ટપોટપ મોત થતાં કાળમાં આશાનું કિરણ બની નવી દવા, ઝાયડસ કેડિલાની દવાથી સીધો 91 ટકાનો પડી જાય ફરક

આખો દિવસ જ્યારે નેગેટિવ સમાચાર જ સામે આવે ત્યારે વચ્ચેથી જોઈ પોઝિટિવ સમાચાર સાંભળવા મળે તો લોકોને ખુબ રાજીપો થાય છે. જો ભારત સરકારના આરોગ્ય મંત્રાલાયનાં આંકડા મુજબ વાત કરવામાં આવે તો શુક્રવારે રેકોર્ડ બ્રેક 3.32 લાખ નવા કોરાના કેસ ઉમેરાવા સાથે દેશમાં અત્યાર સુધી કુલ કોરોના કેસની સંખ્યા 1.62 કરોડ પહોંચી છે. તેવા સમયે રાહતના સમાચાર એ આવ્યા છે કે કોરોનાની સારવાર માટે વધુ એક દવાને મંજુરી મળી છે. ત્યારે હાલમાં જે માહિતી તમારી સાથે શેર કરવી છે એમાં કંઈક એવી જ વાત સામે આવી છે કે કરોડો લોકો માટે આશાનું કિરણ જાગ્યુ છે. કારણ કે મહામારીમાં કોરોનાની સારવારની દવાના સંશોધનને લઇને અમદાવાદની કંપની ઝાયડસ કેડિલાને વધુ એક સફળતા મળી છે.

image source

કંપનીએ કોવિડ-19ની સારવારમાં ઉપયોગી એવા દવા-ઇન્જેકશ વિરાફીન બનાવી છે. આ સમાચાર મળતાં જ લોકોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સૌથી ખુશીની વાત એ છે કે આ દવાને ભારત સરકારના ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા -ડીજીસીઆઇ દ્વારા પણ મંજુરી મળી ગઈ છે.

image source

રાજયની ફાર્મા કંપની ઝાયડસ કેડિલાએ ડીસીજીઆઇ – ડ્રગ કન્ટ્રોલર જનરલ પાસેથી કોવિડ 19ના સંક્રમણનો ઉપચાર કરવા માટે એન્ટીવાયરલ વિરાફીન દર્દીઓની ઝડપથી રિકવરી માટે મદદ કરશે. ઝાયડસ કેડિલા કંપનીએ તેની સંશોધિત નવી દવા વિરાફીન અગે દાવો કર્યો છે કે, આ ઇંજેકશનના ઉપયોગથી સાત દિવસમાં 91.16 ટકા કોરોના અસરગ્રસ્ત દર્દીઓના આરટીપીસીઆર ટેસ્ટ નેગેટીવ આવ્યા છે. આ એંટીવાયરલ ડ્રગના ઉપયોગથી દર્દી કોરોનાથી રાહત મેળવાની સામે તેની સામે લડવાની તાકાત મેળવે છે.

image source

આ સાથે જ આગળ વાત કરીને દાવો કરતાં કંપની એમ પણ જણાવી રહી છે કે, કોરોના થવાના શરુઆતના જ લક્ષણમાં જો વિરાફીન દવા આપાવામાં આવે છે, તે કોરોનામાંથી બહાર આવવા સાથે તેમને પડતી મુશ્કેલીઓ ઓછી થાય છે. એક સારા સમાચાર એ પણ છે કે આ ડ્રગને ભારતમાં 25 જેટલા સ્થળો પર ક્લિનીકલ ટ્રાયલ કરવામાં આવી હતી, જેના સારા પરિણામ મળ્યા હતા. આ દવા અંગે કેડિલા હેલ્થકેરના મેનેજીંગ ડિરેકટર ડો. શર્વિલ પટેલે પણ સારી વાત કરી હતી અને જણાવ્યુ હતુ કે, કોવિડ-19 સામેની લડતમાં હાલના સમયમાં યોગ્ય સમયે દવા આવી છે, અમે જે દવા ઓફર કરી રહ્યા છે, તે શરુઆતના સ્ટેજમાં જ પીવડાવવામાં આવે તો વાયરલ લોડમાં તે નોંધપાત્ર રીતે ઘટાડે છે. અને રોગ સામે લડવામાં મદદ કરે છે. જો કે એક વાત દર્દીને ખાસ ધ્યાનમાં રહે કે આ દવા એટલેકે ઇન્જેકશન ડોકટરની સલાહથી દર્દીને અપાશે, જે હોસ્પિટલને ઉપલબ્ધ કરાવવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *