મારુતિની 7 સીટર XL6 ને મળશે નવું નામ, જાણો નવા ફીચર્સ પણ

7 સીટ ધરાવતી મારુતિ સુઝુકી XL6 ને મિડલાઈનમાં બેન્ચ સીટ અરેન્જમેન્ટ મળી શકે છે અને આગામી વર્ષની શરૂઆતમાં કંપની તેને લોન્ચ કરે તેવી શક્યતા છે. એવું પણ મનાય છે કે આ કાર નવા નામ સાથે રજૂ કરવામાં આવશે.

image source

MSIL એટલે કે મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ બીજી જનરેશનની મારુતિ સેલેરિયોને બાદમાં લોન્ચ કરવા તૈયાર છે. આ કાર એક નવા પ્લેટફોર્મ પર બેઝડ છે. હાલના મોડલની સરખામણીએ તેનો રેશિયો મોટો હોવાની શક્યતા છે. એન્ટ્રી લેવલ હેચબેકનો બહારનો ભાગ અને ઇન્ટિરિયર બદલવામાં આવ્યા છે. સાથે જ પાર્ટ્સને સારા બનાવવા માટે નવી સુવિધાઓ પણ ઉમેરવામાં આવશે. તેને 1.0 લીટર પેટ્રોલ અને 1.2 લીટર પેટ્રોલ એન્જીન સાથે મેન્યુઅલ અને AMT ટ્રાન્સમિશન વિકલ્પો સાથે વેંચવામાં આવશે.

image source

નવી જનરેશનની મારુતિ સુઝુકી સેલેરિયોના લોન્ચ બાદ બ્રાન્ડની ઘરેલુ રેન્જમાંથી અનેક અપડેટેડ મોડલ આવવાની સંભાવના છે. કારણ કે દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની પોતાની યાત્રી કાર રેન્જને ફ્રેશ કરવાનો પ્રયત્ન કરી રહી છે. મીડિયા અહેવાલો દ્વારા એવા પણ સંકેતો મળી રહ્યા છે કે BS6 ડીઝલ એન્જીન વિશિષ્ટ સેગમેન્ટની જરૂરતો પુરી કરવા માટે આવશે. જ્યારે બીજી જનરેશનની અર્ટિગા દેશમાં સૌથી વધુ વેંચાતી MPV બની ગઈ છે. આ એક મિડ લાઈફ અપડેટના કારણે છે કારણ કે 8 સીટર કાર 2018 ના અંતથી કોઈ મોટા ફેરફાર વિના વેંચાણ થઈ રહી છે.

7 સીટર XL6 ને મળશે નવું નામ

image source

ઇન્ડો – જાપાની નિર્માતાએ ઓગસ્ટ 2019 માં એક વિશેષ મિડલ રો કેપ્ટન સીટીંગ અરેન્જમેન્ટ સાથે XL6 લાવીને અર્ટીગાની લિમિટને વિસ્તાર કર્યો. રેગ્યુલર અર્ટિગાથી પોતાને અલગ કરવા માટે XL6 માં એક નવી ડિઝાઇન કરવામાં આવેલ ફ્રન્ટ ફેશિયો છે. ઇન્ડોનેશિયામાં જાપાની નિર્માતાએ XL6 ને ગયા વર્ષની શરૂઆતમાં રજૂ કરવામાં આવી હતી અને આ આગામી વર્ષની શરૂઆતમાં ભારતમાં પોતાની જગ્યા બનાવી શકે છે. ફેમિલી બેઝડ ગ્રાહકોને આકર્ષિત કરનારી મિડ સાઈઝની આ SUV 3 રો સાથે MSIL નો લાભ ઉઠાવી શકે છે અને XL6 ના 7 સીટર વેરીએન્ટને રજૂ કરી શકે છ અને આ ફરક પેદા કરવા માટે XL7 નામથી જઇ શકે છે. 7 સીટર MPV સંભવત વચ્ચે એક બેન્ચ સીટની રજુઆત કરશે અને ઇન્ડોનેશિયા – સ્પેક મોડલ હાલની XL6 ની સરખામણીમાં થોડું લાંબુ છે.

XL7 માં કરવામાં આવશે આ ફેરફારો

image source

એવી આશા રખાઈ રહી છે કે XL7 ને XL6 ની સરખામણીએ નાના મોટા વિઝ્યુઅલ અપડેટ મળશે અને પરફોર્મન્સ માટે એ જ 1.5 લીટર, 4 સિલિન્ડર, માઈલ્ડ હાઈબ્રીડ પેટ્રોલ એન્જીનનો ઉપયોગ કરવામાં આવી શકે. આ એન્જીન 104.7 PS નો મેક્સિમમ પાવર આઉટપુટ અને 138 Nm નો પિક ટોર્ક જનરેટ કરે છે અને તેને માપદંડ રૂપે પાંચ સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન અથવા એક વિકલ્પના રૂપે ચાર સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક યુનિટ સાથે જોડવામાં આવે છે.