અન્ય યુવતીઓ સાથે હની સિંહના હતા આડા સંબંધ, પત્ની શાલીનીએ કર્યો ખુલાસો.

જાણીતા સિંગર હની સિંહ વિરુદ્ધ ઘરેલુ હિંસાનો કેસ નોંધાવનારી એમની પત્ની શાલીની તલવારે એમની યાચીકામાં ચોંકાવનારા ખુલાસા કર્યા છે. હની સિંહની પત્નીએ કહ્યું કે સિંગર હની સિંહ એમની સાથે ખૂબ જ ખરાબ વ્યવહાર કરતા હતા કારણ કે એ એમના કરિયરમાં આગળ વધી રહ્યા હતા અને પૈસા કમાઇ રહ્યા હતા.

image source

શાલીની તલવારે લગ્ન જીવનના અસ્તિત્વને છુપાવવાનું ઈચ્છતા કહ્યું કે એ ઘરેલુ હિંસાનો શિકાર હતી. શાલીનીએ કહ્યું કે જ્યારે એમના લગ્નના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા તો હની સિંહ ખૂબ જ નારાજ થઈ ગયા હતા. એમને શાલીની પર આરોપ લગાવ્યો અને એમને ખૂબ જ માર માર્યો હતો. એમને આરોપ લગાવ્યો હતો કે શાલીનીએ જ એ ફોટા લીક કર્યા હતા. હની સિંહ પોતાની વિવાહિત જિંદગીને દુનિયાથી છુપાવવા માંગતા હતા.

image source

શાલીની તલવારે દાવો કર્યો છે કે હની સિંહના ઘણી સ્ત્રીઓ સાથે સંબંધ હતા. બ્રાઉન રંગ દેની શૂટિંગ દરમિયાન એક યુવતી સાથે યૌન સંબંધ દરમિયાન એમને રંગે હાથે પકડ્યા હતા. એ સમયે હની સિંહે એમની દારૂની બોટલ છૂટી મારી હતી. શાલીની તલવારે પોતાની સાસુ ભુપિંદર કૌર, સસરા સરબજિત સિંહ અને નણંદ સ્નેહા સિંહનું નામ પણ આપ્યુ છે. શાલીનીએ કહ્યું છે કે એમના સાસરિવાળા એમને ગાળો આપી રહ્યા છે.

image source

શાલીની તલવારે દિલ્લીની ટીસ હજારે કોર્ટમાં ઘરેલુ હિંસાથી મહિલાઓના સંરક્ષણ કાયદા હેઠળ અરજી દાખલ કરી છે. આ યાચીકા કોર્ટની મેજિસ્ટ્રેટ તાનીયા સિંહ સમક્ષ રજુ કરવામાં આવી હતી. શાલીની તલવાર તરફથી અધિવક્તા સંદીપ કપૂર, અપૂર્વ પાંડે અને જીજી કશ્યપે યાચીકા કરી. હની સિંહ વિરુદ્ધ કોર્ટે નોટિસ જાહેર કરી છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે સિંગરને 28 ઓગસ્ટ પહેલા જવાબ દાખલ કરવો પડશે. સાથે જ હની સિંહ બન્નેની સંયુક્ત સંપતિને નહિ વેચી શકે અને ન તો દહેજ સાથે કોઈ છેડછાડ કરી શકશે.

image source

હની સિંહ અને શાલીની તલવારે 20 વર્ષની મિત્રતા પછી વર્ષ 2011માં લગ્ન કર્યા હતા. બન્નેના લગ્ન દિલ્લીના એક ફાર્મહાઉસમાં શીખ સમારોહમાં થયા હતા. જો કે હની સિંહે લાંબા સમય સીધી આ લગ્નને સિક્રેટ રાખ્યા હતા.વર્ષ 2014માં હની સિંહે એમની પત્ની શાલીની તલવારને એક રિયાલિટી ટીવી શોમાં દુનિયાને એમની ઓળખ કરાવી હતી.

image source

તમને જણાવી દઈએ કે હની સિંહ અને શાલીની તલવાર સ્કૂલફ્રેન્ડ હતા. સ્કૂલના દિવસોમાં જ હની સિંહ શાલીનીને દિલ આપી બેઠા હતા અને પછી બન્નેએ ડેટિંગ શરૂ કરી દીધું. શાલીની હની સિંહ સાથે ત્યારથી છે જ્યારે કોઈએ વિચાર્યું પણ નહોતું કે હૃદેશ સિંહ આગળ જતાં હની સિંહના નામે ઓળખાશે અને દેશના નંબર 1 રેપર બની જશે.