માહિતી આપતાં સરકાર તરફથી ભરોસો આપતા જણાવ્યું છે કે છે કે કોવિડ -19 રસીકરણ સાથે કોઈ પણ મોતના કારણ જોડાયેલ નથી. નીતી આયોગના સભ્ય ડો.વી.કે. પૌલે કહ્યું, “તેમાં કોઈ શંકા નથી કે બંને રસી ખૂબ સલામત છે. અહીં ખૂબ જ ઓછી નકારાત્મક સંભાવનાઓ જોવા મળી છે જે 14 લોકો પૈકી માત્ર એક કે એના કરતાં પણ ઓછી છે. ”

image source

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સર્વેક્ષણ ડેટાની માહિતી મુજબ, લગભગ 8,8 મિલિયન આરોગ્ય કામદારો અને ફ્રન્ટલાઈન કામદારો એમ મળીને બુધવાર સુધીમાં 2,00,000 લાભાર્થીઓની રસી આપવામાં આવી છે.

image source

એ જ રીતે ગુજરાતની વાત કરીએ તો આજે કોરોના વાયરસના 285 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે તથા 302 દર્દીઓ કોરોના સામેનો જંગ જીતીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈને ઘરે ગયા છે. અત્યાર સુધી 2,58,270 દર્દીઓએ અત્યાર સુધી કોરોનાને મ્હાત આપી દીધી છે. રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો દર 97.66 ટકા છે. આજે કોરોના સામેની જંગમાં બે લોકોના મોત થયા છે.

image source

એ જ રીતે જિલ્લા પ્રમાણે વાત કરીએ તો રાજ્યમાં આજે અમદાવાદ, બનાસકાંઠા, ભાવનગર, બોટાદ, છોટાઉદેપુર, ડાંગ, નર્મદા, પંચમહાલ, પાટણ, પોરબંદર, સુરેન્દ્રનગર, તાપી અને વલસાડ એમ કુલ 13 જીલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયેલ નથી. રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના લીધે 2,58,270 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી દીધી છે. રાજ્યમાં હાલ કોરોના દર્દીઓ વિશેની વાત કરીએ તો 1781 એક્ટિવ કેસ છે, જેમાં 30 દર્દીઓ વેન્ટીલેટર પર છે અને 1751 દર્દીઓની સ્થિતિ સ્ટેબલ છે. અત્યાર સુધી હોસ્પિટલમાંથી 258270 લોકો ડિસ્ચાર્જ થઈને ઘરે ગયા છે, જ્યારે 4399 લોકોના મૃત્યું થઈ ચૂક્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version