Site icon News Gujarat

વિરાટને લંડનમાં ચિયર કરતી સમયે અનુષ્કાએ પહેર્યા આટલી કિંમતના આઉટફિટ, કિંમત જાણીને આંખો થઈ જશે ચાર

અનુષ્કા શર્મા અને તેમના ક્રિકેટર પતિ વિરાટ કોહલીએ આ વર્ષે પોતાનું પહેલું બાળક એટલે કે વામિકાને વેલકમ કરી છે. આપને જણાવી દઈએ કે અનુષ્કા અને વિરાટ હાલમાં લંડનમાં આવનારી ક્રિકેટ સીરીઝ માટે પહોંચ્યા છે.

image source

અનુષ્કા શર્મા અને ક્રિકેટર પતિ વિરાટ કોહલીએ વામિકાના જન્મ બાદ પણ એકમેકનો સાથ છોડ્યો નથી. ઉલ્લેખનીય છે કે અનુષ્કા અને વિરાટ લંડનમાં આવનારી ક્રિકેટ સીરિઝ માટે પહોંચી ચૂક્યા છે. એક સારી પત્નીની જેમ અનુષ્કા દરેક વખતે વિરાટને ચિયર કરવા તેની સાથે સીરિઝમાં જાય છે.

image source

એટલું જ નહીં જ્યારે અનુષ્કા પ્રેગનન્ટ હતી ત્યારે પણ તે વિરાટને ચિયર કરવા માટે ઈન્ડિયન પ્રીમિયર લીગના સમયે ગ્રાઉન્ડમાં પહોંચી હતી. અનુષ્કા શર્મા હંમેશા પોતાને સાબિત કરતી રહે છે અને પછી તે એક્ટિંગ કરતી હોય કે કંઈ અલગ. તે પોતાની લાઈફને બેલેન્સ કરવાનું સારી રીતે જાણે છે

image source

તેમની હેલ્થફૂલ લાઈફસ્ટાઈલ અને અનેક ફોટો જે ઈન્સ્ટાગ્રામ પર આવતી રહે છે તે એ વાતની સાબિતી આપે છે. જ્યારે અનુષ્કા પ્રેગન્નસી સમયે વિરાટને ચિયર કરી રહી હતી ત્યારે અનુષ્કાએ અનેક ગોર્જિયસ આઉટફિટ કૈરી કર્યા હતા. તે સમયે પણ તે ચર્ચામાં રહી હતી. તો આ સમયે અનુશ્કા લંડનના સ્ટેડિયમમાં હાજર રહી. જેમ કે વાયરલ ફોટોથી જાણવા મળી રહ્યું છે. તેઓએ હાલમાં પોતાના ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં તે વ્હાઈટ હૂડી અને લાલ રંગના ટાઈપોગ્રાફી અને પ્રિન્ટ જોગર્સ અને સ્લાઈડ્સમાં જોવા મળી રહી છે.

આ ફોટોમાં અનુષ્કા મેકઅપ વિના ખૂબ જ સુંદર લાગી રહી છે. આ ફોટો પોસ્ટ કરવાની સાથે અનુષ્કા શર્માએ કેપ્શનમાં લખ્યું કે, કામ ને ઘરે ન બોલાવો. થોડા સમય માટે આ વિરાટ પર લાગૂ થશે નહીં. #QuarantineAtTheStadium’

image source

અનુષ્કાએ સ્નેક પ્રિંટ કોટન જર્સી હૂડ્ડે સ્વેટ શર્ટ કૈરી કર્યું જે ઈટેલિયન લક્ઝરી લેબલ GUCCIની છે. આ સિવાય અનેક વાર અનુષ્કા અનેક અલગ અલગ ડ્રેસ કૈરી કરે છે જેને ફેન્સ ખૂબ જ પસંદ કરે છે. અનુષ્કાએ ગ્રે ટ્રેક પેંટ્સ અને GUCCI સ્લાઈડ્સ કૈરી કર્યા છે. વેબસાઈટ પર આ હૂડીની કિંમત 980 ડોલર રૂપિયા એટલે કે લગભગ 87000 રૂપિયા ભારતીય કિંમત બને છે. અને સ્લાઈડ્સની વાત કરીએ તો તેની કિંમત 436 ડોલરની છે એટલે કે તેની ભારતીય કિંમત 31000 રૂપિયાની છે. તો તમને જો આ ડ્રેસ ખરેખર ગમ્યો હોય તો તમે તેના માટે લગભગ 1 લાખ રૂપિયાને ખર્ચ કરવાની તૈયારી રાખો તે યોગ્ય છે.

image source

અનુષ્કાની વાત કરીએ તો તે ઘણા સમયથી ફિલ્મોથી દૂર છે, સિલ્વર સ્ક્રીન પર ફેન્સ તેમને મિસ કરી રહ્યા છે. જો કે આ સમયે તેઓએ અનેક સારી ફિલ્મોને પ્રોડ્યુસ કરી છે. જેમાં પાતાળલોક અને બુલબુલ પણ છે. આ સિવાય તે જલ્દી ઈરફાન ખાનના દીકરા બાબિલને પણ લોન્ચ કરવા જઈ રહી છે.

Exit mobile version