Site icon News Gujarat

નતાશા દલાલની જેઠાણી જાનવી છે ભારે લટકાવાળી, જોઇ લો લગ્નના Unseen ફોટો

વરુણ ધવન અને નતાશા લગ્નના બંધનમાં બંધાઈ ચુક્યા છે. તેઓ લગ્ન બાદ મુંબઈ પરત ફરી પણ ચુક્યા છે. રવિવારે નતાશા અને વરુણના લગ્ન થયા હતા. લગ્ન થયા ત્યાં સુધી આ કપલની તસવીરો સામે આવી ન હતી. પરંતુ જ્યારથી લગ્ન સંપન્ન થયા છે ત્યારથી સતત તેમની તસવીરો સામે આવી રહી છે.

image source

વરુણ ધવન અને નતાશા દલાલના લગ્નની જ નહીં પરંતુ તેમના લગ્ન પહેલાની વિધિઓની તસવીરો પણ સોશિયલ મીડિયા પર છવાઈ ચુકી છે.

હાલ જે તસવીરો વાયરલ થઈ છે અને જેની ચર્ચા પુરજોશમાં થઈ રહી છે તેમાં વરુણ ધવનની ભાભી એટલે કે નતાશા દલાલની જેઠાણી પણ જોવા મળે છે.

વરુણના લગ્નની આ નવી તસવીરોમાં રોહિત ધવન અને તેની પત્ની જાનવી એક્ટર સાથે જોવા મળે છે. વરુણ અને નતાશાના લગ્ન પછી તેમના લગ્ન અને પ્રી-વેડિંગની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ છવાઈ છે.

આ નવી તસવીરોમાં વરુણ-નતાશા સાથે ભાઈ રોહિત ધવન અને ભાભી જાનવી દેસાઈ પણ જોવા મળે છે. આ તસવીરો જોઈ લાગે છે કે જાણે વરુણની ભાભી અને તેની દેરાણી એટલે કે નતાશા એકબીજા સાથે કોઈ વાત પર ચર્ચા કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ વરુણ ધવને કરીના કપૂરના ચેટ શો વોટ વુમન વોન્ટ્સમાં પોતાની લવ લાઈફ વિશે કેટલીક વાતો શેર કરી હતી. આ શો પર વરુણે જણાવ્યું હતું કે તેને નતાશા સાથે લગ્ન કરવાનો વિચાર પોતાના ભાઈ અને ભાભીની લાઈફ અને તેની દીકરીને જોઈને આવ્યો હતો. તેમને સાથે જોઈ ખુબ સારું લાગે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વરુણ અને નતાશાએ છેલ્લા 24 જાન્યુઆરીના રોજ મુંબઈ પાસે અલીબાગમાં ધૂમધામથી લગ્ન કર્યા હતા. કોરોનાના કારણે આ લગ્નમાં વધારે મહેમાનોને બોલાવવામાં આવ્યા ન હતા. લગ્નના મહેમાનોની યાદી ખૂબ નાની હતી અને પરીવારના નજીકના 50 લોકો જ લગ્નમાં જોડાયા હતા. આ લગ્ન પહેલા પ્રી વેડિંગ ફંકશન જેવા કે હલ્દી અને મહેંદીની તસવીરો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ છે. વરુણ ધવનના ફેન ક્લબના અકાઉન્ટ પરથી પણ કેટલીક તસવીરો શેર કરવામાં આવી છે જે વાયરલ થઈ રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version