VIDEO: આ પોલીસકર્મીએ સાબિતી આપી કે માનવતા હજુ જીવે છે, ભૂખ્યા બાળક માટે પોતાનું ખાવાનું કરી નાંખ્યું કુરબાન

હૈદરાબાદના ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલે બેઘર બાળકોને તેમના ટિફિનમાંથી ખોરાક આપીને લોકોનું દિલ જીતી લીધું છે. લોકો સોશિયલ મીડિયા પર આ પોલીસકર્મીની પ્રશંસા કરી રહ્યા છે. આ પોલીસકર્મીનો એક વીડિયો તેલંગાણા સ્ટેટ પોલીસના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર પણ શેર કરવામાં આવ્યો છે. આ ઘટના હૈદરાબાદના પંજાગુટ્ટા વિસ્તારમાં બની કે જ્યારે કોન્સ્ટેબલ મહેશ ફરજ પર હતો. બે નાના બાળકો રસ્તામાં જમવા માટે ભીખ માગતા હતા અને આ સીન મહેશે જોતાંની સાથે જ તેણે પોતાનો લંચબોક્સ કાઢી લીધો અને તેમને પોતાનું ભોજન આપ્યું.

सड़क किनारे बैठे बेघर बच्चों को लगी थी भूख, तो पुलिसवाले ने दे दिया अपना खाना, लोग बोले- ‘जिंदा है इंसानियत…’ - देखें Video
image source

વીડિયોમાં તમે જોઈ શકો છો કે સૌ પ્રથમ, મહેશે બાળકોને બે કાગળની પ્લેટો આપી અને તેના લંચ બોક્સમાંથી બાળકો માટે ચોખા, કઢી અને ચિકન ફ્રાય પીરસ્યો. ખુશ થઈને મહેશે બાળકોને જમવાનું આપ્યું., પછી બાળકોએ પ્રેમથી ખોરાક ખાધો.

image source

વીડિયો શેર કરતી વખતે તેલંગાણા સ્ટેટ પોલીસે કેપ્શનમાં લખ્યું છે, “#ActOfKindness Panjagutt ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ મહેશે પેટ્રોલ ડ્યુટી કરતી વખતે બે બાળકોને રસ્તાની બાજુમાં અન્ય લોકો પાસેથી ખોરાક માંગતા જોયા અને તરત જ તેમનો લંચ બોક્સ બહાર કાઢી અને બાળકોને જમવાનું પીરસ્યું ”

image source

લોકો સોશિયલ મીડિયા પર આ વીડિયોનો ખૂબ આનંદ લઇ રહ્યા છે. અત્યાર સુધી આ વીડિયો 1 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. લોકો વીડિયો પર ઘણી ટિપ્પણી કરી રહ્યા છે અને પોલીસકર્મીની પ્રશંસા પણ કરી રહ્યા છે. એક વપરાશકર્તાએ લખ્યું, ‘હજુ પણ માનવતા જીવે છે.’ બીજા વપરાશકર્તાએ લખ્યું, ‘આ સૌથી શ્રેષ્ઠ કાર્ય છે’.

આવો જ એક માનવ સેવાનો કિસ્સો રાજકોટમાંથી બહાર આવ્યો હતો. સામાન્ય રીતે કડક કાર્યવાહી કરીને ગુનેગારોને કાયદાનું ભાન કરાવતી પોલીસનો માનવીય અભિગમ ધરાવતો ચહેરો સામે આવ્યો છે. શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે શહેરમાં પ્લાઝમાની જરૂર હોય તેવા કોરોના દર્દીઓની મદદે આવવાની જાહેરાત કરી છે અને બે દિવસમાં 9 જેટલા દર્દીઓને પ્લાઝમા ડોનેટ પણ કર્યુ છે જેમાં ત્રણ પોલીસકર્મીઓએ પણ પ્લાઝમા ડોનેટ કરીને દર્દીઓને ગંભીર સ્થિતિમાંથી બહાર કાઢ્યા છે. ગત 20 એપ્રિલના રોજ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે ખાસ નંબર જાહેર કર્યા હતા અને પ્લાઝમાની જરૂરિયાત વ્યક્તિઓએ સંપર્ક કરવા કહ્યુ હતુ જેના આધારે RAJKOT POLICE ના PSI ડોડિયા, ASI ખેર અને અન્ય એક કોન્સ્ટેબલે પ્લાઝમા ડોનેટ કર્યુ હતુ જ્યારે 6 દર્દીઓને પોલીસે સરકારી હોસ્પિટલમાંથી પ્લાઝમાની વ્યવસ્થા કરાવી આપી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *