Site icon News Gujarat

ક્રેડિટ સ્કોર જાળવી રાખવા અને સરળતાથી લોન લેવા માટે ભૂલથી પણ ન કરશો આ કામ

શું આપની લોન એપ્લીકેશન વારંવાર રદ્દ થઈ રહી છે? જો આવું થાય છે તો પોતાના ક્રેડીટ સ્કોર જાણી લો. આમ કરવાથી કેટલીક બાબતો સ્પષ્ટ થઈ જશે જે આપના ક્રેડીટ અને લોન સંબંધિત હશે. ક્રેડીટ સ્કોરથી આપના ક્રેડીટ વ્યવહારની માહિતી મળે છે. આ સ્કોર આ પણ જણાવે છે કે, આપ કેટલા સુધીની લોન મેળવી શકો છો? સિબિલ, ઈક્વીફેક્સ, હાઈમાંર્ક જેવી એજન્સીઓ ક્રેડીટ ઇન્ફોર્મેશન બ્યુરો છે જે ક્રેડીટ સ્કોર વિષે જાણકારી આપે છે. આ એજન્સીઓ આપની ક્રેડીટ યોગ્યતા વિષે જણાવે છે અને ક્રેડીટ સ્કોરને ૩૦૦ થી ૯૦૦ વચ્ચે આંકે છે. લોન લેનાર વ્યક્તિ કે પછી ક્રેડીટ કાર્ડનો ઉપયોગ કરનાર વ્યક્તિઓનું વિવરણ બેંકો તરફથી ક્રેડીટ બ્યુરોને મોકલવામાં આવે છે. ત્યાર બાદ ક્રેડીટ વ્યવહાર વિષે જાણી શકાય છે.

image source

એવું માનવામાં આવે છે કે, કોઈ વ્યક્તિનો ક્રેડીટ સ્કોર ૭૫૦ની આસપાસ હોવો જોઈએ. ક્રેડીટ સ્કોર જેટલો વધારે હશે, લોન લેવાની યોગ્યતા એટલી જ વધારે રહેશે. આવી સ્થિતિમાં લોન એપ્લીકેશન સરળતાથી પાસ થશે અને કેટલીક પ્રક્રિયા બાદ લોન આપી દેવામાં આવે છે. ચાલો જાણીશું કે, તે કઈ ભૂલો છે જેનાથી ક્રેડીટ સ્કોર નીચો થઈ જાય છે અને લોન લેવામાં મુશ્કેલી આવે છે.

-સમયસર લોન નહી ચુકવવા પર શું થશે?

image source

સમયસર લોન નથી ચુકવવામાં આવતી તો ક્રેડીટ સ્કોર પર મોટી અસર પડી શકે છે. નિયમિતતાને લઈને બધી રેટિંગ એજન્સીઓ સખ્ત નજર રાખે છે. એમાં આ જોવામાં આવે છે કે, લોન લેનાર વ્યક્તિ કે પછી ક્રેડીટ કાર્ડથી ખર્ચ કરનાર વ્યક્તિ કેટલી સરળતાથી ડયુઝ પેમેંટ કરી દેતા હોય છે. ફોન, વીજળી, પાણી વગેરે બિલ પણ જોવામાં આવે છે કે, કેટલા જલ્દી ચૂકવાઈ જઈ રહ્યા છે. જો આપ એમાં મોડું કરશો તો ક્રેડીટ સ્કોર પ્રમાણે આ મોટી ભૂલ થશે.

-ક્રેડીટ કાર્ડ અને લોન માટે કેટલીક એપ્લીકેશન:

image source

જયારે આપ કોઈ એક બેંક કે પછી જુદી જુદી કેટલીક બેંકોને લોન માટે એપ્લીકેશન આપો છો તો એને સારું નથી માનવામાં આવતું. એનાથી જાણવા મળે છે કે, આપના આવેદન પર જલ્દી કાર્યવાહી નથી થઈ રહી કેમ કે, કોઈ ખામી રહી ગઈ હશે. આપ કેવી રીતે લોન ઈચ્છો છો અન કેટલી લોન ઈચ્છો છો, આ એપ્લીકેશનને પાસ કરવા માટે જોવામાં આવે છે. એના માટે પહેલાનો ક્રેડીટ સ્કોર જોવામાં આવે છે. માની લો આપે કેટલાક ક્રેડીટ કાર્ડ માટે એપ્લાય કરી છે પરંતુ જુના બિલ ચુક્વવામાં અસમર્થ રહે છે તો એનાથીક્રેડીટ સ્કોર ઘટે છે. વારંવાર એપ્લીકેશન આ દર્શાવે છે કે, આપને ક્રેડીટની ખુબ જ જરૂરિયાત છે. આ સ્થિતિ સારી નથી માનવામાં આવી.

-ક્રેડીટ કાર્ડ પર મોંઘી ખરીદી ના કરો.

image source

ક્રેડીટ કાર્ડ પર મોંઘી ખરીદી કરો કે પછી તેની મોટાભાગની લિમિટ ખર્ચ કરો, પરંતુ બિલ સમયસર ચૂકવી દો. જો પુરા પૈસા નથી ચુકવતા અને મિનિમમ ડયુજ જ ચૂકવો છો તો એનાથી કર્જની જાળમાં ફસાઈ શકો છો. એક મહિનાની ક્રેડીટ બીજા મહિનામાં જાય છેતો વ્યાજ વધી જાય છે અને એનાથી આપનો ક્રેડીટ સ્કોર નીચો જાય છે. એટલા માટે ક્રેડીટ યુટિલાઈઝેશન રેટને હંમેશા ૩૦%ની આસપાસ રાખો અને સમયસર બિલ ચુકવતા રહો. ક્રેડીટ કાર્ડથી મોંઘી ખરીદી કરવાથી બચો. જો કરો છો તો સમયસર બિલ ચૂકવી દો.

-ક્રેડીટ કાર્ડની લિમિટ ઘટાડવી.

ક્રેડીટ કાર્ડની લિમિટ વધારવી યુટિલાઈઝેશન રેટ વધારવા માટે સારું હોય છે. એનાથી એકદમ ઊંધું જો લિમિટ ઘટે છે તો યુટિલાઈઝેશન રેટ ઘટે છે. આપ કાર્ડથી ઓછી ખરીદી કરી શકશો જેનાથી યુટિલાઈઝેશન રેટ પ્રભાવ પડશે. એવું માની લો કે, પહેલા ક્રેડીટ કાર્ડની લિમિટ ૧ લાખ રૂપિયા હતી અને આઉટસ્ટેન્ડિંગ ડયુઝ ૨૫ હજાર રૂપિયા આવતું હતું. ક્રેડીટ કાર્ડની લિમિટ ઘટીને ૬૦ હજાર રૂપિયા કરીને યુટિલાઈઝેશન રેટ ૨૫% થી વધીને ૪૨% ઉપર જઈ શકે છે. આ આગળ જઈને લોન લેવામાં મુશ્કેલી ઉભી કરશે. એનાથી બચવા માટે ક્રેડીટ કાર્ડની લિમિટ ઘટાડવા વિષે વિચારવું નહી. જો ક્રેડીટ કાર્ડ પર વધારે ચાર્જ નથી આવતા તો તેને કેન્સલ પણ ના કરાવો.

-લોન પહેલા ચૂકવીને તેને બંધ ના કરો.

image source

લોન ચૂકવીને આપ ભલે જલ્દી ફ્રી થઈ જશો પરંતુ એની નકારાત્મક અસર ક્રેડીટ સ્કોર પર જોઈ શકાય છે. ખાસ કરીને આપે સિક્યોર્ડ લોન લીધી છે તો લોન ફોરક્લોઝર થવાથી ક્રેડીટ હિસ્ટ્રી ઘટે છે અને એનાથી ક્રેડીટ એકાઉન્ટને વધારે ફાયદા મળશે નહી. લોન ફોરક્લોઝર માટે બેંક આપની પાસેથી વધારાના પૈસા લઈ શકે છે. આ લોન અને રીપેમેંટના પૈસાના સોર્સ પર નિર્ભર કરશે. એટલા માટે લોન ફોરક્લોઝર કરતા પહેલા તેના નફા અને નુકસાન વિષે જરૂરથી જાણી લેવું.

Exit mobile version