શમિતા શેટ્ટી કરે છે કરોડોમાં કમાણી, જાણી લો એવું તો શું કામ કરે છે, જાણીને તમે પણ ચોંકી જશો

શિલ્પા શેટ્ટીની જેમ જ હાલના દિવસોમાં એમની બહેન શમિતા શેટ્ટી પણ સતત ચર્ચામાં છે. પહેલા શમિતા શેટ્ટી પોતાના જીજાજી રાજ કુન્દ્રાના સમર્થનને લઈને ચર્ચમાં આવી હતી પણ એમને ત્યારે બધાને હેરાન કરી દીધા જ્યારે ઘરમાં ચાલી રહેલી તકલીફોની વચ્ચે એમને આ વર્ષે બિગ બોસ ઓટીટીનો ભાગ બનવાનો નિર્ણય લીધો. સોશિયલ મીડિયા પર લોકો એમની ખૂબ જ આલોચના કરી રહ્યા છે અને સાથે સાથે મેકર્સને પણ ખરી ખોટી સંભળાવી રહ્યા છે. જો કે શમિતા શેટ્ટી એ પહેલાં પણ બિગ બોસનો ભાગ રહી ચુકી છે તેમ છતાં દર્શકો એમના વિશે વધુમાં વધુ જાણવા માંગે છે.

image source

જયારથી રાજ કુન્દ્રાના અશ્લીલ ફિલ્મો બનાવવા અને એને પોતાની એપ પર રિલીઝ કરવાનો કેસ સામે આવ્યો છે ત્યારથી દરેકના મનમાં એ જ સવાલ સતત ઉઠી રહ્યો છે કે ફિલ્મોથી દૂર રહેવા છતાં પણ શેટ્ટી સિસ્ટર્સની કમાણીનો સોર્સ શુ છે. શિલ્પા શેટ્ટી અભિનેત્રી હોવાની સાથે સાથે બિઝનેસ વુમન પણ છે અને એમની કમાણી કરોડોમાં છે. પણ આજે અમે તમને શિલ્પા શેટ્ટીની નહિ પણ એમની બહેન શમિતા શેટ્ટીની નેટ વર્થ વિશે જણાવવા જઈ રહ્યા છે.

image source

શમિતા શેટ્ટી ઘણા લાંબા સમયથી પડદાથી દૂર છે. એમને વ્યા વર્ષે આવેલી વેબ સિરીઝ બ્લેક વિડોમાં જોવામાં આવી હતી. એ પહેલાં એ લાંબા સમય સુધી ફિલ્મી દુનિયાથી દૂર રહી હતી. એવામાં દર્શકોના મનમાં એ સવાલ ઉઠે એ સ્વાભાવિક છે કર આખરે એમની કમાણીનો સોર્સ શુ છે. એ ક્યાંથી અને કેવી રીતે પોતાની લાઇફસ્ટાઇલ મેઈન્ટેન કરે છે. શમિતા શેટ્ટી એક અભિનેત્રી હોવાની સાથે સાથે એક ઇન્ટિરિયર ડિઝાઈનર પણ છે. એ સાથે જ એ ઘણી બ્રાન્ડ એન્ડોરસમેન્ટ સાથે જોડાયેલી છે.

image source

શમિતા શેટ્ટી ભલે પડદાથી દૂર હોય પણ એમના આ કામોમાંથી એમને લાખો રૂપિયાની કમાણી થાય છે. મોટી બહેન શિલ્પા શેટ્ટીની જેમ જ એમની પણ નેટવર્થ 1થી 5 મિલિયન ડોલરની વચ્ચે જણાવવામાં આવી રહી છે. રિપોર્ટ્સ અનુસાર બિગ બોસના ઘરમાં ફરી વાર આવવા માટે પણ શમિતા શેટ્ટીને સારી એવી ફી લીધી છે

image source

જ્યારે રાજ કુન્દ્રાનો વિવાદ સામે આવ્યો છે ત્યારથી શિલ્પા શેટ્ટીની સાથે સાથે એમની બહેન શમિતા શેટ્ટીને પણ આ કેસમાં જોડવામાં આવી રહી છે. બિગ બોસ ઓટીટીમાં જ્યારે એમને રાજ કુન્દ્રાને લઈને સવાલ કરવામાં આવ્યો તો એમને જવાન આપતા કહ્યું કે એ આ વિવાદનો પહેલા જ બિગ બોસ સાથે કોન્ટ્રાકટ સાઈન કરી ચુકી હતી. પણ રિપોર્ટ્સ અનુસાર શમિતા શેટ્ટીને આ શો સાથે જોડાવવાના એક દિવસ પહેલા જ ઓફર મળી હતી.

image source

બિગ બોસના ઘરમાં શમિતા શેટ્ટીને જોયા પછી સોશિયલ મીડિયા પર લોકો પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. એ ટ્રોલર્સના નિશાને આવી ગઈ છે. પોતાના જીજા રાજ કુન્દ્રાનું સમર્થન કરવાના કારણે એમને સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે સેમ કન્ટેસ્ટન્ટને શોમાં વારંવાર શુ કામ લાવો છો. એવું છે તો કેઆરકેને પણ ફરી વાર લઈ આવો. બીજા એક યુઝરે લખ્યું છે કે એ અહીંયા બીજી વાર શુ કરી રહી છે. અન્ય એક યુઝરે લખ્યું છે કે શમિતા શેટ્ટીને કેમ લાવ્યા છો, અન્ય કોઈ ન મળ્યું કે શું.