Site icon News Gujarat

ખૂબ જ મોંઘું છે નોરાનો આ બેસ્પોક વાઈન રેડ ગાઉન, કિંમત જાણીને તમારી આંખો પણ થશે ચાર

બોલિવૂડની ડાન્સિંગ ક્વીન બની ચુકેલી નોરા ફતેહી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને તે ઘણીવાર પોતાના નવા લૂક્સની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. તાજેતરમાં પણ તેણે તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં નોરા ફતેહીનો નવો લુક જોવા મળી રહ્યો છે. આ ફોટોમાં તેણે જે ડ્રેસ પહેર્યો છે તેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

image source

નોરા ખૂબ જ સારી ડાન્સર હોવા ઉપરાંત પ્રતિભાશાળી અભિનેત્રી પણ છે. તે એક એવી અભિનેત્રી છે જેની પાસેથી બોલ્ડ, રિસ્કી સ્ટેપ્સને પણ સારી રીતે પર્ફોમ કરવાની આશા રાખવામાં આવે છે. તેનો અંદાજ બેલેન્સડ અને જોરદાર હોય છે. તેવામાં નોરા ફતેહીનો આ નવો લુક સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. નોરા ફતેહીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરી છે.

image source

નોરાએ આ તસવીરોમાં એક ખાસ ગાઉન પહેર્યું છે. આ તસવીરો શેર થયાની સાથે જ ચર્ચાનો વિષય બની છે કારણ કે તેના પર લાખો લાઈક્સ અને કોમેન્ટ મળી રહી છે. નોરાના ફેન્સ તેની સુંદરતાને ભરપુર વખાણ કરી રહ્યા છે. કેટલાકે તો તેને આઈ લવ યુ પણ કહી દીધું છે.

image source

નોરાએ પહેરેલા વાઈન રેડ આઉટફિટને બ્રિટિશ કંટેમ્પરરી વીમેન ફેનશ લેબલ અપ્રેલ એન્ડ એલેક્સે ડિઝાઈન કર્યું છે. આ ગાઉનની કીંમત 51,163 રૂપિયા છે. આ ગાઉનની પેટર્ન ફ્લોર લેંથની છે. ડ્રેસમાં સ્ટાઈલ કોશંટને એડ કરવા માટે હેવી કટ ડિઝાઈન કરવામાં આવ્યો છે. આઉટફિટને સાટીન મિક્સ સ્ટ્રેચેબલ મટિરિયલથી બનાવવામાં આવ્યું છે.

image source

નોરાએ આ ડ્રેસ સાથે ડાર્ક મેકઅપ કર્યું છે. તેણે પોતાના વાળને સાઈટ પાર્ટેડ સ્ટાઈલમાં પાછળ તરફ ખુલ્લા મુક્યા છે. જે ડ્રેસ સાથે મેચ કરે છે. તેની સાથે તેણે ન્યૂડ સેંડલ કેરી કર્યા છે. સાથે જ ગોલ્ડન લેયર્ડ નેકપીસ પહેર્યું છે. નોરાના લુકને કંપ્લીટ કરે છે બોલ્ડ રેડ લિપ્સ. નોરાના આ લુકની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. તેનો આ અંદાજ પણ લોકોને ખૂબ પસંદ પડી રહ્યો છે.

image source

જણાવી દઈએ કે નોરા ટુંક સમયમાં ભુજ ધ પ્રાઈડ ઓફ ઈંડિયા ફિલ્મમાં જોવા મળશે. તાજેતરમાં જ આ ફિલ્મનું ગીત રિલીઝ થયું છે જેમાં નોરા ડાન્સ કરતી જોવા મળે છે. આ ગીતના શબ્દો કોકા કોલા છે જે રિલીઝ થવાની સાથે જ ટોપ ટ્રેંડમાં જોવા મળી રહ્યું છે. નોરાના આ ગીતથી પણ તેના ચાહકો ખૂબ ઈંપ્રેસ થયા છે.

Exit mobile version