વાયરસ અને ફ્લૂથી બચવું છે તો ડાયટમાં સામેલ કરો આ ખાસ ચીજોને, મળશે ચમત્કારિક ફાયદા

ઘરની બહાર જ નહીં પણ ઘરની અંદર પણ વાયરસથી સુરક્ષિત રહેવા માટે તમે ઇમ્યુનિટીને મજબૂત રાખો તે જરૂરી છે. તેના માટે આ ચીજને ડાયટમાં સામેલ કરી શકાય છે.

image source

કોરોનાએ કહેર વર્તાવ્યો છે તો તેનાથી બચવા માટે ઘરમા અને સુરક્ષિત રહેવું જરીરી છે. વાયરસ અને ફ્લૂ ઘરમાં પણ તમારો પીછો છોડતી નથી. એવામાં ઘરની બહાર નહીં પણ ઘરની અંદર પણ ઘરને સુરક્ષિત કરવા માટે તમે ઈમ્યુનિટીને બૂસ્ટ કરો અને તે તમને વાયરસથી બચાવશ.

image source

ઈમ્યુનિટી બૂસ્ટ કરવા માટે તમે ઉકાલો અને વિટામીન સીની ટેબ્લેટનું સેવન કરી શકાય છે. સારું રહેશે કે તમારા ડાયટમાં તેને સામેલ કરી લો. ઈમ્યુનિટીને વધારી શકો તે માટે પેટ ભરવું પણ જરૂરી છે. વાયરસથી બચવા માટે ઈમ્યુનિટીને આ ચીજોની મદદથી વધારી શકાય છે.

પ્રી બાયોટિક ફૂડને કરી લો ડાયટમાં સામેલ

પોતાને અંદરથી મજબૂત બનાવવા માટે પ્રી બાયોટિક ફૂડને ડાયટમાં સામેલ કરો તે જરૂરી છે. આ ફૂડ આંતરડામાં સારા બેક્ટેરિયાને વધારવામાં મદદ કરે છે. પ્રી બાયોટિક્સ ફૂડના સેવનથી તમારી ઇમ્યુન સિસ્ટમ મજબૂત બને છે. સાથે જ પાચન પણ સારું કર છે. પ્રી બાયોટિક્સ ફૂડના આધારે આ ચીજોને ડાયટમાં સામેલ કરવા અને તેમાં બદામ, કેળા, લસણ, ડુંગળી, સોયાબીન, ઘઉં, જવ અને મકાઈને સામેલ કરો.

ફર્મેટેડ ફૂડનું સેવન કરો

image source

તમારી ઇમ્યુનિટી વધારવામાં આ ફૂડ તમારી મદદ કરી શકે છે. તેને ડાયટમાં સામેલ કરવાથી તમારું મેટાબોલિઝમ સારું રહે છે. આથેલો ખોરાક આંતરડા માટે સારો માનવામાં આવે છે. ફર્મેન્ટેડ ફૂડને ડાયટમાં સામેલ કરી લેવાથી શરીરમાં ઈમ્યુનિટી સારી રહે છે. આ માટે તમે ઈડલી, ઢોંસા, અથાણા, દહીં, કાંજીને સામેલ કરી શકો છો.

એન્ટી ઓક્સીડન્ટથી ભરપૂર ચીજો ખાઓ

image source

એન્ટી ઓક્સીડન્ટથી ભરપૂર ચીજોને ડાયટમાં સામેલ કરવાથી ઈમ્યનિટી વધે છે. તમે કોઈ પણ પ્રકારની સંક્રમિત બીમારીથી પોતાને બચાવી શકો છો. બીટા કેરોટિનથી યુક્ત ખાદ્ય પદાર્થ એન્ટી ઓક્સીડન્ટના સારા સોર્સ છે. આ સિવાય વિટામીન સી, વિટામીન ઈ પણ તેમાંથી મોટા પ્રમાણમાં મળે છે. તમે ટામેટા, સફરજન, બ્લૂ બેરી, ગ્રીન ટી, ફ્લાવર, ડુંગળી, સંતરા, કોકો, સ્ટ્રોબેરી, બીટ અને બીન્સનું સેવન કરો.