વિજય રૂપાણીની જાહેરાત, લગ્નમાં 50 લોકોની જ પરમિશન, તમામ જાહેર કાર્યક્રમ પર પ્રતિબંધ, જાણો નવા નિયમો

હાલમાં ગુજરાતની સ્થિતિ બદથી બદતર થઈ રહી છે. ગુજરાતમાં નવા કેસો રોજે રોજ નવા રેકોર્ડબ્રેક કરી રહ્યા છે. ત્યારે રાજ્યમાં પહેલીવાર કોરોનાના કેસનો આંકડો 6 હજારને પાર થયો છે અને ઓલટાઈમ હાઈ નવા કેસ નોધાયા છે. છેલ્લા 24 કલાકમાં 6021 નવા કેસ નોંધાયા છે અને 2854 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. ત્યારે આજે CM રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને નવી જાહેરાત કરી હતી કે હવે લગ્નમાં 50 લોકોને જ પરવાનગી આપવામાં આવે છે. તો આજ સવારની વાત કરીએ તો કોવિડ-19ની સ્થિતિ સંભાળવામાં ગુજરાતની હેલ્થ મશીનરી નિષ્ફળ રહી હોવાના અહેવાલોની ગંભીર નોંધ લેતાં ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને આજે બરાબરની ખખડાવી છે.

image source

આજે મુખ્યમંત્રી રૂપાણીએ કેટલાક નિર્ણયો જાહેર કર્યા છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, એપ્રિલ-મેના તમામ તહેવારો પર પ્રતિબંધ મુકવામાં આવે છે. રાજકીય, સામાજિક, જન્મદિવસ વગેરે તેમજ જાહેરમાં તહેવારની ઉજવણી કરવા પર પણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો. જ્યારે 14 એપ્રિલથી લગ્નમાં 50 લોકો જ હાજર રહી શકશે એવુ કહેવામાં આ્યું છે.

image source

સરકારી, અર્ધ સરકારી અને ખાનગી ઓફિસમાં 50 ટકા લોકોએ જ કામ કરી શકશે એક એવો પણ નિયમ લાવવામાં આવ્યો છે. આ સાથે જ મુખ્યમંત્રીએ મંદિરો, મસ્જિદ અને ચર્ચ સહિતના ધાર્મિક સ્થાનો પણ 30 એપ્રિલ સુધી બંધ કરવા અપીલ કરી છે. શ્રદ્ધાળુઓને ધાર્મિક સ્થાનમાં પ્રત્યક્ષ દર્શન કરવા માટે ન જવા વિનંતિ કરી છે.

image source

હાઇકોર્ટમાં સુનાવણી હતી જેમાં સરકાર વતી એડવોકેટ જનરલ હાજર હતા. સરકાર દ્વારા કરાયેલી કામગીરીની માહિતી આપવામા આવી હતી.14મી એપ્રિલના રોજ સરકારે કામગીરી કરી એની એફિડેવિટ કરવા હાઇકોર્ટે કહ્યું છે.હાઇકોર્ટે કેટલાક સૂચનો કર્યા છે.દરેક વિભાગના કર્મચારીઓએ કામગીરી કરી છે. કોરોનાગ્રસ્ત બન્યા છે, કેટલાકના મૃત્યુ પણ થયા છે. સરકારે જનતાને તકલીફ ન પડે તેના માટે ખર્ચનો વિચાર કર્યા વગર કામ કર્યું છે.

image source

CM વિજય રૂપાણીએ આજે કોરોનાની સ્થિતિને લઈને પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી. સીએમ રૂપાણીએ જણાવ્યું કે, ગુજરાત હાઈકોર્ટે એમ કહ્યું છે કે 14મી તારીખે આરોગ્ય અગ્ર સચિવ એફિડેવિટ રજૂ કરે કે કોરોનામાં શું કામગીરી કરી છે. સાથે હાઈકોર્ટે સૂચનો અને માર્ગદર્શન આપ્યું છે. હું માનું છું કે સમગ્ર વિશ્વમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક છે. અને તેમાં ગુજરાત પણ બાકાત નથી. ભારતમાં દરેક રાજ્યો અને શહેરોમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. અને તેની સામેનું ઈન્ફ્રાસ્ટ્રક્ચરની આવશ્યકતા સરકારે કરવાની હોય છે.

image source

આગળ વાત કરતાં રૂપાણીએ કહ્યું કે- ગુજરાતમાં છેલ્લા 1 વર્ષથી દિવસ રાત જોયા વગર અનેક કામગીરી અને અનેક નિર્ણયો કર્યા છે. અમારા લાખો કર્મચારીઓ દિવસ રાત કામ કર્યું છે. અનેક લોકો કોરોનાગ્રસ્ત બન્યા છે. અને કામગીરી કરતાં અનેક કર્મીઓએ જાન પણ ગુમાવ્યા છે. છેલ્લા 15 દિવસમાં 15 હજાર બેડ ઉભા કર્યા છે. અમદાવાદમાં 11 હજાર બેડ કાર્યરત છે. વીએસ અને એલજી હોસ્પિટલમાં 750 બેડ ઉભા કરીશું. નવી હોસ્પિટલો એક્વાયર કરીને બેડની સંખ્યા વધારાશે. 100 જેટલા ડોમ ઉભા કર્યા છે. રોજ 30000 ટેસ્ટ થાય છે. હજારો લોકો ટેસ્ટની કામગીરી કરી રહ્યા છે.અમદાવાદમાં 150 ધન્વંતરી રથ છે

image source

આ સાથે જ આજના કેસની વાત કરીએ તો આજે અમદાવાદમાં નવા 1933 કેસ, 20નાં મોત, સુરતમાં નવા 1469 કેસ, 19નાં મોત, વડોદરામાં 381 અને રાજકોટ 576 કેસ, જામનગરમાં 296 અને ભાવનગરમાં 110 કેસ, ગાંધીનગરમાં 106 અને જૂનાગઢમાં 87 કેસ, મહેસાણામાં 136, પાટણમાં 97, નર્મદામાં 61 કેસ, બનાસકાંઠામાં 94, ભરૂચમાં 54, કચ્છમાં 50 કેસ, ખેડામાં 49, અમરેલી – મોરબીમાં 48 – 48 કેસ, નવસારીમાં 48, દાહોદમાં 45, મહિસાગરમાં 43 કેસ, પંચમહાલમાં 37, આણંદમાં 33, બોટાદમાં 31 કેસ, સુરેન્દ્રનગર – વલસાડમાં 29 – 29, સાબરકાંઠામાં 24 કેસ, દ્વારકામાં 20, ડાંગ – ગીર સોમનાથમાં 19 – 19 કેસ, છોટાઉદેપુરમાં 15, અરવલ્લી – તાપીમાં 14 – 14 કેસ, પોરબંદરમાં નવા 6 કેસનો ઉમેરો થયો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!