મોટેરા સ્ડેડિયમની સ્પીચને લઈ કોલ્ડ વોર, યુવરાજે કહ્યું, કુંબલે-હરભજને 800થી 1000 વિકેટ ઝડપી હોત, તો અશ્વિને આપ્યો આવો જવાબ

નરેન્દ્ર મોદી સ્ટેડિયમને લઈને એક ખરાબ સમાચાર સામે આવ્યાં હતા કે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઇન્ડિયા (BCCI) અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી પિન્ક બોલના રિઝલ્ટ પછી ભવિષ્યમાં ડે-નાઈટ ટેસ્ટ રમાડવાની ઈચ્છા ધરાવતું નથી. ત્યારે હવે ફરી એકવાર ખરાબ સમાચાર સામે આવી રહ્યાં છે અને ભારતના જ દિગ્ગજો આ સ્ટેડિયમ વિશે ખરાબ માહિતી આપી રહ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની ટીકા કર્યા પછી ભારે ટ્રોલ થતો જોવા મળી રહ્યો છે.

image source

જો વિગતે વાત કરીએ તો મામલો કંઈક એમ છે કે યુવરાજે ટેસ્ટ મેચ 2 દિવસમાં સમાપ્ત થઈ જતાં કહ્યું હતું કે, જો અનિલ કુંબલે અને હરભજન સિંહ આવી પિચો પર રમે તો અનુક્રમે 1 હજાર અને 800 વિકેટ્સ સાથે કરિયર સમાપ્ત કરત. આ નિવેદન સાંભળીને જ ફેન્સ વિચારમાં પડી ગયા અને હવે તો દિગ્ગજો પણ આ ટ્વીટ પર પોતાના નિવેદનો નોંધાવી રહ્યા છે.

યુવરાજના આ નિવેદન પર રવિચંદ્રન અશ્વિને પણ પ્રતિક્રિયા આપી છે. અશ્વિને કહ્યું કે, મેં યુવરાજની ટ્વીટ વાંચી તો મને એમાં કંઈપણ ખોટું ન લાગ્યું. હું એ ન સમજ્યો કે તેઓ અમને કઈ કહેવા માગે છે કે કોઈ સલાહ આપવા માગે છે. મને ખબર નથી પડી કે મારી નિંદા કરી છે કે મારી પ્રશંસા કરી છે?

image source

આગળ વાત કરતાં અશ્વિને કહ્યું કે, ટેલેન્ટની જગ્યાએ પિચને મહત્ત્વ આપવામાં આવે તો મેને કોઈ વાંધો નથી પરંતુ અત્યારે એક વ્યક્તિગત વિચારને મોટો મુદ્દો બનાવવામાં આવી રહ્યો છે અને મને એ વાતથી વાંધો છે. અશ્વિન આટલું કહીને અટકી નથી ગયો. પિચનો બચાવ કરતાં કહ્યું કે, ‘તમારા માટે સારી પિચ એટલે કેવી પિચ? જે પ્રથમ બે દિવસ સિમ થાય, પછી બેટ્સમેનને મદદ કરે અને અંતિમ બે દિવસે સ્પિનર્સને મદદ કરે? આવું કોણ નક્કી કરે છે? આવા નિયમો કોણ બનાવે છે? આપણે આવી વાતો બંધ કરવાની જરૂર છે.

image source

આગળ વાત કરીએ તો જ્યારે અશ્વિનને પૂછવામાં આવ્યું કે શું આગામી મેચમાં પણ આવી પિચ જોવા મળશે? તો અશ્વિને કહ્યું કે, એના પર નિર્ભર કરે છે કે તમને શેની આશા છે? અમે એક સારી ક્રિકેટ મેચ રમવાની આશા રાખી રહ્યા છીએ. જો આ એક ટ્વીટમાં તો બબાલ હતી જ, પણ આ સાથે જ જ્યારે ભારત ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ 10 વિકેટે જીતી ગયું ત્યારે પણ યુવરાજે ટ્વીટ કરી હતી કે, મેચ 2 દિવસમાં પુરી થઈ જાય એ સારી વાત નથી. ટેસ્ટ ક્રિકેટ માટે તો ખાસ કરીને સારી વાત નથી. જો અનિલ કુંબલે અને હરભજન સિંહ આવી વિકેટ્સ પર બોલિંગ કરે તો અનુક્રમે 1000 અને 800 વિકેટ્સ સાથે કરિયર સમાપ્ત કરત. તેમ છતાં અક્ષર પટેલે સારો સ્પેલ નાખ્યો હતો. અશ્વિનને 400 ટેસ્ટ વિકેટ્સ અને ઇશાંત શર્માને 100મી ટેસ્ટ રમવા બદલ અભિનંદન.

image source

ઉલ્લેખનીય છે કે ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચેની આ ટેસ્ટ ભારતમાં રમાયેલી બોલના માર્જિનથી અત્યાર સુધીની સૌથી ટૂંકી ટેસ્ટ હતી. આ મેચવ માત્ર 842 બોલમાં સમાપ્ત થઈ ગઈ કે જે આ પહેલાં ક્યારેય નથી થઈ. આ સિવાય જો વાત કરવામાં આવે તો અમદાવાદ ખાતેની મેચ 2 દિવસની અંદર પતી ગઈ હતી એ પછી ઇન્ડિયન ટીમના મેમ્બર્સ ફ્યુચરમાં ડે-નાઈટ ટેસ્ટ રમવા માટે પોઝિટિવ નથી. BCCIએ ખેલાડીઓનો ફિડબેક સિરિયસલી લીધો છે અને દેશમાં પિન્ક બોલ ટેસ્ટના ફ્યુચર અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યું છે. બોર્ડના અધિકારીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, પ્લેયર્સ જે કહે તે મહત્ત્વનું હોય છે. અમે જલ્દી નિર્ણય લેશું કે શું અમારે ભવિષ્યમાં પિન્ક-બોલ ટેસ્ટ રમાડવી જોઈએ કે નહીં.

image source

ઉલ્લેખનીય છે કે, પિન્ક બોલને પણ રેડ બોલની જેમ જ બનાવવામાં આવે છે. એકમાત્ર ફર્ક એ છે કે પિન્ક બોલને બનાવવામાં ગ્રીઝનો ઉપયોગ થતો નથી, પરંતુ રાત્રે બોલને જોવામાં તકલીફ ન પડે એ માટે એના પર એક્સ્ટ્રા લેકર (સરળ ભાષામાં કલર સ્પ્રે) નાખવામાં આવે છે. એ સિવાય પિન્ક બોલને રેડ કલરના બોલની જેમ ડાઇથી કલર કરવામાં આવે છે અને થ્રેડિંગ પણ એ રીતે જ થાય છે. લેકર પિન્ક બોલ પર રેડ બોલની સરખામણીએ એક એક્સ્ટ્રા લેયર છે અને એને લીધે શરૂઆતની 10-15 ઓવરમાં પિન્ક બોલ રેડ બોલની સરખામણીએ વધુ સ્વિંગ થાય છે. તેમજ સરફેસ પર પિચ થયા બાદ ઝડપથી ટ્રાવેલ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!