વેકસીનને લઈને એક સારી ખબર આવી સામે, કિંમતમાં સૌથી સસ્તી બીજી વેકસીન છે ચર્ચામાં.

કોરોના સામે રક્ષણ મેળવવા હાલ વેકસીન જ એકમાત્ર ઉપાય છે. અને એટલે જ ભારતમાં વેકસીનેશન પ્રોગ્રામ પુરજોશમાં ચાલી રહ્યો છે. એવામાં ભારત સરકારે હૈદરાબાદની બાયોલોજીકલ-ઈને 30 કરોડ રૂપિયાના એડવાન્સ પેમેન્ટનો નિર્ણય કરી લીધો છે. અને એના બદલામાં કંપની કોવિડ-19 વેક્સિનના 30 કરોડ ડોઝ રિઝર્વ રાખશે.

image source

આ સમગ્ર બાબતે સ્વાસ્થ્ય મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, વેકસીનના આ બધા જ ડોઝ ઑગષ્ટથી ડિસેમ્બર 2021ની વચ્ચે બનાવીને સ્ટોક કરી લેવામાં આવશે. એડવાન્સમાં વેક્સિન મેન્યુફેક્ચરિંગના પ્રસ્તાવને વેક્સિન એડમિનિસ્ટ્રેશન પર બનેલા નેશનલ એક્સપર્ટ ગ્રુપ (NEGVAC)એ ચકાસ્યો છે. હેલ્થ મિનિસ્ટ્રીના કહેવા પ્રમાણે જે વેક્સિન બાયોલોજીકલ-ઈ બનાવી રહી છે તે RBD પ્રોટીન સબ-યૂનિટ વેક્સિન છે. આમાં SARS-CoV-2ના રિસેપ્ટર-બાઇડિંગ ડોમેનના ડિમેરિક ફોર્મનો એન્ટિજનની માફક ઉપયોગ થાય છે. વેક્સિનની ક્ષમતા વધારવા માટે આમાં એક એડજુવેંટ CpG 1018 પણ મેળવવામાં આવ્યું છે.

તમને જણાવી દઈએ કે કોવિશિલ્ડ અને કોવેકસીનની જેમ આ વેક્સિન પણ બે ડોઝમાં ઉપલબ્ધ હશે. પહેલા ડોઝના 28 દિવસ બાદ બીજો ડોઝ લગાવવા આવશે. કંપનીને 24 એપ્રિલના ત્રીજા ફેઝનો ટ્રાયલ કરવાની મંજૂરી મળી હતી. પહેલા અને બીજા ફેઝનો ટ્રાયલ નવેમ્બર 2020માં શરૂ થયો હતો.

image source

કુલ 360 લોકો આ વેકસીનના ટ્રાયલ કરવામાં આવ્યા હતા પણ આ ટ્રાયલના આંકડા શું રહ્યા એ તો કંપનીએ નથી બતાવ્યા, પરંતુ બાયોલોજીકલ-ઈની એમડી મહિમા ડાટલાએ કહ્યું કે, પરિણામો ઘણા સકારાત્મક અને આશા જગાડનારા રહ્યા છે.

આ વેકસીનના ત્રીજા ફેઝનું ટ્રાયલ દેશમાં જુદી જુદી 15 જગ્યાએ 1,268 પાર્ટિસિપન્ટ્સ પર કરવામાં આવશે. હાલ આ કંપની આખી દુનિયામાં પોતાની વેક્સિનનો ટ્રાયલ કરી રહી છે.

image source

તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર આ વેક્સિનના 30 કરોડ ડોઝ માટે કંપનીને 1500 કરોડ રૂપિયા ચૂકવશે એટલે કે કેન્દ્ર સરકારે આ વેકસીનના એક ડોઝ માટે 50 રૂપિયા ચુકવવા પડશે. હજી સુધી પ્રાઇવેટ માર્કેટમાં વેક્સિનની કિંમત અત્યારે નક્કી નથી. જો કે આ વેક્સિનને દુનિયાની સૌથી સત્તી વેક્સિન ગણાવવામાં આવી રહી છે.

એક રિપોર્ટ પ્રમાણે આ વેક્સિનની કિંમત 1.5 ડોલર એટલે કે 110 રૂપિયા પ્રતિ ડોઝ હોઈ શકે છે. અત્યારે ભારતમાં બનેલી કોવિશીલ્ડ જ સૌથી સસ્તી છે, જે ગુરૂગ્રામમાં 650 રૂપિયા પ્રતિ ડોઝ મળી રહી છે. જો કે કોવિશીલ્ડ વેક્સિન ઑક્સફોર્ડ-એસ્ટ્રેઝેનેકાના વૈજ્ઞાનિકોએ તૈયાર કરી છે અને ઉત્પાદન ભારતમાં થઈ રહ્યું છે.

image source

આ નવી વેક્સિનનું મેન્યુફેક્ચરિંગ ઑગષ્ટ મહિનાથી શરૂ થઈ જશે. એટલે કે સપ્ટેમ્બરથી આ વેકસીન સેન્ટર્સ પર ઉપલબ્ધ થવાની શક્યતાઓ છે. હજી સુધી તારીખને લઇને સરકારે સ્પષ્ટ રીતે કંઈ પણ નથી કહ્યું. અત્યાર સુધી એ જ કહેવામાં આવ્યું છે કે આવનારાકેટલાક મહિનામાં વેક્સિન ઉપલબ્ધ થશે.

image source

તમને જણાવી દઈએ કે દેશમાં અત્યારે 3 કોવિડ વેક્સિનને ઇમરજન્સી યૂઝ માટે મંજૂરી આપવામાં આવી છે. જાન્યુઆરીમાં સીરમ ઇન્સ્ટિટ્યુટ ઑફ ઇન્ડિયાની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિનને અપ્રુવલ મળી હતી. રશિયામાં બનેલી સ્પુતનિક-વી વેક્સિનને એપ્રિલમાં મંજૂરી આપવામાં આવી હતી. આ ત્રણેયમાંથી ભારતીયોને સૌથી વધારે ડોઝ કોવિશીલ્ડના લાગ્યા છે. લગભગ 90 ટકા લોકોને આ વેક્સિન આપવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *