આ પોલીસ અધિકારીના વીડિયોના પાકિસ્તાન સુધી પડઘા પડ્યાં, ડોલ વગાડી ગાયુ ‘ જોલી મેરી ભર દે’ ગીત

સોશિયલ મીડિયા પર ઘણી વખત અનેક વીડિયો વાયરલ થઈ જતા હોય છે. આમાથી અમુક વીડિયો કઈક નવુ શીખવનારા હોય છે તો અમુક જોતા જ ડરી જઈએ તેવા પણ હોય છે. સોશિયલ મીડિયા એક એવી જગ્યા છે જ્યાં વિશ્વભરમાં ઘટનારા કિસ્સાઓ વાયરલ થાય છે. સોશિયલ મીડિયાને કારણે અમેરિકામાં બનેલી ઘટનાઓ પણ એક ક્ષણમાં ભારતમાં ફેલાઈ જતી હોય છે. સોશિયલ મીડિયાને કારણે ઘણા લોકોની છુપાયેલી પ્રતિભા પણ દુનિયાની સામે આવે છે. હાલમા ભારતના એક પોલીસ અધિકારીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેના વિશે અહીં વાત કરવામા આવી રહી છે.

image source

આ વીડિયો વિશે વિગતે વાત કરીએ તો આમાં ગણવેશમાં જોવા મળતો આ અધિકારી સલમાન ખાનની ફિલ્મ બજરંગી ભાઈજાનનું ગીત ગાતો જોવા મળે છે. તે ડોલ વગાડીને ગીત ગઈ રહ્યો છે તેવુ જોઈ શકાય છે. મળતી માહિતી મુજબ આ ગણવેશધારી પોલીસ અધિકારીએ ડોલથી અદનાન સામીનું ગીત ગાયુ હતુ. લોકોને તેનો અવાજ ખૂબ જ પસંદ છે. અધિકારીએ આ ગીતને કોઈ પણ સંગીતનાં સાધનો વિના માત્ર એક ડોલ વગાડીને જ ગાયુ હતુ. કોરોના રોગચાળાના આ યુગમાં અધિકારીનું ગીત લોકોને ખુબ મજા કરાવી રહ્યુ છે.

image source

વીડિયોમાં જોઈ શકાય છે કે આ અધિકારી ભર દે જોલી તેરી ગીત સરસ રીતે ગાઇ રહ્યો છે. આ વીડિયો માત્ર ભારતમા જ નહી પણ પાકિસ્તાન સુધી વાયરલ થઈ રહ્યો છે. લોકો આ વીડિયોને શેર અને લાઇક કરી રહ્યા છે. આ અગાઉ સલાબતપુરા પોલીસ સ્ટેશનના પીએસાઈ સીએચ પનારા અને સ્ટાફ દ્વારા પોલીસ વર્દીમાં હાથમાં ગીટાર લઈને ગીત બનાવવામાં આવ્યું હતુ. પોલીસ સ્ટેશન પરિસરમાં જ બનાવવામાં આવેલું ગીત લોકોને ઘણુ પસંદ આવ્યુ હતુ.

image source

કોરોનાને હરાવવો છે અને તેના માટે લોકોનો સાથ સહકાર માંગતા ગીતમાં લોકોને ઘરમાં જ રહેવા અપીલ કરવામાં આવી હતી. જ્યારે લોક ડાઉન દરમિયાન લોકો દ્વારા પણ અનેક ગીતો બનાવવામાં આવ્યાં છે. નાના બાળકો દ્વારા પણ પોતાની ક્રિએટીવી ગીત અને ચિત્રો દ્વારા પણ બહાર આવી રહી છે. ત્યારે લોકો પોલીસનો ગીત ગાતો ચહેરો જોઈને સરાહના કરી રહ્યાં છે.

આ સિવાય અન્ય એક મહારાષ્ટ્ર પોલીસના કોન્સ્ટેબલ સાગર ઘોરપડેનો અવાજ પણ ઘણા લોકોને પસંદ પડી રહ્યો હતા. તેણે કબીર સિંહનું સોંગ ગાયુ હતુ લોકો તે સાંભળીને તેમના ઘણા વખાણ કર્યા હતા. લોકો સાગર ઘોરપડેને બોલિવુડમાં ગીત ગાવા માટે પણ કહી રહ્યા હતા. તે ગીતને અત્યાર સુધીમાં 10 લાખથી વધારે લોકો જોઇ ચૂક્યા છે. હવે આ ગીતને અન્ય સોશિયલ મીડિયા પર પણ શૅર કરવામાં આવ્યુ હતુ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!