મિત્રતા દિવસ વિશેષઃ બોલિવૂડના આ કલાકારો ફક્ત કોસ્ટર્સ જ નહીં પણ મિત્રો પણ છે, જાણી લો એ વિશે વધુ

મિત્રો સાથે વિતાવેલી ક્ષણોને કોણ ભૂલી શકે છે? સારા મિત્રો ની ચાહના દરેક વ્યક્તિને હોય છે. મુશ્કેલ સમયમાં દોસ્ત જ સૌથી પહેલા આવીને આપણી મદદ કરે છે દરેક સંબંધનો એક દિવસ હોય છે જેમ કે માતા માટે મધર્સ ડે, પિતા માટે ફાધર્સ ડે. એવી જ રીતે મિત્રો માટે ફ્રેન્ડશિપ ડે મનાવવામાં આવે છે.આ ખાસ દિવસને ઓગસ્ટ મહિનાના પહેલા રવિવાર ઉજવવામાં આવે છે. આ દિવસને લઈને ઘણા મિત્રો ખૂબ જ ઉત્સાહિત પણ હોય છે. આ વિશે આજે આપણે બોલિવુડના એ એક્ટર્સની વાત કરીશું જે પોતાની પાક્કી મિત્રતાના કારણે જાણીતા છે. ઘણીવાર સોશિયલ મીડિયા પર એમની પાક્કી દોસ્તીની ખૂબ જ ચર્ચા થાય છે ઘણા સ્ટેજ પર આ જાણીતા કલાકારો એકસાથે દેખાઈ ચુક્યા છે આ એક્ટર્સની મિત્રતાની લોકો મિશાલ પણ આપવા છે. તો ચાલો જાણી લઈએ એમના વિશે.

સલમાન ખાન અને આમિર ખાન

image source

બોલીવુડમાં ખાન નામ ખૂબ જ લોકપ્રિય છે. કહેવામાં આવે છે કે બોલીવુડમાં ખાન નામનો સિક્કો ચાલે છે. શાહરુખ, સલમાન અને આમિર આ ત્રણેય ખાન દર વર્ષે એકથી લઈને એક ચડિયાતી ફિલ્મો લઈને આવે છે. ભલે પડદા પર એમની વચ્ચે કોમ્પિટિશન જોવા મળે પણ અસલ જિંદગીમાં એવું નથી. રિયલ લાઈફમાં સલમાન ખાન અને આમિર ખાન ખૂબ જ સારા મિત્રો છે. એ બન્નેએ ઘણી સુપરહિટ ફિલ્મોમાં એકસાથે કામ પણ કર્યું છે.

વરુણ ધવન અને આલિયા ભટ્ટ.

image source

વરુણ ધવન અને આલિયા ભટ્ટને તમે ઘણી ફિલ્મોમાં એકસાથે જોયા હશે.એ બન્નેએ સ્ટુડન્ટ ઓફ ધ યર ફિલ્મમાં એકસાથે જ પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. એ સિવાય એ હંપટી શર્મા કી દુલહનિયા, બદ્રીનાથ કી દુલહનિયા, કલંક જેવી ઘણી ફિલ્મોમાં એકસાથે કામ કરી ચુક્યા છે. પડદાની સાથે સાથે એ બંને અસલ જિંદગીમાં પણ ખૂબ જ સારા મિત્રો છે.

રણવીર સિંહ અને અર્જુન કપૂર.

image source

રણવીર સિંહ અને અર્જુન કપૂર બન્ને ખૂબ જ સારા મિત્રો છે. ઘનિવાર એ લોકો એકબીજા સાથે મસ્તી કરતા દેખાય છે. ઘણા મોટા ઇવેન્ટ્સમાં પણ એ બન્ને ઘણીવાર સાથે દેખાય છે. આ બન્નેએ એકસાથે ફિલ્મ ગુંડેમાં કામ કર્યું હતું.

શાહરુખ ખાન અને કાજોલ.

image source

શાહરુખ ખાન અને કાજોલ બોલીવુડની જાણીતી રોમેંટિક જોડીઓમાંથી એક છે. બંનેએ લાંબા સમય સુધી એકસાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. એમની ઘણી ફિલ્મો બોક્સઓફિસ પર સુપર ડુપર હિટ રહી છે. આ બન્ને અસલ જીવનમાં પણ ઘણા સારા મિત્રો છે.

કેટરીના કેફ અને આલિયા ભટ્ટ.

image source

આલિયા ભટ્ટ અને કેટરીના કેફ પોતાની દોસ્તી માટે જાણીતા છે. ઘણીવાર બન્ને ઘણા ઇવેન્ટ્સ અને શોમાં એકસાથે દેખાય છે. કેટરીના કેફ અને આલિયા ભટ્ટની દોસ્તી બોલીવુડમાં ખૂબ જ ફેમસ છે.