Site icon News Gujarat

મરતા મરતા બચ્યા હતા અમિતાભ બચ્ચન, આ દિવસે પરત ફર્યા હતા કુલી ફિલ્મના સેટ પર બનેલી ઘટના પછી

અમિતાભ બચ્ચનના ફેન્સને ફિલ્મ કુલીના સેટ પર એમના એક્સિડન્ટ સાથે જોડાયેલી વાતો આજે પણ યાદ છે. અમિતાભ બચ્ચન એક એક્શન સિક્વન્સના શૂટિંગ દરમિયાન ઘાયલ થઈ ગયા હતા. વર્ષ 1982માં અમિતાભ બચ્ચન કુલી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા જ્યારે એમને એક કૂદકો માર્યો હતો અને ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા. એમને બેભાન હાલતમાં સેન્ટ ફિલોમેના હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. એના તરત પછી એમને મુંબઈ લઈ જવામાં આવ્યા હતા અને બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. ફિલ્મમાં અમિતાભ બચ્ચન પોતાનો સ્ટંટ જાતે કરી રહ્યા હતા.

image source

અમિતાભ બચ્ચને ઘણી સર્જરી કરાવી હતી અને ઘણા મહિનાઓ સુધી હોસ્પિટલમાં એડમિટ રહ્યા હતા. તેમણે લગભગ આઠ કલાક ઓપરેશન કરાવ્યું અને ત્યારબાદ લાંબા સમય સુધી તેની સારવાર ચાલુ રહી. અમિતાભ બચ્ચન ની હાલત એટલી નાજુક બની ગઈ હતી કે દેશભર માં તેમના હજારો ચાહકો એમના માટે પ્રાર્થના કરવા લાગ્યા.

image source

આ ઘટના પછી અમિતાભ બચ્ચન ઘણા સમય પછી ઘરે પરત ફર્યા હતા. બિગ બીનો જન્મદિવસ 11 ઓક્ટોબર છે પણ એમના ફેન્સ 2 ઓગસ્ટને એમનો બીજા જન્મદિવસ તરીકે ઉજવે છે.ફેન્સ એમના લાંબા આયુષ્યની કામના કરે છે. પોતાના ફેન્સના પ્રેમ અને બ્લેસિંગને યાદ કરતા બિગ બી બ્લોગ પર લખ્યું છે કે આજે 2 ઓગસ્ટે પ્રેમ અને શુભકામનાઓ વ્યક્ત કરનારાઓનો આભાર અને મારો પ્રેમ. પોતાના શુભચિંતકોની ચિંતા અને પ્રાર્થનાઓને જોવી અને સાંભળવી અને એને મહેસુસ કરવી એક જબરદસ્ત અનુભવ રહ્યો છે. હું ખૂબ જ ધન્ય અનુભવું છું. આભાર.

image source

અમિતાભ બચ્ચન દર વર્ષે એ ઘટનાને યાદ કરે છે અને પોતાની યાદો એમના ફેન્સ સાથે શેર કરે છે. આ વર્ષની શરૂઆતમાં અમિતાભ બચ્ચને જણાવ્યું હતું કે એમના દિવંગત પિતા અને જાણીતા કવિ હરિવંશ રાય બચ્ચને હોસ્પિટલમાંથી પરત ફરતી વખતે કેવું રિએક્શન આપ્યું હતું. પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક ફોટો શેર કરતા અમિતાભ બચ્ચને લખ્યું હતું કે આ એ ક્ષણ છે જ્યારે હું કુલી ફિલ્મના એક્સિડન્ટ પછી મોતના મોઢામાંથી બચીને ઘરે આવ્યો હતો. આ પહેલી વાર હતું કે જ્યારે મેં મારા પિતાને તૂટતા જોયા હતા. એક ચિંતિત નાનો અભિષેક દેખાઈ રહ્યો હતો. અમિતાભ બચ્ચન આ ઘટનાના બે મહિના પછી 24 સપ્ટેમ્બરે ઘરે પરત ફર્યા હતા.

image source

સોશિયલ મીડિયા પર શેર થયેલા એક વીડિયોમાં અમિતાભ બચ્ચનને એક એમ્બેસેડર કારમાંથી બહાર નીકળતા અને પોતાના પિતા હરિવંશ રાય બચ્ચનના ચરણ સ્પર્શ કરતા તેમજ એમને ગળે મળતા જોઈ શકાય છે. વીડિયોમાં જયા બચ્ચન પણ દેખાઈ રહી છે..

તમને જણાવી દઈએ કે કુલી ફિલ્મ 2 ડિસેમ્બર 1983 ના રોજ રીલિઝ થઈ હતી. ફિલ્મ માં અમિતાભ બચ્ચન ઉપરાંત ઋષિ કપૂર, રતિ અગ્નિહોત્રી, કાદર ખાન, વહિદા રહેમાન, પુનીત ઇસ્સાર, સુરેશ ઓબેરોય અને ઓમ શિવપુરી મુખ્ય ભૂમિકા માં હતા. કુલી તે જ ફિલ્મ છે જ્યારે અમિતાભ બચ્ચન એક ફાઇટિંગ સીન ના શૂટિંગ દરમિયાન ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેની હાલત એટલી કથળી ગઈ હતી કે બધે ચાહકો બિગ બી ની જલ્દી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરી રહ્યા હતા.

Exit mobile version