Site icon News Gujarat

કઝાકિસ્તાનના રેસલરની શરમજનક હરકત આવી સામે, લોકો કરી રહ્યા ચે ભારતીય ખેલાડીના વખાણ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટોક્યો ઓલમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર ભારતીય રેસલર રવિકુમાર દહિયાને શુભેચ્છા પાઠવી હતી. રવિએ ગોલ્ડ માટે રૂસી સમિતિના જાવુર યુગુગેવ સાથે મુકાબલો કર્યો હતો પરંતુ તેમને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો. વડાપ્રધાને રવિ માટે ટ્વિટ કરી હતી કે રવિ કુમાર દહિયા એક શાનદાર પહેલવાન છે તેમનો જોશ અને તેમની દ્રઢતા ઉત્કૃષ્ટ છે ટોક્યો ઓલમ્પિકમાં રજત પદક જીતવા માટે તેમને અભિનંદન તેમની ઉપલબ્ધિ પર ભારતને તેમના પર ગર્વ છે.

image source

રવિકુમાર ખરેખર ઉત્કૃષ્ટ પહેલવાન છે અને તેમનો જોશ કેટલો છે તે વાતની ઝલક સેમિફાઇનલ પહેલાં આ મુકાબલામાં જોવા મળી હતી. ફ્રિસ્ટાઇલ પહેલવાન રવિકુમાર પુરુષોના 57 કિલો વર્ગમાં ફાઇનલમાં ક્વોલિફાઇ કરી અને આજે ગોલ્ડ માટે મેદાનમાં ઉતર્યા હતા. મુકાબલા ની કેટલીક તસવીરો અને વીડિયો શેર ખૂબ જ ઝડપથી વાયરલ થયા હતા.

image source

આ મુકાબલામાં એવી કંઈક વસ્તુ જોવા મળી કે જેને લઇને લોકો રવિના બે મોઢે વખાણ કરવા લાગ્યા. બન્યું એવું કે રવિ જેના વિરુદ્ધ લડી રહ્યો હતો તે પહેલવાને તેને જોરદાર બટકું ભર્યું હતું પરંતુ તેમ છતાં રવિએ તેની ગરદન છોડી નહીં.

image source

સેમિફાઇનલ મેચમાં એક એવો સમય આવ્યો કે જ્યારે કઝાકિસ્તાનના નુરેસ્લામ એ પોતાના પર થી ૨૩ વર્ષના રવિ ને હટાવવા માટે તેના હાથમાં જોરદાર બટકું ભર્યું પરંતુ ભારતીય ખેલાડી પોતાની જીતને સુનિશ્ચિત કરવા માટે અડગ હતો અને તેણે પહેલવાન ને છોડ્યો નહીં.

image source

આ તસવીરો અને વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર તે ખૂબ જ ઝડપથી વાયરલ થયા અને લોકોએ કઝાકિસ્તાનના ખેલાડીની આ શરમજનક હરકત ની ખૂબ ટીકા કરી.

Exit mobile version